________________
૩૮૪
[ આત્મતત્ત્વવિચાર - ધન સાર્થવાહની કથા જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાં ધન નામનો એક શ્રીમંત સાર્થવાહ વસતો હતો. ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય આદિ ગુણેથી તેનું જીવન વિભૂષિત હતું. જીવનનું સાચું ભૂષણ સુવર્ણ અને મણિમુક્તા નહિ, પણ સદ્ગુણે છે, એ વાત તમારે બરાપર લક્ષમાં રાખવાની છે. - એક વખત ધન સાર્થવાહે વિચાર કર્યો કે “ગૃહસ્થા. ધનોપાર્જનથી જ શોભે છે; માટે સંપત્તિવાળો હોવા છતાં મારે પ્રમાદનો ત્યાગ કરીને ધને પાર્જન કરવું જોઈએ. પુષ્કળ જળસમૂહથી પરિપૂર્ણ હોવા છતાં સાગર, નદીઓ દ્વારા જળને સંગ્રહ નથી કરતાં શું? પુણ્યદયને કારણે વ્યાપાર લક્ષ્મીને પ્રાપ્ત કરાવે છે, તે કરિયાણાં ભરીને હું વસંતપુર નગરે જાઉં.’
આ પ્રમાણે વિચાર કરીને તેણે પિતાનાં માણસે દ્વારા નગરમાં ઉદ્ઘેષણ કરાવી કે “હે નગરજનો ! ધન સાર્થવાહ વસંતપુર જવાના છે, માટે જેમને ચાલવું હોય તે ચાલે. તે ભાતાની જરૂરીઆતવાળાને ભાતું આપશે. પાત્રની જરૂરવાળાને પાત્ર આપશે; વળી માર્ગમાં ચારચાર અને વાઘ-વથી સહુનું રક્ષણ કરશે.” . . આ ઉદ્ઘેષણ, સાંભળીને ઘણા માણસો તેની સાથે જવા તૈયાર થયા. આ વખતે ક્ષાંત, દાંત અને , નિરારંભી એવા ધર્મ ઘેષ નામના શાંતમૂર્તિ આચાર્ય તેની પાસે આવ્યા.
એટલે સાર્થવાહે ઊભા થઈને, બે હાથ જોડીને તેમને વિનયપૂર્વક વંદન કર્યું અને આગમનનું કારણ પૂછ્યું. આચાર્યે કહ્યું
મહાનુભાવ! અમે પણ સપરિવાર તમારી સાથે વસંતપુર આવીશું. તે સાંભળીને ધન સાર્થવાહે કહ્યું: “પ્રભે ! આપ ઘણી ખુશીથી મારી સાથે ચાલે. હું આપનું સર્વ ઉચિત સાચવીશ.' પછી તેણે પિતાના માણસોને આજ્ઞા કરી કે ‘તમારે આ આચાર્ય મહારાજ અને તેમના પરિવાર માટે રેજ ખાનપાન તૈયાર કરવાં. . : : : : : : : : 1.
આ સાંભળી આચાર્યે કહ્યું કે હે મહાનુભાવ! સાધુઓને માટે કરેલે, કરાવેલ અને સંકેપેલે આહાર તેમને કલ્પત નથી. વળી વાવ, કૂવા અને તળાવમાં રહેલું સચિત્ત જળ, અગ્નિ વગેરે શસ્ત્રો પરિણમ્યા વિના અચિત્ત થતું નથી, તેથી તે પણ તેમને કલ્પતું નથી. એવામાં કઈ“માણસે આવીને સાર્થવાહ પાસે પાકી કેરીઓનો થાળ મૂકર્યો. તેથી તેણે હર્ષ પામીને કહ્યું: “ભગવન્! આપ આ તાજાં ફળે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે.' . . . .
પ્રત્યુત્તરમાં આચાર્યે કહ્યું: “હે દેવાનુપ્રિય સાધુઓને સચિન વસ્તુઓનો ત્યાગ હોય છે, તેથી આ સચિત્ત ફળ લેવાં અમને કલ્પતા નથી.
તે . . . . . . »yક આ સાંભળી ધન સાર્થવાહ અત્યંત આશ્ચર્ય પામ્યો અને કહેવા લાગ્યું કે આપના વ્રતનિયમે અતિ દુષ્કર જણાય છે તે પણ આપ મારી સાથે ચાલે. આપને ક૯૫તાં હશે, તેવાં આહારપાણી આપીશ.”
આ. ૨-૨૫