________________
739
૪૩૬
[ આત્મતત્વવિચાર ચિત્તની એકાગ્રતા-શાંતિને અનુભવ . કેટલાક કહે છે કે “અમે ચિત્તને-મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન તે કરીએ છીએ, પણ તે એકાગ્ર થતું નથી; માટે કઈ એવો ઉપાય બતાવો કે જેથી તે જલ્દી એકાગ્ર થઈ શકે.” આના ઉત્તરમાં અમારે એ કહેવાનું છે કે તમારા અંતરમાં અનેક પ્રકારની આશાઓ-તૃષ્ણાઓ ભરેલી છે, એટલે તમારું ચિત્ત સદા વ્યાકુલ રહે છે અને તે અનેકાનેક વસ્તુને વિચાર કર્યા કરે છે. જો તમે એક આશાઓને છોડી દે, તૃષ્ણને તાર કાપી નાખે, તે તમારું મન શાંત થશે અને તે જ્યાં ત્યાં ભટકશે નહિ. પછી તે એકાગ્રતા સરળ થઈ જશે. બીજી વસ્તુ અભ્યાસની છે. તમે રેજ સામાયિક કરે અને તેનો અભ્યાસ વધારતા જાઓ તો તમારું મન જલ્દી શાંત થશે, પછી તેને એકાગ્ર કરવામાં તમને જરાયે મુશ્કેલી નહિ પડે. - અમે તમને રોજ ધર્મને ઉપદેશ આપીએ છીએ અને સંસારની અસારતા સમજાવીએ છીએ, તે એટલા જ માટે કે તમારું મન વૈરાગ્યના રંગે રંગાય અને તમે શાંતિને અનુભવ કરી શકે, પણ પરિસ્થિતિ વિચિત્ર છે. માખી જેમ અળખામાં ચાટી જાય, તેમ તમારું મન સંસારના ભોગવિલાસમાં ચોટી ગયું છે અને તેની પ્રાપ્તિ માટે નિરંતર–વલખાં મારે છે, એટલે તમને શાંતિને અનુભવ થતો નથી. " તમે પ્રભુપૂજા કરે છે, માળા ફેરવો છે, તેમજ
સમ્યાન ] બીજી ક્રિયાઓ કરે છે, પણ ચિત્તની સ્થિતિ ડામાડોળ હોવાથી તેમાં તન્મયતા જામતી નથી અને પરિણામે તેનું વાસ્તવિક ફળ પામી શકતા નથી.
આટલું પ્રસંગોચિત. હવે પ્રસ્તુત વિષય પર આવીએ અને તેની વિચારણા કરીએ.
- જ્ઞાનનું મહત્વ જ્ઞાન એ આત્માને પ્રધાન ગુણ છે, કારણ કે તેના વડે જ તે જડથી જુદો જણાઈ આવે છે. એક જૈન મહર્ષિ જ્ઞાનને મહિમા પ્રકાશતાં જણાવે છે કે—
गुण अनंत आतम तणा रे, मुख्यपणे तिहां दोय । तेमां पण ज्ञान ज वडुं रे, जिनथी दसण होय ।।: भवियण चित्त धरो, મન-વ-જા કમાયો , જ્ઞાન-મતિ રો |
આ વિશ્વની સઘળી વસ્તુઓ અનંતધર્માત્મક છે, તેમ આત્મા પણ અનંતધર્માત્મક છે. તેમાં બે ગુણોની મુખ્યતા છે ? જ્ઞાન અને દર્શન. આ બે ગુણેમાં પણ જ્ઞાન મિ છે, કારણ કે તેના વડે દર્શન અર્થાત્ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. માટે હે ભવ્યજને ! મારી વાત તમે ધ્યાન પર લે અને દંભરહિત બની મન વચન-કાયાથી જ્ઞાનની ઉપાસના કરે.”
આત્મા જ્ઞાનવડે પદાર્થને જાણે છે અને તેના પર શ્રદ્ધા કરે છે, એટલે જ્ઞાનને લીધે દર્શનની-સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, એ વચને યથાર્થ છે. જેને જ્ઞાન નથી, તેને કદી