________________
. [ આત્મતત્વવિચાર દેવની ભક્તિ અને ગુરુ મહારાજની ભકિત. આજકાલ એવું કહેનાર પણ નીકળ્યા છે કે જૈનધર્મ તે ત્યાગ-વૈરાગ્યને. ઉપદેશ આપનારો છે, તેમાં ભક્તિની વાત વૈષ્ણવ સંપ્રદાય અર્થાત્ ભક્તિમાર્ગમાંથી આવી છે. આવાઓને શું કહેવું નથી, શાસ્ત્રને અભ્યાસ, નથી ઇતિહાસનું જ્ઞાન. મનફાવતું વિધાન કરવું એ કંઈ ડહાપણભરેલું ગણાય નહિ. જૈનધર્મ કયારનો અને વૈષ્ણવ ધર્મ કે ભકિત સંપ્રદાય ક્યારને? વૈષ્ણવધર્મ* તે વલ્લભાચાર્યે ચલાવ્યું અને ભકિતસંપ્રદાયને પ્રથમને માનીએ તે પણ એ બે હજાર વર્ષથી તો જૂને નથી જ, જ્યારે જૈન ધર્મ તે કોડો વર્ષથી ચાલ્યો આવે છે અને તેના પાયામાં જ સમ્યકત્વ એટલે શ્રદ્ધા-ભક્તિ-સમર્પણનો સિદ્ધાંત રહેલ છે. છ આવશ્યકમાં બીજું આવશ્યક ચતુર્વિશતિસ્તવ અને ત્રીજું આવશ્યક વંદન છે, તેમાં શ્રી જિનેશ્વરદેવ અને ગુરુની ભક્તિનું જ વિધાન છે.
- સ્મરણ, વંદન, પૂજન વગેરે દ્વારા શ્રી જિનેશ્વરદેવની પતિ થાય છે. તેમાં પૂજનના અનેક પ્રકાર છે. પાંચ પ્રકાર, આઠ પ્રકાર, સત્તર પ્રકાર, ચેસઠ પ્રકાર, યાવત્ એકસોને આઠ પ્રકાર. શાસ્ત્રકાર ભગવતે કહે છે કે “મરી? નિકાવા વિનંતી પૂરવવંચિકા જન્મા--શ્રી જિનેશ્વરદેવની બકિત કરવાથી પૂર્વ સંચિત કર્મો ક્ષય પામે છે.' કે વિધિસર વંદન કરવું, સુખશાતાની પૃચ્છા કરવી, અશનપાનાદિ ચારે પ્રકારને આહાર વહોરાવ, ઔષધઉપધિ-પુસ્તક–વસતિ વગેરે આપવા એ ગુરુની ભક્તિ છે. તેનું ફળ પણ ઘણુ મહાન છે.. ધન સાર્થવાહે તાજી થી
વહોરાવીને ગુરુભક્તિ કરી તે સમ્યકત્વ પામ્યો અને કાલાંતરે શ્રી ષભદેવ નામને પ્રથમ તીર્થંકર થયા. નયસારને પણ ગુરુભક્તિ કરતાં જે સમ્યકત્વની સ્પર્શના થઈ હતી અને આગળ જતાં તીર્થકરપદ પ્રાપ્ત થયું હતું.
શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે “હે ભગવન્! ગુરુને વંદન કરવાથી જીવને શું ફળ મળે?” ત્યારે ભગવાન ઉત્તર આપે છે કે “હે ગૌતમ! ગુરુને વંદન કરવાથી જીવ ગાઢ બંધનવાળી આઠે કર્મની પ્રકૃતિએને શિથિલ બંધનવાળી કરે છે, ચિરકાલની સ્થિતિ પામેલાં કર્મોને અલ્પ સ્થિતિવાળાં કરે છે, તીવ્ર અનુભાવવાળા આઠે કર્મને મંદ અનુભાવવાળા કરે છે અને બહુ પ્રદેશવાળા આઠે કર્મને અલ્પ પ્રદેશવાળી કરે છે, તેથી તે અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરતો. નથી.’ આ રીતે ગુરુવંદનનું અંતિમ ફળ મોક્ષ છે. પંચપરમેષ્ઠિનાં પાંચ પદોમાં પ્રથમ બે પદ દેવનાં અને પછીનાં. ત્ર પદ ગુરુનાં છે, એ તમારાં લક્ષમાં હશે જ.
ચોથું ભૂષણ તે ક્રિયકુશલતા છે. શ્રી જિનેશ્વર ભગવતોએ આત્મશુદ્ધિ–આત્મવિકાસ માટે અનેક પ્રકારની ક્રિયાઓ બતાવી છે. તેમાં કુશલતા રાખવી, એ સમ્યકત્વનું એ ભૂષણ છે. તત્ત્વબેધ યથાર્થ હોય, પણ ક્રિયામાં કંઈ ન હોય તે આત્માનો ઉદ્ધાર શી રીતે થાય? જ્ઞાન અને હિયા અને યોગથી જ શ્રી જિનશાસનમાં મુક્તિ માનેલી છે. - પાંચમું ભૂષણ તે તીર્થ સેવન છે. અહીં તીર્થ શબ્દથી સ્થિર અને ગજ બંને પ્રકારનાં સથે સમજેવાનાં છે.