________________
પર
[ આત્મતત્ત્વવિચાર
હાય તે તેવું જ્ઞાન અભવ્ય આત્માઓને હાતું નથી. સમ્યક્ત્વ સહિત જે જ્ઞાન તે સભ્યજ્ઞાન અને અભવ્ય આત્માને સમ્યક્ત્વ હેાતું નથી.
પ્રશ્ન—અભવ્ય આત્માઓને શાસ્ત્ર-સિદ્ધાંતનું જ્ઞાન ચાય કે નહિ ?
ઉત્તર—હાઈ શકે, પણ સભ્યજ્ઞાન હોય નિહ. પ્રશ્ન—શાસ્ર—સિદ્ધાંતનું જ્ઞાન એ સમ્યજ્ઞાન નથી ? ઉત્તરશાસ્રસિદ્ધાંતનું જ્ઞાન જો સમ્યક્ત્વપૂર્ણાંક હાય તે જ એ સમ્યાન, અન્યથા મિથ્યાજ્ઞાન. જેમ સાપને પાયેલું દૂધ વિષરૂપે પરિણમે છે, તેમ મિથ્યાત્વીએ કરેલું શાસ્ત્ર—સિદ્ધાંતનું જ્ઞાન પણ તેને મિથ્યાત્વરૂપે પરિણમે છે. એક આત્માએ ચારિત્ર લીધુ હાય, શાસ્ર-સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હાય અને આચાર્ય પદની પ્રાપ્તિ કરી હોય, છતાં અભવ્ય હાઈ શકે છે. અંગારમ કસૂરિનો પ્રબંધ આ વસ્તુ પર વધારે અજવાળું પાડશે.
અગારમ કસૂરિના પ્રબંધ
શ્રી વિજયસેનસૂરિ પેાતાના વિશાળ શિષ્યસમુદાય સાથે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિરાજતા હતા. તે વખતે એક રાત્રે એક શિષ્યને સ્વપ્ન આવ્યું કે · પાંચસેા સુંદર હાથી ચાલ્યા આવે છે અને તેમનો નાયક ભૂડ છે. ’
કેટલાંક સ્વપ્નો ભાવી બનાવનાં સૂચક હોય છે, અને તેમાંથી ચાક્કસ અર્થ નીકળે છે. આવાં સ્વપ્નો દેવ કે ગુરુની સન્મુખ અથવા ગાયના કાનમાં કહેવા જોઈ એ.
ક્રમ બંધ અને તેનાં કારણેા અંગે વિશેષ વિચારણા ] પ૩
સવાર થયું, એટલે શિષ્યે વિનયપૂર્વક એ સ્વપ્ન ગુરુને જણાવ્યું અને તેનો અર્થ પૂછ્યા. ગુરુ અષ્ટાંગનિમિત્તના સારા જાણકાર હતા. તેમણે અધા શિષ્યે સાંભળે એ રીતે કહ્યું કે · આજે અહી... પાંચસેા સુવિહિત સાધુએ સાથે એક અભવ્ય આચાર્ય આવશે.
ગુરુ જ્ઞાની હતા, એટલે તેમનાં વચનમાં શંકા કરવા જેવું ન હતું, પણ તે જ દિવસે પાંચસે શિષ્યાથી પરિવરેલા રુદ્રાચાય એ નગરમાં આવ્યા અને તેમની જ્ઞાનગર્ભિત મધુર દેશના સાંભળવા હજારો નગરજનો ઉમટી પડચા. ત્યારે આ શિષ્યાને વિચાર આબ્યા કે ‘ આ સાધુએ સુવિ હિત છે અને આચાય અભવ્ય છે, એમ શાથી જાણવું ?? તેમણે એ પ્રશ્ન ગુરુ આગળ રજૂ કર્યાં, એટલે ગુરુએ કહ્યું કે ‘હું તમારી શંકાનું નિવારણ કરીશ. ” પછી રુદ્રાચાય અને તેમના શિષ્યાને રાત્રિના સમયે લઘુશંકા ( પેશાખ ) કરવાનું જે સ્થાન હતું, ત્યાં નાના નાના કાયલા (અંગારા) પથરાવી દીધા અને હવે શું અને છે, તે પર દેખરેખ રાખવાનું કહ્યું.
રાત્રિના એ પ્રહર વ્યતીત થઈ ગયા અને ત્રીજો પ્રહર શરૂ થયા, ત્યારે રુદ્રાચાર્યના કેટલાક શિષ્યેા લઘુનીતિ× કરવા ઉંડયા. તે વખતે પગ નીચે કાયલા (અંગાર) દખાવાથી ચૂં ચૂ' અવાજ થવા લાગ્યા. તેઓ સમજ્યા કે · નક્કી અમારા પગ નીચે કાઈ ત્રસંજીવા ચપાયા. ’ એટલે ખેલી ઉડ્યા કે
× મૂત્રવિસર્જનની ક્રિયાને લઘુનીતિ કહેવામાં આવે છે.