________________
૫૪
[ આત્મતત્વવિચાર
કર્મબંધું અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણા ] ૫૫
હા ! હા! ધિક્કાર છે અમારો આ દુષ્કૃત્યને.” અને તેઓ એનું પ્રતિક્રમણ કરવા તૈયાર થયા. આ જોઈ સૂરિજીના શિષ્યોને ખાતરી થઈ કે આ સાધુઓ ભવભીરુ અને
સુવિહિત છે.
થોડી વાર પછી રુદ્રાચાર્ય પિતે લઘુનીતિ કરવા ઉઠયા, ત્યારે તેમના પગ નીચે કયલા દબાયા અને ચું ચૂં અવાજ થવા લાગ્યો. આથી તેઓ સમજ્યા કે કોઈ ત્રસજે મારા પગ નીચે ચંપાય છે, પરંતુ એ દુષ્કૃત્યનો પશ્ચાત્તાપ કરવાને બદલે તેઓ વધારે જોરથી પગ મૂકીને બેલ્યા કે, “આ કઈ અરિહંતના જીવો પિકારતા લાગે છે. ” ' સૂરિજીના શિષ્યોએ આ શબ્દ કાનોકાન સાંભળ્યા,
એટલે તેમને ખાતરી થઈ કે આ આચાર્ય અભવ્ય છે, નહિ તો તેમનું વર્તન આવું નિષ્ફર હોય નહિ. જે આત્માઓને અરિહંત દેવમાં શ્રદ્ધા નથી, તેમના પ્રવચનમાં શ્રદ્ધા નથી અને તેમાં પ્રરૂપાયેલાં અહિંસા, સંયમ અને તપની મંગલ- ' મયતામાં શ્રદ્ધા નથી, તેનામાં સમ્યક્ત્વ શી રીતે હોઈ શકે ?
સવારે શ્રી વિજયસેનસૂરિએ રુદ્રાચાર્યના શિષ્યને કહ્યું કે “હે શ્રમણ ! તમારે આ ગુરુ સેવવા યોગ્ય નથી, કારણ કે તે કુગુરુ છે. આ વસ્તુ મારે તમને એટલા માટે કહેવી પડે છે કે “ આચારથી ભ્રષ્ટ થયેલ આચાર્ય, ભ્રષ્ટ આચારવાળાને ન શકનારે આચાર્ય અને ઉન્માર્ગની પ્રરૂપણા કરનાર આચાર્ય, એ ત્રણે ધર્મનો નાશ કરે છે.”
આ હિતશિક્ષા સાંભળી સાપ કાંચળીનો ત્યાગ કરે
તેમ આ શિષ્યોએ પિતાના ગુરુનો ત્યાગ કર્યો અને શુદ્ધ ચારિત્રનું પાલન કરી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ કરી. અંગારમર્દક રુદ્રાચાર્યનો જીવ સમ્યક્ત્વના અભાવે–અંતરની ઊંડા
માં ભરાઈ રહેલા મિથ્યાત્વના યોગે અપાર સંસારસાગરમાં રખડતો જ રહ્યો અને જુદી જુદી યોનિઓમાં જન્મધારણ કરીને દુઃખ પામતો જ રહ્યો. આજે પણ તે સંસારમાં પરિભ્રમણ કરે છે અને અનંતકાળ સુધી પરિભ્રમણ કર્યા કરશે.
મિથ્યાત્વ અને સભ્યત્વ મિથ્યાત્વ એટલે જૂઠી માન્યતા અને સમ્યકત્વ એટલે સાચી માન્યતા. વસ્તુ હોય એક પ્રકારની અને માને બીજા પ્રકારની ત્યાં મિથ્યાત્વ જાણવું. એક મનુષ્ય પરમાત્માને માને છે, પણ તેને અવતાર લેનાર માને છે, તો ત્યાં મિથ્યાત્વ જાણવું, કેમકે પરમાત્માએ તે સર્વ કર્મને ક્ષય કરે છે, એટલે તે ફરીને સંસારમાં પડતા નથી. એજ રીતે એક મનુષ્ય આત્માને માને પણ તેને ક્ષણભંગુર માને કે પરમાત્મામાં તેને લય થઈ જાય છે એમ માને, તો ત્યાં પણુ મિથ્યાત્વ જાણવું, કેમકે આત્મા નાશવંત નથી, અમર છે.
દુનિયાની વસ્તુને યથાર્થરૂપે સમજનાર સર્વજ્ઞ છે. આપણે છદ્વારથ હોઈ તેને યથાર્થરૂપે સમજી શકતા નથી. માટે સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું છે તે સાચું માનવું, તેમાં જ સમ્યક્ત્વ છે. મિથ્યાષ્ટિની માન્યતા આથી વિપરીત હોય છે, એટલે તે પિતાની ઇચ્છામાં આવે એ રીતે વસ્તુને માને છે, પરંતુ તેમાં લાભ નથી, નિતાન્ત નુકશાન જ છે.