________________
[ આત્મતત્ત્વવિચાર શ્રી શત્રુંજય, શ્રીગિરનાર, શ્રી આબૂ વગેરે સ્થાવર તીર્થો છે અને પંચમહાવ્રતધારી ત્યાગી મુનિવરે એ જંગમ તીર્થ છે. તેમનું સેવન કરવાથી સમ્યકત્વની શોભા વધે છે.. શ્રાવકેએ સ્થાવર તીર્થોની યાત્રાએ વર્ષમાં એક વાર તે અવશ્ય જવું, એવો શાસ્ત્રકારને આદેશ છે, કારણ કે.' તેથી જીવનની ચાલુ ઘરેડમાંથી મુક્ત થવાય છે અને '' ભાવલાસ પૂર્વક જિનભક્તિ આદિ થઈ શકે છે.
પાંચ લક્ષણે - શાસ્ત્રકારોએ સમ્યકત્વનાં પાંચ લક્ષણે બતાવ્યાં છે; શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય. જેમ ધૂમાડાથી અગ્નિનું અસ્તિત્વ જાણી શકાય છે, તેમ આ લક્ષણેથી સમ્યકત્વનું અસ્તિત્વ જાણી શકાય છે. * :
* શમ એટલે શાંતિ, કેધાદિ અનંતાનુબંધી કષાયને અનુદય. ગમે તેવાં બળવાના કારણે ઉપસ્થિત થવા છતાં કિયાદિને વશ થવું નહિ. ક્ષમાદિ રાખવા, શાંતિ ધારણ કરવી, એ સમ્યકત્વનું પ્રથમ લક્ષણ છે.
- સંવેગ એટલે મોક્ષને અભિલાષ. તે અંગે શાસ્ત્રકાર મહષિઓએ કહ્યું છે કે'नरविबुहेसरसुक्खं, दुक्खं चिय भावओ अ मन्नतो। . संवेगओ. न मुक्खं, मुत्तूण किं पि पत्थेह ॥ , - “ સવેગવાળો આત્મા રાજા અને ઇંદ્રોનાં સુખને પણ -અંતરથી દુઃખ માને છે. તે મેક્ષ સિવાય કઈ પણ વસ્તુની રુચિ ધરાવતો નથી. તાત્પર્ય કે સમકિતી આત્મા આત્માનાં
સુખને જ સાચું સુખ માને છે અને પૌગલિક સુખને. દુઃખ માને છે, કારણ કે તેનું અંતિમ પરિણામ દુઃખ છે.. - નિર્વેદ એટલે ભવભ્રમણને કંટાળો. ભવભ્રમણમાં " જન્મ, જરા, રોગ, શેક, મરણ આદિ અનેક પ્રકારનાં દુઃખ રહેલાં છે, પણ જ્યાં સુધી તેને કંટાળો આવે નહિ, ત્યાં સુધી તેમાંથી છૂટવાની વૃત્તિ જોરદાર બને નહિ. અને એ વૃત્તિ જોરદાર બને નહિ, ત્યાં સુધી ભવભ્રમણને ટાળવાના - ઉપાય માટે હદયમાં તાલાવેલી જાગે નહિ. કારાગારમાં
પડેલો માનવી તેમાંથી છૂટે થવા માટે જે પ્રકારની મનેવૃત્તિ ધરાવે, તેવી જ મનવૃત્તિ સંસારરૂપી કારાગારમાંથી છૂટવાની થાય, ત્યારે સમજવું કે નિર્વેદ ઉત્પન્ન થયેલ છે.
તા . અનુકંપા એટલે દુઃખીઓ પ્રત્યે દયાની લાગણી, કરુ, ણાની ભાવના. આને અર્થ એમ સમજવાને કે જે આત્મા. સમકિતી હોય તેનું હૃદય કમળ હોય અને તે કઈ પણ વસ્તુ નિર્દયતાનાં પરિણામથી કરે નહિ. પૂર્વ વ્યાખ્યાનમાં . આ વસ્તુ તમારાં લક્ષમાં લાવવામાં આવી છે.
આસ્તિક એટલે જિનવચન પર પરમ વિશ્વાસ, , નવંતત્વમાં પૂરી શ્રદ્ધા, દેવગુરુધર્મ પ્રત્યે અડગ નિષ્ઠા. જ્યાં '. આ પ્રકારનું આસ્તિય—આ પ્રકારની આસ્થા ન હોય, | ત્યાં સમ્યકત્વનો સદભાવ શી રીતે માનવો તાત્પર્ય કે ન જ મનાય. . .
. . સમ્યકત્વનાં આ લક્ષણોને ક્રમ પ્રાધાન્ય ગુણને અનુ