SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪ [ આત્મતત્વવિચાર ઉપરાંત ત્રણ પ્રકારની શુદ્ધિ જરૂરી છે. તેમાં જિનમત સિવાય બીજાને અસાર માનવા, એ પ્રથમ મન:શુદ્ધિ છે. જિનાગમાં જીવાજીવાદિ તત્ત્વનું સ્વરૂપ જે રીતે દર્શાવ્યું છે, તેથી વિપરીત બલવું નહિ, એ બીજી વચનશુદ્ધિ છે - અને ખડુગાદિથી છેદાવા છતાં કે બંધનથી પીડાવા છતાં , શ્રી જિનેશ્વરદેવ સિવાય અન્ય કેઈને નમસ્કાર કરે નહિ, -એ ત્રીજી કાયશુદ્ધિ છે. મહાકવિ ધનપાળ પ્રથમ બ્રાદ્વાણુધર્મી હતા, પણ -પછીથી જિનેશ્વરદેવકથિત માર્ગમાં સ્થિર થયા હતા અને દઢ સમકિતી બન્યા હતા. એક વખત ભેજરાજા અન્ય પંડિતે સાથે તેમને પણ પિતાની સાથે મૃગયામાં લઈ ગયે. ત્યાં એક શિવાલય આવતાં રાજાએ તેમાં પ્રવેશ કર્યો, એટલે -અધા પંડિત શિવને સ્તુતિપૂર્વક નમસ્કાર કરવા લાગ્યા, પણ મહાકવિ ધનપાળ શાંત ઊભા રહ્યા. તેમણે પિતાનું મસ્તક શિવને નમાવ્યું નહિ. આ જોઈ રાજાએ કહ્યું: “ધનપાળ! બધા પંડિત શિવને નમસ્કાર કરે છે અને તું ચૂપ કેમ -ઊભે છે?” ત્યારે ધનપાળે જરાયે સંકેચ અનુભવ્યા વિના કહ્યું કે- जिनेन्द्रचन्द्रप्रणिपातलालसं, - मया शिरोऽन्यस्य न नाम नभ्यते। . गजेन्द्रगल्लस्थलदानलालसं, शुनीमुखे नालिकुलं निलीयते ॥ - “હે રાજન! જિનેન્દ્રરૂપી ચન્દ્રને નમસ્કાર કરવાને સમ્યકત્વ ] ૪૧૫ તલપી સહેલું મારું શિર હું અન્ય કોઈની સામે ઝુકાવતે નથી. મદોન્મત્ત હાથીનાં ગંડસ્થલમાંથી ઝરત મદ પીવાને ઉત્સુક ભમરાઓને સમૂહ શું કદી પણ કૂતરાનાં મુખમાંથી નીકળતી લાળ પર લીન થાય છે ખરે?’ આ જવાબથી રાજાને ઘણું જ માઠું લાગ્યું, પણ મહાકવિએ તેની દરકાર કરી નહિ. સમકિતધારી આત્મા | કે દૃઢ હોય છે, તે આ પરથી સમજી શકાશે. પાંચ પ્રકારનાં દૂષણે . શાસ્ત્રકાર ભગવતે કહે છે કે शंका-कांक्षा-विचिकित्सा-मिथ्यादृष्टिप्रशंसनम् । ... તત્યંતવ ઘન્નઈ, ચક્રવં સૂવયચકી. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાષ્ટિપ્રશંસા અને મિથ્યાષ્ટિસંસ્તવ એ પાંચ સમ્યકત્વને દૂષિત કરનાર છે.” વંદિત્તસૂત્રની છઠ્ઠી ગાથામાં રા ણા વિશિષ્ટ પદથી શરૂ થતી ગાથામાં આ પાંચ વસ્તુને સમ્યકત્વના અતિચાર તરીકે ઓળખાવવામાં આવી છે. અતિચારથી વ્રત | મલિન થાય છે, વ્રતમાં દૂષણ લાગે છે, એટલે દૂષણ અને અતિચાર એ બે એક જ વસ્તુ છે. * : - જિનવચનની યથાર્થતા વિષે શંકા ઉઠાવવી નહિ, કારણ કે તેથી સમ્યકત્વ મલિન બને છે. '' વળી સુદેવ, સુગુરુ અને સુધર્મ પામ્યા પછી અન્ય 'કઈ મતની આકાંક્ષા કરવી નહિ. તાજું આમ્રફળ મળ્યા પછી અન્ય ફળની ઈચ્છા કેણ કરે? જિનમતની શ્રેષ્ઠતા વિષે શાસ્ત્રોમાં કહ્યું છે કે
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy