SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર ४७६ [ આત્મતત્ત્વવિચાર કેવી હોય તેનું વર્ણન શાસ્ત્રકારોએ નવાળ વિવાદો એ ' પદથી શરૂ થતી ગાથામાં કર્યું છે, તે પણ અહીં જણાવી દઈએ. શ્રાવકે પંચપરમેષ્ટિનાં મંગલ સ્મરણપૂર્વક ચાર ઘડી રાત બાકી રહે ત્યારે નિદ્રાને ત્યાગ કર જોઈએ. પછી ધર્મજાગરિકા કરવી જોઈએ, એટલે ધર્મ સંબંધી વિચારણા કરવી જોઈએ. ત્યાર બાદ રત્નત્રયીની શુદ્ધિ માટે ષડાવશ્યરૂપ પ્રતિક્રમણ કરવું જોઈએ. તે કર્યા પછી ચૈત્યવંદન કરવું જોઈએ અને પચ્ચકખાણ લેવું જોઈએ. પછી જિનભવને-જિનમંદિરે જઈને ત્યાં પુષ્પમાલા, ગંધ વગેરે વડે જિનબિંબને સત્કાર કરવો જોઈએ અને ત્યાંથી ગુરુની પાસે જઈને તેમને વંદન કરીને વિધિપૂર્વક પચ્ચકખાણ લેવું જોઈએ. ત્યાર પછી તેમની આગળ ધર્મ શ્રવણ કરી, સુખશાતાની પૃચ્છા કરવી જોઈએ અને ભાતપાણીને લાભ આપવાની વિનંતિ કરવી જોઈએ. જે ગુરુ મહારાજને ઔષધ આદિનો ખપ હોય તે તે અંગે ઉચિત કરવું જોઈએ. ત્યાર પછી ભેજન તથા લૌકિક અને લોકો-ત્તર બંને દૃષ્ટિએ અનિદિત એવા વ્યવહારની સાધના કરી શકાય. ત્યાર બાદ એટલે સાયંકાળે સમયસર ભોજન કરી દિવસચરિમ પ્રત્યાખ્યાન વડે સંવરને સારી રીતે ધારણ કરવો જોઈએ અને જિનબિંબની અર્ચા, ગુરુવંદન, સામાયિક-પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરવી જોઈએ.' પછી સ્વાધ્યાય, સંયમ, વૈયાવૃત્ય વગેરેથી પરિશ્રમિત થયેલા સાધુની પુષ્ટ આલંબન રૂપ વિશ્રામણ કરવી જોઈએ અને નવકારચિંતન આદિ ઉચિત રોગોનું અનુષ્ઠાન કરવું સમ્યક ચારિત્ર] કાકા એ મા ૪૭ જોઈએ. ત્યાર પછી સ્વગૃહે પાછા ફરીને પિતાના પરિવારને બોધદાયક કથાઓ તથા સુંદર સુભાષિત વડે ધર્મનું સ્વરૂપ સમજાવવું જોઈએ, જેથી તે ધર્મભાવનાવાળો થાય. પછી વિધિપૂર્વક શયન કરવા માટે દેવ-ગુરુ વગેરે ચારનાં શરણ અંગીકાર કરવા જોઈએ. આ વખતે મોહ પ્રત્યેની જુગુપ્સા વડે પ્રાયઃ અબ્રહ્મચર્યમાં વિરતિ રાખવી જોઈએ અને સ્ત્રીનાં અંગોપાંગેની અશુચિતા વગેરેને વિચાર કરી તેને ત્યાગ કરનાર મહા-- પુરુષનું હૃદયથી બહુમાન કરવું જોઈએ. પછી “મારા ચારિત્રશીલ ધર્માચાર્ય ગુરુ આગળ. ક્યારે દીક્ષા લઈશ?” એ મને રથ કરવો જોઈએ.. ત્યાર બાદ નિદ્રાધીન થવું જોઈએ. - ના જેઓ આ પ્રકારની દિનચર્યા વડે પિતાનો દિવસ વ્યતીત કરે છે, તેનાં ચારિત્રનું ઉત્તમ પ્રકારે ઘડતર થાય છે. આમાંથી આજે કેટલું થાય છે અને કેટલું નહિ? તે તમારી જાતને પૂછી જુઓ. શાસ્ત્રકારોએ જે નિયમો બતાવ્યા છે, તે તમારા ભલાને માટે છે, એટલે તેને બની શકે તેટલે વધારે અંદર કરે, એ અમારે ખાસ કહેવાનું છે. સર્વવિરતિચારિત્રનું વર્ણન બાકી રહ્યું, તે અવસરે કહેવાશે. . . . . .
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy