________________
*
૨
[ આત્મતત્ત્વવિચારછે ! (૬) વૃત્તિકાંતાર એટલે આજીવિકાની પરાધીનતા
અને શુદ્ધ ધર્મથી પ્રતિકૂળ નિરુપાયે કઈ પ્રવૃત્તિ કરવી પડે, તે સમ્યકત્વને ભંગ ન થાય. ક . છ ભાવના
. : 'સમ્યકત્વને પુષ્ટ કરવા માટે છ પ્રકારની ભાવના ભાવવી આવશ્યક છે. ' ' : "
સમ્યકત્વ એ ચારિત્રધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, એમ ચિંતવવું એ પ્રથમ ભાવના છે. મૂળ લીલું હોય, રસાલ હોય તો વૃક્ષ ફાલેફુલે છે, તેમ સમ્યકત્વ સુદઢ હોય તે ચારિત્રરૂપી વૃક્ષ ફાલે-ફૂલે છે, એ વિચાર આ ભાવનાથી દઢ કરવાને છે.
' સમ્યકત્વ એ ધર્મનગરમાં પેસવાનું દ્વાર છે, એમ ચિતવવું એ બીજી ભાવના છે. પહેલાના જમાનામાં નગર ફરતે કોટ બાંધવામાં આવતા અને તેમાં અમુક દરવાજા રાખવામાં આવતા. એ દરવાજા મારફત જ નગરમાં દાખલ થઈ શકાતું. આજે તે નગરની રચનાઓ ફરી ગઈ છે અને કેટ-કિલ્લાનું વિશેષ મહત્વ રહ્યું નથી. પરંતુ અહીં એ ભાવ હૃદયમાં દઢ કરવાને છે કે જે સમ્યકત્વરૂપી દરવાજો હશે તે જ ધર્મરૂપી નગરમાં દાખલ થઈ શકાશે
અને તેમાં જે ઉત્તમોત્તમ વસ્તુઓ પડેલી છે, તેનાં દર્શન ન થઈ શકશે. . . , : ; ,
. . સમ્યકત્વ એ ધર્મરૂપી મહેલને પામે છે, એમ ચિંતવવું એ ત્રીજી ભાવના છે. પાયા વિના મહેલ ટકે નહિ, તેમ
સમ્યકત્વ ] સમ્યકત્વ વિના ધર્માચરણ ટકે નહિ. આ સંબંધમાં કેટલુંક વિવેચન પૂર્વે થઈ ગયું છે.
સમ્યકત્વ એજ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણને નિધિ છે, એમ ચિતવવું એ ચેથી ભાવના છે. જે સમ્યકત્વરૂપ ભંડાર ન હોય તે મૂળ અને ઉત્તર ગુણરૂપી રન્ને છૂટાં શી રીતે રહી શકે? જે રત્ન છૂટાં પડ્યાં હોય તો તેને ઉપાડી લેવા માટે ચેર–બદમાશ વગેરે તૈયાર જ બેઠા હોય છે, તેમ આ મૂળ અને ઉત્તર ગુણરૂપી રન્ને છૂટાં પડ્યાં હોય તો તેને ઉપાડી લેવા રાગ અને દ્વેષરૂપી બળવાન ચોરે ભવભવથી તાકી રહેલા છે. '
સમ્યકત્વ એ ચારિત્રરૂપી જીવનને આધાર છે, એમ ચિતવવું એ પાંચમી ભાવના છે. જેમ પૃથ્વી સકલ વસ્તુનો આધાર છે, તેમ સમ્યકત્વ એ ચારિત્રરૂપી જીવનને આધાર છે. તાત્પર્ય કે જ્યાં સુધી સમ્યકત્વ હોય છે, ત્યાં સુધી શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ આદિ ગુણ રહે છે અને સમ્યકત્વ ન હોય તો એ ગુણે ટકી શકતા નથી.
સમ્યકત્વ એ ચારિત્રરૂપી રસનું પાત્ર છે, એમ ચિંતવવું એ છઠ્ઠી ભાવના છે. શ્રત અને ચારિત્ર આત્મવિકાસ માટે અનુપમ વસ્તુ છે, પણ તે સમ્યકત્વરૂપી પાત્ર હોય તો જ ઝીલી શકાય છે. - આ રીતે સમ્યકત્વ સંબંધી જુદી જુદી રીતે વિચાર કરવાથી સમ્યકત્વ દઢ થાય છે અને તેમાં મલિનતા આવતી નથી. આ. ૨-૨૮