________________
[ આત્મતત્વવિચાર, અલિદાન આપ્યું. આથી ગામલેકએ તેની સ્મૃતિ જાળવી રાખવા માટે ગામની ભાગોળે તેનું એક બાવલું ઊભું કર્યું અને તેના એક હાથમાં તરવાર તથા બીજા હાથમાં હાલ આપી. હવે એ ઢાલની એક બાજુ સેનાથી રસવામાં આવી અને બીજી બાજુ રૂપાથી રસવામાં આવી. કે એક વાર બે પ્રવાસીઓ સામસામી દિશામાંથી તે ગામની ભાગોળે આવી ચડ્યા અને પેલા બાવલાને જોઈ પિતપતાને અભિપ્રાય પ્રકટ કરવા લાગ્યા. આ
એકે કહ્યું: “પરોપકાર માટે પ્રાણ પાથરવા એ બહુ મોટી વસ્તુ છે. તેથી હું આ પરોપકારી વીરને ધન્યવાદ આપું છું.” તે બીજાએ કહ્યું: “આ જગતમાં વીરતાની કદર કરનારા અ થોડા હોય છે, પરંતુ આ ગામના લોકોએ વીરતાની કદર કરી વીર પુરુષનું બાવલું બેસાડ્યું, માટે હું તેમને સાબાશી આપું છું.''
પહેલાએ કહ્યું: “આ બાવલું ઘણું સુંદર છે !'
બીજાએ કહ્યું: “બાવલા કરતાં કે તેના હાથમાં રહેલી તરવાર અને ઢાલ બહુ સુંદર છે. તેમાં યે આ સેનાથી રસેલી ઢાલ તો ઘણી જ સુંદર છે. ”
પહેલાએ કહ્યું : “એ ! જરા સંભાળીને બેલ! આ ઢાલ સેનાથી રસેલી નથી, પણ રૂપાથી રસેલી છે.'
. બીજાએ કહ્યું: મારી આંખે મને બરાબર દેખાય છે અને હું જે જોઉં છું, તે જ બેસું છું. બાકી જેની આંખો બરાબર કામ આપતી ન હોય, તે ગમે તેમ બેલે. ? ,
સમ્યગજ્ઞાન 1
તે તરત જ પહેલે તાડુક્યો : “અરે મૂર્ખ ! તું મને આંધળે કહે છે? આ ઢાલ રૂપાથી જ રસેલી છે. તેને સોનાથી રસેલી કહેવી એ બેવકૂફાઈની હદ છે.”
1. આમ વિવાદ કરતાં બંને જણ બાંયો ચડાવી સામસામાં આવી ગયા. એવામાં ગામના કેટલાક ડાહ્યા માણસે ત્યાં આવી પહોંચ્યા. તેમણે કહ્યું: “ઓ ભલા મુસાફરો! તમે શા માટે લડે છે?” પહેલાએ કહ્યું કે “આ બેવકૂફ એમ કહે છે કે આ ઢાલ સોનાથી રસેલી છે. બીજાએ કહ્યું કે “આ આંધળે એમ કહે છે કે આ ઢાલ રૂપાથી રસેલી છે.” ' ગામલેકેએ કહ્યું કે જે તમારે લડવાનું કારણ આ જ હોય તો એમ કરે કે તમે બંને એકબીજાનાં સ્થાને આવી જાઓ; એટલે સાચી સ્થિતિ સમજાઈ જશે.”
બંને પ્રવાસીઓએ તેમ કર્યું, તો તેમના આશ્ચર્યને પાર રહ્યો નહિ. આ ઢાલ તો સોનેરી પણ હતી અને રૂપેરી પણ હતી. આથી તેઓ શરમાઈ ગયા અને પોતપોતાનાં સ્થાને ચાલ્યા ગયા. - જૈન શાસ્ત્રો નિરપેક્ષ વચનવ્યવહારને જૂઠો ગણે છે અને સાપેક્ષ વચનવ્યવહારને સાચે ગણે છે. “આ ઢાલ સોનેરી જ છે એમ કહેવું એ નિરપેક્ષ વચનવ્યવહાર છે, કારણ કે તેમાં “જ” શબ્દના પ્રયોગવડે બીજી અપેક્ષાનો નિષેધ કરવામાં આવે છે. એ જ રીતે “આ ઢાલ રૂપેરી જ છે” એમ કહેવું એ પણ નિરપેક્ષ વચનવ્યવહાર છે, કારણ