________________
-
વ્યાખ્યાન તેંતાલીસમું
સમ્યકત્વ
[ ૩] 'મહાનુભાવો ! “ - શાસ્ત્રકાર ભગવંતોએ જેને અતુલ ગુણેનું નિધાન, 'સર્વ કલ્યાણનું બીજ, જન્મ-મરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ, પાપરૂપી વૃક્ષને છેદવા માટે કુહાડો અને ભવ્ય જીવોનું એક લક્ષણ કહ્યું છે, તે સમ્યકત્વના સડસઠ ભેદનું વર્ણન ચાલી રહ્યું છે. સમ્યકત્વધારીની શ્રદ્ધા કેવી હોય? તેનાં લક્ષણે શું? તેણે કેને-કે વિનય કરવું જોઈએ? કેવી શુદ્ધિ રાખવી જોઈએ? અને કયા દેથી બચવું જોઈએ? એનું વર્ણન થઈ ગયું. હવે ક્રમપ્રાપ્ત આઠ પ્રભાવકોનું વર્ણન કરીશું.
આઠ પ્રભાવકે સમ્યકત્વને પ્રભાવ વિસ્તારવામાં જેમનું સામર્થ્ય હેતુભૂત હોય એવા મહાપુરુષને પ્રભાવક કહેવામાં આવે છે. સંખ્યાની દષ્ટિએ આવા પ્રભાવકે આજ સુધીમાં અનંત થઈ ગયા, કારણ કે જિનશાસન અનાદિકાલથી ચાલ્યું આવે છે. પરંતુ તેના પ્રકારે આઠ છે. તે અંગે શાસ્ત્રમાં કહ્યું છે કેपावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विजा-सिद्धो अ कवी, अटेव पमावगा भणिया ।
પ્રવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ એ આઠ પ્રભાવકે કહેલા છે..”
, જે મહાપુરુષ વિદ્યમાન જિનાગામના પારગામી બની શાસનની પ્રભાવના કરે, તે પ્રાચનિક નામના પ્રભાવક કહેવાય. જેમકે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ.
જે મહાપુરુષ ધર્મકથા કરવાની અર્થાત્ બીજાને ધર્મ પમાંડવાની અદ્દભુત શક્તિ ધરાવતા હોય, તે ધર્મથી નામના બીજા પ્રભાવક કહેવાય. જેમ કે મહર્ષિ નંદિ ણ. * જિનશાસનમાં નદિષેણ નામના ત્રણ મહાત્માઓ પ્રસિદ્ધ છે. એક તો મુનિઓનું અદ્ભુત વૈયાવૃત્ય કરનાર, બીજા શ્રી અજિતશાંતિના કર્તા અને ત્રીજા ધર્મકથી. આ ધર્મકથી નદિષેણમુનિ શ્રેણિક રાજાના પુત્ર હતા અને શ્રી મહાવીર પ્રભુની ધર્મદેશના સાંભળીને પ્રતિબંધ પામ્યા હતા. તેમણે ભેગેચ્છાઓ દબાવવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરી હતી.
અને એમ કરતાં વિશિષ્ટ લબ્ધિ પામ્યા હતા. કહ્યું છે કે......कर्भ खपावे चीकणां, भावमंगल तप जाण ।
પ્રાણ છબ્ધિ ને, કય નય ત૫ ગુણવાન
એક વખત નદિષેણ મુનિ ભિક્ષા અર્થે નીકળ્યા છે, ત્યાં ઊંચું ધવલગ્રહ જોઈ તેમાં પ્રવેશ કરે છે અને “ધર્મલાભ” કહીને ઊભા રહે છે. એ વખતે ઘરની માલિકણ , કહે છે કે “મહારાજ! અહીં ધર્મલાભની નહિ, પણ અર્થલાભની જરૂર છે. આ શબ્દ સાંભળતાં જ મુનિવરને