________________
૪૪૮
[ આત્મતત્ત્વવિચાર કે ઝેરી બની જતું નથી? તેજ સ્થિતિ અહીં સમજવાની છે. સારાં શાસ્ત્રો વાંચે તો પણ મિથ્યાત્વીને એ મિથ્યાત્વરૂપે પરિણમે છે અને મિથ્યાત્વીનાં શાસ્ત્રો વાંચે તે પણ સમકિતીને એ સમ્યકત્વરૂપે પરિણમે છે. "
આઠ પ્રકારને જ્ઞાનાચાર સમ્યજ્ઞાનની વૃદ્ધિ થવા માટે શાસ્ત્રકારોએ આઠ પ્રકારને જ્ઞાનાચાર બતાવ્યું છે:
काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । ચંગળ-અર્થ-તંદુમ, અવિદો નાળમાચારો !
જ્ઞાનાચાર કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્રવતા, વ્યંજનશુદ્ધિ, અર્થશુદ્ધિ અને તદુભયશુદ્ધિ એ આઠ પ્રકાર છે.” . .
અહીં જ્ઞાન શબ્દથી શ્રતજ્ઞાન સમજવાનું છે, કારણ કે અધ્યયન-અધ્યાપન તેનું જ સંભવે છે. સર્વજ્ઞ ભગવંત તોએ તત્ત્વનું જે સ્વરૂપ બતાવ્યું છે, તેને યથાર્થ બોધ, થતાભ્યાસ એટલે શાસ્ત્રનું પઠન-પાઠન કરવાથી જ થાય છે. શાસ્ત્રનાં પઠન-પાઠન માટે આપણે ત્યાં સ્વાધ્યાય શબ્દ પ્રચલિત છે.
" સ્વાધ્યાય સાધુ અને શ્રાવક બંનેને પિતપોતાની ભૂમિકા પ્રમાણે કરવાનું હોય છે. ત્રીજા ધોરણના વિદ્યાર્થી છઠ્ઠા કે સાતમા ધોરણનાં પુસ્તકો વાંચવા માંડે કે મેટ્રીકવાળે બી. એ. નાં પુસ્તક વાંચવા માંડે તો તેને સમજાય ખરાં ધોરણસર અભ્યાસ કરવાથી જ થતાભ્યાસમાં પ્રગતિ થાય છે.
સમ્યજ્ઞાન . કાર્યસિદ્ધિ માટે કાલ પણ એક અગત્યનું કારણ મનાય છે, એટલે કે અમુક કાર્ય અમુક સમયે કરવાથી જ સિદ્ધ થાય છે. આ નિયમ સ્વાધ્યાયને પણ લાગુ પડે છે, એટલે સ્વાધ્યાય પણ અમુક કાલે–અમુક સમયે જ કરવો જોઈએ. જ્ઞાનાચારને આ પ્રથમ પ્રકાર સમજ. ' ' - પ્રાતઃકાળ, મધ્યાહુન, સંધ્યા અને મધ્યરાત્રિની બે બે ઘડીએ-એક સંધિસમય પહેલાંની અને એક સંધિ સમય પછીની–સ્વાધ્યાયને માટે નિષિદ્ધ છે. તે અંગે શાસ્ત્રમાં કહ્યું છે કે “પહેલી અને છેલ્લી સંધ્યા સમયે, મધ્યાહુને અને અર્ધરાત્રિસમયે, એ ચાર, સંધ્યાઓ વખતે જે મનુષ્ય સ્વાધ્યાય કરે છે, તેણે આજ્ઞાદિકની વિરાધના કરી છે, એમ જાણવું.” - લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે કે
વરસારિ હુ નિ, સા વિવર્ગના . आहारं मैथुनं निद्रा, स्वाध्याय च विशेषतः ॥
“ સંધ્યા સમયે ચાર કમેને ત્યાગ કરવો. આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષતઃ સ્વાધ્યાય. કારણ કે સંધ્યાકાળે આહાર: કરવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે, મૈથુન કરવાથી દુર્ણ ગર્ભ ઉત્પન્ન થાય છે, નિદ્રા કરવાથી ધનનો નાશ થાય છે અને સ્વાધ્યાય કરવાથી મરણ થાય છે. આ
* આ માન્યતામાં ગમે તેટલું તથ્ય હોય, પણ એ વાત સાચી છે કે પ્રાતઃકાળ-સાયંકાળ વગેરે સંધ્યા સમયે સ્વાધ્યાય કરવાને નહિ હેવાથી આવશ્યકાદિ ક્રિયાઓ માટે જોઈને સમય મળી રહે છે. આ. ૨-૨૯