________________
- ૩૭૬
૩૭૭
[ આત્મતત્ત્વવિચાર કેટલેક દૂર ગયા પછી ચિત્રગ્રીવે કહ્યું કે “ભાઈઓ આપણે ભયમાંથી તદ્દન મુક્ત થયા છીએ, માટે આ નીચે વહી રહેલી ગંડકી નદીના કિનારે ઉતરે. ત્યાં હિરણ્યક નામને ઊંદરોને રાજા રહે છે, તે આપણે મિત્ર હોવાથી આપણને આ જાળમાંથી મુક્ત કરશે.” આથી બધા કબૂતરે ગંડકી નદીના કિનારે જ્યાં હિરણ્યકનું રહેઠાણ હતું, ત્યાં ઉતર્યા. - હિરણ્યકે ચિત્રગ્રીવ અને તેના સાથીઓને સુંદર સત્કાર કર્યો અને પિતાના તીણ દતે વડે જાળ કાપી નાખી, બધા કબૂતરને બંધનમુક્ત કર્યા. આથી કબૂતરો રાજી થઈ પોતાનાં સ્થાને ચાલ્યાં ગયાં. - આ જોઈ લઘુપતનક વિચાર કરવા લાગ્યો કે “આ હિરણ્યક ઉત્તમ બુદ્ધિવાળો જણાય છે. હું જે કે પ્રકૃતિથી ચંચળ છું અને કેાઈને વિશ્વાસ કરતાં નથી તથા બનતાં સુધી કેઈથી છેતરાતા નથી, પણ આની સાથે મિત્રતા કરું, કારણ કે વિત્તહીન કે સાધનહીન દશામાં બુદ્ધિવાળો મિત્ર મદદગાર થાય છે. પછી તે હિરણ્યકના દર આગળ આવીને કહેવા લાગ્યો કે “હે હિરણ્યક ! લઘુપતનક નામને કાગડો છું અને તારી મિત્રતા કરવા ઈચ્છું છું.” ' ચતુર હિરણ્યકે કહ્યું: “હે કાગડાભાઈ! હું ભેજય છું અને તમે ભક્તા છે, તેથી આપણું બે વચ્ચે પ્રીતિ કેવી રીતે થાય ? ' , છે. કાગડાએ કહ્યું: “હે ઊંદરજી! તમારી વાત સાચી છે, પણ આવા કઈ દુષ્ટ વિચારથી હું તમારી મિત્રતા
ઈચ્છતા નથી. તમે આજે ચિત્રગ્રીવને ઉપયોગી થયા, તેમ મને પણ કોઈ વાર ઉપયોગી થાઓ, તેથી તમારી મિત્રતા ઈચ્છું છું, માટે મહેરબાની કરીને મારી આ માગણીને અસ્વીકાર કરશે નહિ.”
હિરણ્યકે કહ્યું: “પણ કાગડાભાઈ! તમે સ્વભાવના ખૂબ ચપળ રહ્યા અને ચપળ સાથે સ્નેહ કરવામાં સાર નહિ. કહ્યું છે કે બિલાડીને, પાડાનો, મેંઢાને, કાગડાને અને કાપુરુષને કદી પણ વિશ્વાસ કરે નહિ.”
લઘુપતનકે કહ્યું: “આ બધું ઠીક છે. પ્રમાણે તે અને બાજુમાં મળે, માટે તમે મારી ભાવના સામે જુએ. હું કઈ પણ રીતે તમારી મિત્રતા ઈચ્છું છું. જે તમે મારું કહ્યું નહિ માને તે હું અનાહારી રહીને પ્રાણનો ત્યાગ કરીશ.” - લઘુપતનકના આવા શબ્દો સાંભળીને હિરણ્યકે તેની મિત્રતાને સ્વીકાર કર્યો. હવે એક વાર લઘુપતનકે હિરણ્યકને કહ્યું કે “મિત્ર! આ પ્રદેશમાં ભારે દુકાળ પડ્યો છે અને પેટ ભરતાં ઘણી મુશ્કેલી પડે છે, તેથી હું પાસેના દક્ષિણપથમાં, કપૂરગૌર નામનું એક સરોવર છે ત્યાં, મારે પ્રિય મિત્ર મંથરક નામનો કાચ વસે છે, એની પાસે જાઉં છું.” | હિરણ્યકે કહ્યું: “કાગડાભાઈ! તો પછી મારે એકલાને અહીં રહીને શું કામ છે? મને તો તમારા વિના જરા પણ ગાઠશે નહિ, માટે હું પણ તમારી સાથે જ આવીશ. ”
કાગડાએ ઊંદરને ચાંચમાં લીધો અને તે બંને દક્ષિણપથમાં જ્યાં કપૂરગૌર નામનું સરોવર હતું, તેના કિનારે