________________
૩૪
[ આત્મતત્ત્વવિચાર હાય એવા વ્યવહાર કરવા લાગે છે. આવાઆને સન્મિત્ર કહી શકાય નહિ. સન્મિત્ર તે તેને જ કહી શકાય કે જે સાચા સ્નેહ કરે, આપણાં દુ:ખે દુ:ખી થાય અને સકટ સમયે પૂરેપૂરી સહાય કરે. આ સંબંધમાં પંચતત્રકારે ચાર મિત્રાની વાત કહી છે, તે તમારે જાણવા જેવી છે. ચાર મિત્રોની વાત
ગેાદાવરી નામની સુદર ની હતી. તેના કિનારે શીમળાનું મોટું ઝાડ હતું. તેના પર લઘુપતનક નામને એક કાગડા રહેતા હતા. તેણે એક દિવસ સવારના પહેારમાં જ એક શિકારીને જોચા, એટલે વિચાર કરવા લાગ્યા કે ‘આજે ઉઠતાંવેંત એક કાળમુખાનુ મ્હાં જોયુ છે, માટે દિવસ ખરાબ જશે, ' તમે ઉઠતાં વેંત બે હાથ ભેગા કરા છે અને તેમાંની ખીજકલા જેવી રેખાવડે સિદ્ધશિલાનું સ્મરણ કરી છે, તે એટલા માટે જ કે તમારા દિવસ શુભ કાર્ધામાં પસાર થાય.
શિકારીએ ચેાખાના દાણા વેર્યાં, જાળ પાથરી અને ઝાડીમાં લપાઈ બેઠા. આકાશમાં ઉડતા કબૂતરાએ આ દાણા જોયા અને તેથી નીચે ઉતરી તેને ચણવાના વિચાર પર આવ્યા. ત્યારે ચિત્રગ્રીવ નામના તેમના વયેવૃદ્ધ નાયકે કહ્યું કે ‘ ભાઈઓ ! જે કામ કરવું તે ખરાખર વિચારીને કરવું. આ નિર્જન જગલમાં અનાજ કયાંથી હોય ? અને અનાજ ન હાય તે ચાખાના દાણા કયાંથી હાય ? માટે મને દાળમાં કંઈક કાળુ લાગે છે. '
પરંતુ યુવાન કબૂતરેાનાં ગળે આ વાત ઉતરી નહિ
સમ્યકત્વ ]
૫
તેઓ તેા દૂધ જેવા સફેદ ચાખાના દાણા ચણી લેવા તત્પર થયા અને નીચે ઉતર્યાં. પછી જ્યાં ચાખાના દાણા ચણવા ગયા કે જાળમાં સપડાઈ ગયા. હવે શું કરવુ?” તે આપસમાં અનેક પ્રકારની ગડમથલ કરવા લાગ્યા. તે વખતે ચિત્રગ્રીવે કહ્યું કે ‘ ભાઈએ ! આ સમય આપસમાં લડવાના નથી. હમણાં જ શિકારી આવી પહેાંચશે અને આપણે બધા પકડાઈ જઇશું, માટે જરા પણ સમય ગુમાવ્યા વિના તમે બધા એકી સાથે ખળ કરે; જેથી આપણે આ જાળ સાથે જ આકાશમાં ઉડી જઈશું અને આપણા પ્રાણ અચાવી શકીશું. ’
જે કામ એક વ્યક્તિથી નથી થતું, તે સ ંઘસમુદાયથી થાય છે; અને તેથી જ સ`ઘ કે સંગઠનની હિમાયત કરવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડ પર આકૃતના આળા ઉતર્યાં અને કઈ ક્ષણે તેના જમનીના ભયંકર એમમારાથી નાશ થઈ જશે, એ કલ્પવુ મુશ્કેલ બન્યું, ત્યારે મહામાત્ય ચર્ચિલે કહ્યું કે ‘ આપણે કોઈ પણ જાતને વાંદવિવાદ કર્યા વિના સંગતિ થઈને ઊભા રહીશું તેા જિતીશું.’ ઇંગ્લેન્ડે તેમ કર્યું અને તે જિત્યું. અહીં કબૂતરે એ પણુ પાતાના વાવૃદ્ધ નાયકની સલાહ માની એક સામટુ ખળ કર્યું તે। જાળના ખીલા ઉખડી ગયા અને તેએ જાળ સાથે આકાશમાં ઉડવાને શક્તિમાન થયા.
આ જોઈ શિકારી નિરાશ થયા અને તે ચાલ્યા ગયા. પેલે લઘુપતનક કાગડા ‘હવે શું અને છે?” તે જેવા માટે કબૂતરાની પાછળ પાછળ ઉડવા લાગ્યા.