________________
૫૬
" . ! [ આત્મતત્ત્વવિચાર સમ્યદૃષ્ટિ અને મિથ્યાત્વની કરણીમાં ફેર શું? - એક જીવને મારવાની જરૂર પડે તે સમ્યગ્દષ્ટિ પણ મારે અને મિથ્યાષ્ટિ પણ મારે, પરંતુ એ બંનેનાં મારવામાં ફરક છે. સમ્યગ્દષ્ટિ જીવને માર પડે તો તે ક્રિયા રસવિના, ફરજને કારણે, માથે આવી પડેલી કિયા ગણીને, તે પાપ છે તેમ સમજીને કરે, તેથી કર્મનો જે બંધ બંધાય તે ઢીલે બંધાય. જ્યારે મિથ્યાદૃષ્ટિ, જીવને માર પડે તો તે ક્રિયા જાણીબુઝીને, રસપૂર્વક, તેને પાપ સમજયા વિના કરે, એથી તેને કમને બંધ મજબૂત પડે. - મિથ્યાષ્ટિને કર્મની નિર્જરા ઓછી અને સમ્યગ્દષ્ટિને કર્મની નિર્જરા વધારે. મિથ્યાષ્ટિને કર્મની નિર્જર અકામ એટલે સમજણ વિનાની અને સમ્યગદૃષ્ટિને કર્મની નિર્જરા સકામ એટલે સમજપૂર્વકની. મિથ્યાદૃષ્ટિ કઈ પણ પાપનો ઉદય આવ્યો તો ગભરાય, આ દુઃખ કયાંથી આવ્યું? એમ બૂમ મારે અને હાયવોય કરીને ભગવે, ત્યારે સમ્યદૃષ્ટિ પાપનો ઉદય આવતાં ગભરાય નહિ, તે એને શાંતિથી ભેગવે, તે એમ સમજીને કે “મેં પૂર્વભવમાં આ દુઃખને નોતરૂં દીધું છે, માટે તે આવેલ છે, તેથી તેને શાંતિથી ભેગવી લેવું.” A સમ્યગદષ્ટિને આધ્યાન ઓછું હોય છે, તેનાં ચિત્તને શાંતિ હોય છે અને કંઈક સમભાવ હોય છે, તેથી ઉદયમાં આવેલાં અને સત્તામાં રહેલાં કર્મોની નિર્જરા થાય છે. ત્યારે મિથ્યાદષ્ટિને આર્તધ્યાન ઘા હોય છે, ચિત્તને શાંતિ હતી
કમબંધ અને તેનાં કારણે અંગે વિશેષ વિચારણ ] ૫૭ નથી અને રાગ-દ્વેષની પ્રબલતા હોય છે, તેથી નવાં કર્મો વધારે ચીકણું બંધાય છે.
સમ્યગ્દષ્ટિ ચેડાં દુઃખમાં વધારે કર્મ કાપે છે, ત્યારે મિથ્યાદષ્ટિ વધારે દુઃખમાં ચેડાં કર્મ કાપે છે.
બે પ્રકારનું સમ્યત્વ સમ્યકત્વ બે પ્રકારનું છે : એક સ્થિર અને બીજું અસ્થિર. ક્ષાયિક સમ્યકત્વ સ્થિર છે, આવ્યા પછી કદી પણ જતું નથી અને બીજાં સમ્યકત્વો અસ્થિર છે. પથમિક અને જ્ઞાપશમિક સમ્યકત્વ આવે અને જાય. કયારેક વિચારે મલિન આવે અને દેવ-ગુરુ-ધર્મમાંથી શ્રદ્ધા ઉઠી જાય, ત્યારે સમ્યકત્વ ગયું કહેવાય અને મિથ્યાત્વ આપ્યું કહેવાય. તે મનુષ્ય સમ્યકત્વની ભાવનામાં આયુષ્ય બાંધે તો દેવનું જ બાંધે અને તેમાંયે મહદ્ધિક સૌમ્ય પ્રકૃતિવાળા દેવનું અંધે. જ્યારે દેવ સમ્યકત્વમાં આયુષ્ય બાંધે તે મનુષ્યગતિનું બાંધે, તે પણ ઘણું ઊંચાં કુળમાં, સંસ્કારી કુટુંબમાં, ધાર્મિક વાતાવરણમાં સારા મનુષ્યનું બાંધે. આમ સમ્યકત્વથી આગળ વધતાં વધતાં આત્મા મોક્ષે જાય.
' શાસ્ત્રકારો કહે છે કે “સમ્યગ્રષ્ટિ છે નારક કે તિર્યંચ થતા નથી, પણ સમ્યકત્વ કાયમ રહે તો. જે તે સમકિતી મટીને મિથ્યાષ્ટિ થઈ જાય, તો તેનું પરિણામ જોગવવું પડે. મિથ્યાદષ્ટિ તો ચાર ગતિમાંથી ગમે તે ગતિમાં ઉત્પન્ન થાય અને નીચે નરકનું આયુષ્ય પણ બાંધે.