________________
[ આત્મતત્ત્વવિચા
મંથરકે કહ્યું કે · મિત્ર સુશીખતમાં આવી પડયો છે, એ જાણ્યા પછી મારુ' હૈયું હાથ રહ્યું નહિ. મને થયું કે હું પણ ત્યાં જઈ ને મારાથી બનતી મદદ કરું, એટલે ધીમે ધીમે ચાલતે અહી આવી પહોંચ્યા છું. હવે અને તે 'ખરું...!'
૩૮૦
હિરણ્યક ચિત્રાંગને પાશ ઝડપથી કાપવા લાગ્યા, એવામાં જ શિકારી ત્યાં આવી ચડયો. આ જોઇ હિરણ્યક પાસેના દરમાં પેસી ગયા, લઘુપતનક આકાશમાં ઉડી ગયા અને ચિત્રાંગ જોર કરીને નાસી છૂટ્યો. માત્ર બાકી રહ્યો મથરક. તેને મંદ મંદ ચાલતા જોઈ શિકારીએ કહ્યું કે - મુગલા છટકી તેા ગયો, પણ આ કાચા ઠીક છે. ’ અને તે કાચબાને પકડી દોરીથી બાંધી, ધનુષ્યના છેડે લટકાવી ચાલવા લાગ્યા.
પાછળ ત્રણ મિત્રો ભેગા થયા અને મથરકને કાઈ પણ ઉપાયે બચાવવેા જોઈએ એવા નિણ્ય પર આવ્યા. પછી તેમણે એક યોજના ઘડી. એ યોજના મુજબ ચિત્રાંગ આગળ જઈને નદીના કિનારે મડદુ થઈને પડયો અને લઘુપતનક તેની આંખ ઠાલતા હાય તેવા દેખાવ કરવા લાગ્યો. આ જોઈને શિકારીએ કાચબાને જમીન પર ફેકયા અને તે હરણને લેવા માટે આગળ વધ્યા. તે જ વખતે હિરણ્યકે મથરકનું બંધન કાપી નાખ્યુ અને તે નદીનાં ઊંડાં પાણીમાં સરકી ગયો. અહી ચિત્રાંગે મથરકને છૂટા થયેલા જોતાં જ છલગ મારી અને તે વનસણી નાસી ગયેા. લઘુ
સમ્યકત્વ ]
૩૮૧
પતનક કા કા કરતા આકાશમાં ઉડો અને હિરણ્યક નજીકના દરમાં પેસી ગયો.
શિકારીએ પાછા આવીને જોયું તે દેરી કાપેલી પડી હતી અને કામે તેમાંથી અદૃશ્ય થઈ ગયો હતેા.
પછી આ ચારેય મિત્રાએ લાંખા સમય સુધી એક બીજાના સહકારથી ખાધું, પીધું ને મેાજ કરી.
આવા મિત્રાને સન્મિત્ર કહી શકાય, પણ સમ્યકત્વની મિત્રતા તે આ બધા કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે તે અપાર દુઃખથી ભરેલા આ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા પ્રાણીને તેમાંથી મહાર નીકળવાને માર્ગ સરળ કરી આપે છે. તાત્પ કે ‘સમ્યકત્વમિત્રથી કેાઈ શ્રેષ્ઠ મિત્ર નથી’ એ વચના પણ યથાર્થ જ છે.
સમ્યક્ત્વ બધુંથી કાઈ શ્રેષ્ઠ બધુ નથી.
જે સગાંવહાલાં હાય, સગેાત્રી હાય, નાતીલા હોય તેને ખંધુ કહેવાય. તે સારાં-નરસાં બધાં ટાણે સાથે ઊભા રહે છે અને તેથી મનુષ્યને મોટું આશ્વાસન પ્રાપ્ત થાય છે. જો કે આજે તે કળિયુગના પ્રતાપે કાકા-મામા કહેવા માત્રના રહી ગયા છે અને પાસે બે પૈસાના કસ હોય તે જ કાઈ ભાવ પૂછે છે. પાસેથી કસ ગયો તો સગી બહેન પણ ભાવ પૂછતી નથી. પિતાને પણ પુત્ર ત્યારે જ વહાલા લાગે છે કે જ્યારે તે એ પસા કમાઈ ને લાવતા હાય.. પરંતુ સમ્યકત્વનું સગપણ આવુ નથી. એની સાથે સગપણ અંધાયું કે તે તમારી ખરાખર સારસભાળ રાખે છે અને તમે