________________
wo
[ આત્મતત્ત્વવિચાર
માને, તેને સાંભળવાની તાલાવેલી કેમ ન જાગે ? જો એવી તાલાવેલી જાગતી ન હોય તે સમજજો કે તમારાં સમ્યકત્વનું ઠેકાણુ નથી.
ધ સાધનમાં પરમ અનુરાગ હોવા એ સભ્યકત્વનું ખીન્નુ લિંગ છે. ‘ ધ થયા તે પણ ઠીક અને ન થયા તે પણ ઠીક ’ એવી મિશ્ર ભાવનાને ધર્મના અનુરાગ કહી શકાય નહિ. ધમના પરમ અનુરાગ કાને કહેવાય ? તે સમજાવવા માટે શ્રીમદ્ યશેાવિજયજી મહારાજ કહે છે
કે
ભૂખ્યો અટવી ઉતર્યાં રે, જિમ, દ્વિજ ઘેખર ચંગ; ઇચ્છે જિમ તે ધમ ને રે, તેહિજ બીજી લિંગ રે, પ્રાણી. ૧૩
કાઈ બ્રાહ્મણ અટવી ઉતરીને આવ્યા હાય, તેને કકડીને ભૂખ લાગી હોય અને સુંદર ઘેખર જોતાં તેને ખાવાની જેવી ઉત્કટ ઇચ્છા કરે, તેવી ઇચ્છા ધનું આરાધન કરવા માટે થાય, ત્યારે ધમ સાધનમાં પરમ અનુરાગ નામનું સમ્ય કત્વનું ખીજું લિંગ પ્રકટ થયું. જાણવુ. ’
આજે તમારા ધમ રાગ કેવા છે, તે ખરાખર તપાસે. જ્યાં રાગના જ વાંધા છે, ત્યાં પરમ રાગની વાત શી કરવી ? કોઈ નવી ફીલ્મ આવી હેાય તે જોવાની તાલાવેલી લાગે છે, કોઈ ક્રિકેટની ટીમ પરદેશથી રમવા આવી હાય તે જોવાની તાલાવેલી લાગે છે અને તે માટે ટીકીટ ન મળતી હોય તે ખમણા--તમણા ભાવ આપીને પણ તેની ટીકીટ બી. એમ. માંથી મેળવા છે ! વળી કાઈ નાચર'ગના
૪૦૭
સમ્યકત્વ
જલસા હોય કે મુશાયરા હોય ત્યાં અગાઉથી ટીકીટ રીઝવ કરાવે છે અને સમયસર પહેાંચી જાએ છે, પરંતુ જ્યારે ધ સાધનની વાત આવે ત્યારે કહેા છે કે ‘ સમય નથી. શું કરીએ ?' અથવા અમારાથી બનતું કરીએ છીએ. વિશેષ અમારાથી થાય તેમ નથી.’ વગેરે વગેરે. જો ધસાધનમાં પરમ અનુરાગ હોય તે આવાં વચને કદી પણ તમારાં મુખમાંથી નીકળે નહિ અને પરિસ્થિતિ આવી હાય નહિ ! ધ સાધનના પરમ અનુરાગવાળા પ્રથમ તેા ફિઝુલ ખાખતામાં પેાતાને સમય અગાર્ડ નહિ, વળી તેઓને જે કંઈ સમય મળે તેમાં વધારેમાં વધારે ધમ કરી લેવાની ભાવના રાખે અને સમયને! નાનામાં નાના ટુકડા પણ ગ્રંથ જવા દે નહિ. એ સમયમાં તે નમસ્કારાદિ મંત્રનું અને તેટલું સ્મરણ કરી લે અને પેાતાના આત્માને શુભ પરિણામવાળે મનાવે.
દેવ અને ગુરુનું નિયમપૂર્વક વૈયાવૃત્ત્વ એ સમ્યકત્વનું ત્રીજી લિંગ છે. જેમ વિદ્યાસાધક વિદ્યા સાધવા માટે તેનું નિત્ય નિયમિત આરાધન કરે છે, તેમ સમક્તિધારી આત્મા દેવ તથા ગુરુનું નિત્ય-નિયમિત આરાધન કરે. એ આરાધનથી તે એટલા બધા ટેવાઈ જાય કે તેના વિના એને બિલકુલ ચેન ન પડે.
રાવણને નિત્ય જિનપૂજા કરવાના નિયમ હતાં. તે જિનપૂજા કર્યા વિના ભાજન લેતા નહિ. એક વાર તે કઈ કામપ્રસંગે વિમાનમાં પ્રવાસ કરતા હતા. ત્યાં મધ્યાહ્ન વેળા થઈ, એટલે સેવકાએ વિમાન નીચે ઉતાર્યું. આ વખતે