________________
- મિ. સી.il
૩૮૨,
[ આત્મતત્વવિચાર આગળ વધે એ રીતે મદદ કર્યા કરે છે. તેથી જ શાસ્ત્રકાર ભગવતેએ તેને શ્રેષ્ઠ બંધુની ઉપમા આપી છે. સમ્યકતવના લાભથી વધારે કઈ લાભ નથી.
હવે રહી લાભની વાત. તમને સુંદર ભેજનની ઈચ્છા હાય અને સુંદર ભેજન મળી જાય તો ખુશ થાઓ છે, તમને સુંદર વસ્ત્રાભૂષણની ઈચ્છા હોય અને સુંદર વસ્ત્રાભૂષણ મળી જાય તો ખુશ થાઓ છે, અથવા તમને લક્ષમી કે અધિકારની પ્રબળ ઈચ્છા હોય અને તે મળી જાય તે -અત્યંત ખુશ થાઓ છે. પણ આ બધા લાભ સમ્યકત્વના
લાભ આગળ કંઈ વિસાતમાં નથી. ચતુર્દશપૂર્વધર શ્રી - ભદ્રબાહુ સ્વામી ઉવસગ્ગહર સ્તોત્રમાં કહે છે કે
तुह सम्मत्ते लद्धे, चिंतामणिकप्पपायवन्भहिए । पार्वति अविग्वेणं, जीवा अयरामरं ठाणं ॥
હે પાર્શ્વનાથ પ્રભે! તમારું સમ્યકત્વ ચિંતામણિરત્ન. અને કલ્પવૃક્ષથી પણ અધિક છે, કારણ કે તેને લાભ થવાથી જી વિન વિના અજરામર સ્થાન એટલે મેક્ષને
સમ્યકત્વ ]
૩૮૩ दानानि शीलानि तपांसि पूजा, सत्तीर्थयात्रा प्रवरा दया. च । સુઝાવવAR તપાસ ,
सम्यकत्वमूलानि महाफलानि ॥ " વિવિધ પ્રકારનાં દાને, વિવિધ પ્રકારનાં શીલ, વિવિધ પ્રકારનાં તપે, પ્રભુપૂજા, મહાન તીર્થોની યાત્રા, ઉત્તમ પ્રકારની જીવદયા, સુશ્રાવકપણું અને કોઈ પણ વ્રતનું પાલન સમ્યકત્વપૂર્વક હોય તે જ મહાફલને આપનાર થાય છે. ”
આને અર્થ એ થયો કે ગમે તેવી ધર્મક્રિયાઓ કરે, ગમે તેવા ધાર્મિક અનુષ્ઠાન કરે, પણ તેનાં મૂળમાં સમ્યકત્વ હોવું જોઈએ. જે સમ્યકત્વ ન હોય તો એ બધી ક્રિયાઓનું, એ બધાં અનુષ્ઠાનનું જે ફળ મળવું જોઈએ, તે મળતું નથી. એક લાખ મળવાનાં સ્થાને પચાસ-સોની પ્રાપ્તિ થાય, એ કંઈ તેનું વાસ્તવિક ફળ મળ્યું ગણાય નહિ.
સમ્યકત્વની સ્પર્શના, સમ્યકત્વની પ્રાપ્તિ, સમ્યકત્વને લાભ એ આત્મવિકાસના ઇતિહાસમાં અતિ મોટી ઘટના છે, કારણ કે ત્યારથી અપરિમિત ભવભ્રમણને પામેલે. આત્મા વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તનકાળમાં તે અવશ્ય મોક્ષે જાય છે અને જઘન્યથી તે અંતર્મુહૂર્તમાં પણ તે સકલે કર્મને નાશ કરી મેક્ષગામી થઈ શકે છે.
| તીર્થકર ભગવંતના ભવની ગણના પણ જ્યારથી તેમને આત્મા સમ્યકત્વને સ્પશે ત્યારથી જ થાય છે. આ સમ્યકત્વની સ્પર્શના કેવા સગોમાં, કેવી રીતે થાય છે? તે ધત સાર્થવાહની કથા દ્વારા જણાવીશું.. . .
આ રીતે “સમ્યકત્વના લાભથી કઈ લાભ વધારે નથી” એ વચને પણ પરમ સત્યને જ પ્રકટ કરનારા છે. ધાર્મિક ક્રિયાઓનાં મૂળમાં સમ્યકત્વ હોવું જોઈએ.
શાસ્ત્રકાર ભગવતેએ સમ્યકત્વને મહિમા પ્રકાશતાં એમ પણ કહ્યું છે કે