________________
૩૪
[ આત્મતત્ત્વવિચાર
છ સ્થાના
સમ્યકત્વને ટકાવવા માટે તાત્ત્વિક ભૂમિકાની જરૂર છે. આ તાત્ત્વિક ભૂમિકા છ સ્થાનેા કે છ સિદ્ધાંતાના સ્વીકાર કરવાથી તૈયાર થાય છે. તે આ પ્રમાણે
(૧) જીવ છે.
(૨) તે નિત્ય છે.
(૩) તે શુભાશુભ કમના કર્તા છે.
(૪) તે શુભાશુભ કર્મફળના ભાક્તા છે.
(૫) તે સર્વ કર્મીને ક્ષય કરી મેાક્ષ મેળવી શકે છે. (૬) મેાક્ષના ઉપાય સુધર્મ છે,
આત્મા અને કર્મ પરની વ્યાખ્યાનમાળામાં આ છ સિદ્ધાંતા અંગે ઘણું વિવેચન કરેલું છે, એટલે અહીં તેની પુનરુક્તિ નહિ કરીએ.
આ રીતે સમ્યકત્વના સડસડ ભેદોનું વર્ણન અહીં પૂરું થાય છે. તેને બરાબર સમજીને ચાલનાર શુદ્ધ સમકિતી અની શકે છે અને આ દુઃખપૂર્ણ સંસારના પાર પામી
શકે છે.
વિશેષ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ચુંમાલીસમુ સભ્યજ્ઞાન
મહાનુભાવે !
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ આત્માના મૂળ ગુણેા છે અને તેને ઉત્કૃષ્ટ વિકાસ કરવાથી જ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આ ત્રણ ગુણેા પૈકી સમ્યગ્દર્શીનના વિચાર વિસ્તારથી કર્યું. હવે સમ્યજ્ઞાનના વિચાર પણ વિસ્તારથી કરીશું; તે તમે એકાગ્ર ચિત્તે સાંભળે.
અહીં એકાગ્ર ચિત્તની સૂચના એટલા માટે કરીએ છીએ કે ઘણા મહાનુભાવે। વ્યાખ્યાન સાંભળવા હાંશથી આવે છે, પણ ચિત્તની જોઇએ તેવી એકાગ્રતા ન હેાવાનાં કારણે અહીં કહેવાતા વિષય ખરાબર ગ્રહણ કરી શકતા નથી. જ્યાં વિષય જ ખરાખર ગ્રહણ ન થાય, ત્યાં તેના પર ચિંતન-મનન કરવાનું અને કયાંથી?
‘સવને નાળે વિનાળે એ જિનાગમનાં વચને છે. તેના અર્થ એ છે કે સદ્ગુરુમુખેથી શાસ્ત્રોનું શ્રવણુ કરતાં જીવાજીવાંદિ તવાનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાનનાં પિરણામે આત્માને વિશિષ્ટ રીતે એળખવારૂપ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ શાસ્રશ્રવણ જ યથાર્થ રીતે ન થાય, તા જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ શી રીતે થાય?