________________
[ આત્મતના વિવા ધન સાર્થવાહ મંગલ મુહુર્ત મેટા કાલા સાથે પ્રયાણ કર્યું અને ધમષ આચાર્ય પણ સપરિવાર તેની સાથે ચાલ્યા. તેઓ બધા વિષમ બને ને વટાવતાં, નાનાં- એ નદી નાળાંને એગતાં અને ચી-ખીચી ગભૂમિને પસાર કરતાં અનુક્રમે એક મહા અરણ્યમાં આવી પહોંચ્યા. તે વખતે વર્ષોએ પિતાનું તાંડવ શરુ કર્યું અને જવા-આવવા સર્વ માગેને કાંટા, કાદવ અને પાણીથી ભી દીધા.આથી આગળ વધવાનું અશકય જાણી જન સાર્થવાહે તે જ અરૂ યમાં સ્થિરતા કરી અને સાર્થના સર્વ માણસેએ વર્ષાઋતુ નિર્ગમન કરવા માટે ત્યાં નાના-મોટા આશ્રયે ઊભા કર્યા કેઈએ સાચું જ કહ્યું છે કે “દેશકાલને ઉચિત ક્રિયા કરનારાએ દુઃખી થતા નથી.'
' ' શ્રી ધર્મઘોષ આચાર્યો આવા એક આશ્રયને ચાચીને તેમાં પિતાના શિષ્ય સહિત આશ્રય લીધે અને તેઓ સ્વાધ્યાય, તપ તથા ધર્મધ્યાનમાં પિતાને સમય વીતાવવા લાગ્યા..
અહીં અણધાર્યું લાંબુ કાણુ થવાથી સાર્થના લેકેની પિતાની સાથે લાવેલી ખાન-પાનની સામગ્રીઓ પૂરી થઈ ગઈ અને તેઓ કંદ, મૂળ, તથા ફળફેલ વગેરેથી પિતાને નિર્વાહ કરવા લાગ્યા. આ વાતની જાણ થતાં ધન સાર્થવાહ ખૂબ ચિંતાતુર બન્યો અને સહુની ચિંતા કરવા લાગે. આ રીતે એક રાત્રિના પાછલા પ્રહરે સહુની ચિતા કરતાં તેને યાદ આવ્યું કે મારી સાથે શ્રી ધર્મઘોષ આચાર્ય તેમના પરિવાર સાથે આવેલા છે. તેઓ પોતાના માટે કરેલું, કરાવેલું કે સંક૯પેલું લેતા નથી. વળી તેઓ સચિત્ત વસ્તુના
ત્યાગી છે, તે તેઓ અત્યારે પિતાને નિર્વાહ શી રીતે કરતા હશે? મેં માર્ગમાં તેમનું સર્વ ઉચિત કરવાનું અંગીકર કર્યું હતું, પરંતુ આજ સુધી તેમની સારસંભાળ લીધી નથી. અહોમેં આ શું કર્યું? હવે હું તેમને મારું સુખ શી રીતે બતાવીશ?”
પછી પ્રાતઃકાળ થતાં ઉજજવેલ વસ્ત્રાભૂષણ ધારણ કરીને તે સાર્થવાહ પિતાના ખાસ માણસેને સાથે લઈને આચાર્યશ્રીના આશ્રય પર આવ્યું. ત્યાં ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષની મૂર્તિ સમા આચાર્ય તેના જેવામાં આવ્યા. તેમની આસપાસ બીજા મુનિઓ બેઠેલા હતા. તેમાંના કેઈએ ધ્યાન ધર્યું હતું, કેઈએ મૌન ધારણ કર્યું હતું, કેઈએ કાર્યોત્સર્ગનું અવલંબન લીધું હતું, કોઈ સ્વાધ્યાયમાં લીન હતા, તે કઈ ભૂમિપ્રમાજનાદિ ક્રિયાઓ કરતા હતા. જ્ઞાન-ધ્યાન અને જપ-તપનાં આ પવિત્ર વાતાવરણની ધનસાર્થવાહનાં મન પર ઊંડી અસર થઈ. પછી તેણે આચાર્યશ્રીને વંદન કર્યું તથા બીજા મુનિઓને પણ નમસ્કાર કર્યા અને છેવટે આચાર્યશ્રીના ચરણસમીપે બેસીને ગદ્ગદ્ કઠે કહ્યું કે “હે પ્રભે ! મારો અપરાધ ક્ષમા કરે. મેં આપની અત્યંત અવજ્ઞા કરી છે અને કંઈ પણ ઉચિત સાચવ્યું નથી. મારા આ પ્રમાદ માટે હું ખૂબજ શરમાઉં છું અને પશ્ચાત્તાપ કરું છું.' - ઉત્તરમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે “હે મહાનુભાવ! ભાગમાં હિંસક પશુઓથી અને ચેરચખારથી તમે અમારી
Sછી તેણે આચાર્ય
વિ આચાર્યશ્રીના
પ્રમ