________________
૩૭૮
-
[ આત્મતત્વવિચાર આવ્યા. મંથરકે તે બંનેનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે, “આ સ્થાને તમારું જ છે, તેથી તમે બંને અહી રહે અને ખાઈ-પીને મોજ કરે.” જે સાચા મિત્ર હોય તે સંકટ સમયે સહાય આપે છે અને પિતાથી બનતી બધી
આગતા-સ્વાગતા કરે છે, જ્યારે નિત્યમિત્ર અને પર્વામિત્ર - જેવા એક યા બીજું બહાનું કાઢી પિતાનાં દ્વાર બંધ કરે છે અને મિત્રને રખડતા મૂકે છે.
આ હવે ત્રણે મિત્રે સરોવરના કિનારે રહે છે અને વિવિધ પ્રકારની વાતચીતમાં પિતાનો સમય પસાર કરે છે. એવામાં એક દિવસ ચિત્રાંગ નામનો એક મૃગ ત્યાં પાણી પીવાને આવ્યો. તેને જોઈને અતિથિસત્કારમાં કુશળ એવા મંથરકે કહ્યું કે “પધારો હરણુભાઈ! મજામાં તે ખરા ને?” - ચિત્રાંગે કહ્યું કે “ભાઈ! મજા તે એવી જ! શિકારી કૂતરાઓ પાછળ પડ્યા હતા, તેમનાથી માંડમાંડ બચ્યો છું.”
- મંથરકે કહ્યું: “તમારાં સ્થાનમાં ભય હોય, તો અહીં આવે. અહીં લીલું કુંજાર વન છે, તેમાં ચારો ચરો અને શીતળ જળથી ભરેલાં સરેવરનું પાણી પીજે.” ( ચિત્રાંગે કહ્યું: “ધન્ય છે તમારી સજજનતાને ! જે આ જગતમાં બધા તમારા જેવા ભલા હેય તે કેવું સારું! પણ એક વાત છે. હું આ પ્રદેશનો સાવ અજાણ્યો છું, તેથી મારે વખત આનંદમાં જાય નહિ. જો તમે મારા મિત્ર બનો તે હું જરૂર અહીં રહેવાનું પસંદ કરું..',
મંથરકે કહ્યું: “હરણભાઈ! તમે ઘણા નિખાલસ છે,
સમ્યકત્વ ]
૩૭૯ તમારી વાણી મધુર છે. તેથી તમારી સાથે મિત્રતા કરવામાં કઈ જાતને વાંધો નથી. આજથી તમે મારા મિત્ર.”
આ રીતે લઘુમતનક કાગડો, હિરણ્યક ઊંદર, મંથરક કાચબો અને ચિત્રાંગ મૃગ એ ચારે જણ પરમ મિત્ર બન્યા અને સુખપૂર્વક પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યા.
- એક વખત ઘણે સમય વ્યતીત થવા છતાં ચિત્રાંગ પાછો ફર્યો નહિ, એટલે બધા મિત્રોને ચિતા થવા લાગી અને “શું થયું હશે?” તેને વિચાર કરવા લાગ્યા. છેવટે લઘુપતનકે તેની ભાળ કાઢી લાવવાનું માથે લીધું અને તે આકાશમાં ઉડીને ચારે બાજુ જેવા લાગે, ત્યાં એક તળાવના કિનારે પાશમાં બંધાઈ ગયેલા ચિત્રાંગને જે. તે જોઈને લઘુપતનકે પૂછ્યું કે “ભાઈ ! આવી હાલત શાથી થઈ ?” - ચિત્રાંગે કહ્યું: “એ કહેવાને અત્યારે સમય નથી. તું જરા પણ વિલંબ કર્યા વિના હિરણ્યકને અહીં તેડી લાવ, જેથી તે મને આ પાશમાંથી છૂટે કરે.” - લઘુપતનક જલ્દી મથકે પાછો ફર્યો અને હિરણ્યકને ચાંચમાં ઉપાડીને લેતે આવ્યા. ધીમે ધીમે ચાલતો મંથરક પણ ત્યાં આવી પહોંચ્યું. આ જોઈ હિરણ્યકે કહ્યું કે “ભાઈ! મંથરક તે આ ઠીક કર્યું નહિ. તારે તારું સ્થાન છેડવું જોઈતું ન હતું, કારણ કે આ પાશ છેરાતાં ચિત્રાંગ નાસી છૂટશે, લઘુપતનક ઝાડે. ચડી જશે અને હું આજુબાજુના કઈ દરમાં પેસી જઈશ, પણ તું શું કરીશ? .