SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કરી ... [ આત્મતત્ત્વવિચાર 'ચાનક લાગે છે અને નજીકમાંથી એક તરણું ખેંચે છે, ત્યાં સેનૈયાની વૃષ્ટિ થાય છે. : “આ જોઈ પેલી સ્ત્રી–વેશ્યા કહે છે કે “હે પ્રભેદ 'મૂલ્ય આપીને માલ લીધા વિના જવાય નહિ. આપ મારા , પર દયા કરે. જે આપ મને તરછોડીને, મારે તિરસ્કાર કરીને, ચાલ્યા જશે તે આપને સ્ત્રીહત્યાનું પાપ લાગશે.” , ' આ વચને સાંભળીને મુનિશ્રીની દબાયેલી ભેગેચ્છા * જાગૃત થાય છે અને તેઓ વેશ્યાને ત્યાં રહી જાય છે. નિમિત્તને શાસ્ત્રકારોએ બળવાન કહ્યું છે, તે આટલા જ માટે. તે ક્યારે, કેવું પરિણામ લાવે, તે કંઈ કહી શકાય નહિ. - નાદિષણ મુનિ વેશ્યાને ત્યાં રહી ગયા, પણ એ વખતે એવો નિયમ કર્યો કે રોજ ઉપદેશ આપી દશ પુરુષને ધર્મ પમાડો અને પછી ભેજન કરવું. આ નિયમ મુજબ નદિષેણ મુનિ જ દશ પુરુષને ધર્મ પમાડે છે અને પછી ભજન કરે છે. અહીં વિચારવાનું એ છે કે વેશ્યાને ત્યાં આવનારા મોટા ભાગે દુરાચારી પુરુષ હોય, છતાં તેને વીતરાગકથિત શુદ્ધ ધર્મ પમાડે છે, અને ચારિત્ર લેવા મોકલે છે, તે એમની ધર્મ પમાડવાની શક્તિ કેટલી?' આ કમ બાર વર્ષ સુધી ચાલે છે. હવે એક દિવસ નવ માણસો પ્રતિબંધ પામે છે, પણ દેશમે માણસ પ્રતિ- બોધ પામતું નથી. નદિષેણ તેને સમજાવવા માટે પૂરે પ્રયત્ન કરે છે. એવામાં વેશ્યા આવીને કહે છે કે હે - સ્વામી! હવે તે ભેજનવેળા વીતી જાય છે, માટે ઉઠે ને સમ્યકત્વ ]. ૪રી ભજન કરી લે. આજે દશમે કઈ પ્રતિબોધ પામે તેમ લાગતું નથી.' ક, નંદિષેણ કહે છે કે “દશમાં પુરુષને ધર્મ પમાડે જ. જોઈએ. તે સિવાય ભેજન થઈ શકે નહિ.” : - -આ શબ્દો સાંભળી વેશ્યા હસતી હસતી કહે છે કે, દશમા તે તમે પોતે પ્રતિબંધ પામે તે ભલે !” : '' એજ વખતે નદિષણની મેહનિદ્રા તૂટે છે અને તેમણે સાધુનાં કપડાં ” તથા ” ઉપકરણે બાજુએ મૂક્યા હતાં તે સંભાળી લે છે. હસતાંમાંથી ખસતું થયું, એ જોઈ વેશ્યા ઘણી કરગરે છે, પણ નદિષેણ ડગતા નથી. પછી તેઓ શ્રી મહાવીર પ્રભુ પાસે આવે છે અને યોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી, ફરી સંયમની સાધના કરી આત્મકલ્યાણ સાધે છે. " જે મહાત્મા પ્રમાણુ, યુક્તિ અને સિદ્ધાંતનાં બલથી પરવાદીઓ સાથે વાદ કરીને તેમના એકાંત મતને ઉછેદ કરી શકે, તે વાદી નામના ત્રીજા પ્રભાવક ગણાય છે. જેમ કે શ્રી મદ્ભવાદિસૂરિ. તેમણે દ્વાદશાનિયચક્ર આદિ ન્યાયના મહાન ગ્રંથે લખ્યા હતા અને ભરુચમાં બૌદ્ધાચાર્ય સાથે વાદ કરી તેને સખ્ત હોર આપી હતી. જે મહાત્મા અષ્ટાંગનિમિત્ત તથા તિષશાસ્ત્રના પારગામી બની શાસનની પ્રભાવના કરે તે નૈમિત્તિક નામના ચોથા પ્રભાવક ગણાય છે. જેમ કે શ્રી ભદ્રબાહેસ્વામી. .: શ્રી ભદ્રબાહુ સ્વામીને વરાહમિહિર નામને એક
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy