SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ [ આત્મતત્ત્વવિચા કે તેમાં બીજી અપેક્ષાના નિષેધ છે. અહીં એમ કહેવામાં આવે કે ‘આ ઢાલ સાનેરી પણ છે અને રૂપેરી પણ છે તો એ વચનવ્યવહાર સાચા છે, કારણ કે તેમાં શ્રીજી અપેક્ષાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અપેક્ષાનું રહસ્ય ખરાખર સમજવું હોય તેણે નયવાદના તેમજ સ્યાદ્વાદને અભ્યાસ કરવા જોઈ એ. જૈન મહિષઓએ આ વિષયનું ઘણું ઊંડું મથન કરેલું છે અને તે માટે અનેક સ્વતંત્ર ગ્રંથાની રચના કરેલી છે; પરંતુ તમે તો પંચપ્રતિક્રમણ કે ચાર પ્રકરણાથી જ આગળ વધતા નથી, તો આ ગ્રંથા સુધી કયાંથી પહેાંચા ? સજ્ઞને માનનારા સામાન્ય જ્ઞાનથી પણ વચિત રહે છે, એ શું આછું ખેદજનક છે ? જ્ઞાનથી જેમ સમ્યકત્વની પ્રાપ્તિ અને ચારિત્રગુણાની વૃદ્ધિ થાય છે, તેમ શાસ્ત્રના ોધ થવામાં સહાય મળે છે. આ જગતમાં અનેક શાસ્ત્રો વિદ્યમાન છે, પણ અજ્ઞાનીને તેં શાં કામનાં ? અહીં અજ્ઞાનીને અથ અલ્પજ્ઞાની સમજવાને હૈં, નહિ કે જ્ઞાનથી રહિત. એવી સ્થિતિ તે કઈ પણ! જીવની કયારે પણ હાંતી જ નથી. તે નિગેાદમાં હોય છે, ત્યારે પણુ અક્ષરને અનંતમા ભાગ તે ખુલ્લા જ હોય છે, અર્થાત્ તેને કઈક જ્ઞાન તેા જરૂર હોય છે. જો કંઈ પણ જ્ઞાન ન હેાય તે તેનામાં અને જડમાં ફેર શે? અજ્ઞાની રહેવું એ માટે દોષ છે. અજ્ઞાની રહેવું એ મોટો દોષ છે. તે અંગે કોઈ કે તીક જ કહ્યું છે કે સભ્યસાન ] अज्ञानं खलु कष्टं, द्वेषादिभ्योऽपि सर्वदोषेभ्यः । अर्थं हितमहितं वा न वेत्ति येनावृत्तो जीवः ॥ ૪૩. દ્વેષ આદિ સદોષો કરતાં અજ્ઞાન એ માટે દોષ છે, કારણ કે તેનાથી આવૃત્ત થયેલા જીવ હિત કે અહિત જાણી શકતા નથી. ’ આજે જગતના તમામ બુદ્ધિમાન પુરુષા જ્ઞાનપ્રાપ્તિની હિમાયત કરી રહ્યા છે, કારણ કે જ્ઞાનવડે જ મનુષ્ય પેાતાના જીવનવ્યવહાર સારી રીતે ચલાવી શકે છે અને જીવનમાં પ્રગતિ સાધી શકે છે. પરંતુ જ્ઞાનપ્રાપ્તિ એમને એમ થઈ જતી નથી. તે માટે સારા એવા પરિશ્રમ કરવા પડે છે અને કેટલાંક કષ્ટો પણ સહન કરવા પડે છે. જેએ આ કષ્ટોથી કટાળીને એમ કહે છે કે यथा जडेन मर्तव्यं, बुधेनापि तथैव च । उभयोर्मरणं दृष्ट्वा, कण्ठशोषं करोति कः ॥ ‘જેમ જડ માણસાને મરવાનું હાય છે, તેમ વિદ્વાનાને–સુશિક્ષિત માણસાને પણ મરવાનું હોય છે. આમ અનેને મરવાનુ... સમાન હાવાથી શાસ્ત્રોને કઠસ્થ કરવાની કે લાંબું ભણવાની માથાકૂટ કાણુ કરે?? તેમને અમે મૂર્ખાધિરાજ સમજીએ છીએ. જેમણે પરિશ્રમ કર્યો, કષ્ટ ઉઠાવ્યાં અને શાસ્ત્રોને સારી રીતે અભ્યાસ કર્યાં, તેઓ જ આ જગતમાં વિદ્વાન તરીકે પકાયા અને અનેકના ઉપકારી બની શકયા. જેણે પરિશ્રમથી કંટાળીને વિદ્યાધ્યયન ક્યું નહિ, તે અભણ કે ગમારમાં મળ્યા અને
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy