________________
વાયત્યાગ ] . '
' '' વ્યાખ્યાન ચાલીસમું
: પાપત્યાગ મહાનુભાવો !
અત્યાર સુધીનાં વિવેચન પરથી તમે સમજી શકયા હશે કે આત્માના ગુણને પ્રકાશ કરે, એજ ધર્મ છે અને એજ મેક્ષમાર્ગ છે. આત્માના ગુણ એટલે સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર. આ સિવાય આત્મામાં બીજા ગુણો પણ છે, પરંતુ મુખ્યતાએ આ ત્રણ સમજવાના છે. " - મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચરિત્ર, એ આત્માના ગુણે નથી, પણ કર્મજન્યભાવ છે. આ કર્મ જન્યભાવો સંસારને વધારનારા છે, જન્મ-મરણ કરાવનારા છે અને આત્માને ચેરાશી લાખ યોનિમાં વારંવાર પરિભ્રમણ કરાવનારા છે.
મિથ્યાદર્શન એટલે મિથ્યાત્વ, વિપરીત તત્ત્વશ્રદ્ધાન, બેટી માન્યતા. પૂર્વ વ્યાખ્યામાં તેના વિષે ઘણું વિવેચન થઈ ગયું છે, એટલે અહીં તેને વિસ્તાર નહિ કરીએ.
મિથ્યાજ્ઞાન એટલે મિથ્યાત્વયુક્ત જ્ઞાન, અજ્ઞાન. મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન છે. તેના વિષે પણ પૂર્વ વ્યાખ્યામાં ઠીક ઠીક વિવેચન થઈ ગયેલું છે.
- મિથ્યાચારિત્ર એટલે પાપાચરણ, પાપકર્મોનું સેવન, પાપસ્થાનકનું સેવન. જ્યાં સુધી પાપસ્થાનકેનું સેવન છૂટે નહિ, ત્યાં સુધી સમ્યક્ ચારિત્ર પ્રકટે નહિ, અને જ્યાં સુધી સમ્યક્ ચારિત્ર પ્રકટે નહિ, ત્યાં સુધી આત્મા નિર્વાણ પામે નહિ. જિનાગમાં કહ્યું છે કેनादसणिस्स नाणं, नाणेण विना न हूंति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नथि अमोक्खस्स निव्वाणं ॥.
“જેને સમ્યગ દર્શન પ્રાપ્ત થયું નથી, તેને સમ્યગુ. જ્ઞાન પ્રાપ્ત થતું નથી; જેને સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, તેને સમ્યક્ ચારિત્રના ગુણે પ્રકટતા નથી; જેને સમ્ય ચારિત્રના ગુણે પ્રકટ થતા નથી, તે કર્મબંધનમાંથી મુક્ત થતો નથી; અને જે કર્મબંધનમાંથી મુક્ત થતો નથી, તે નિર્વાણ પામતો નથી.' - આજે આ પાપસ્થાનકેના ત્યાગ પર, પાપત્યાગ પર કેટલુંક વિવેચન કરવાનું છે.
- પાપની વ્યાખ્યા પાપ કેને કહેવાય? પાપની વ્યાખ્યા શી? આ પ્રશ્ન મુમુક્ષુઓ તરફથી પૂછાય છે. તેને ઉત્તર શ્રીરત્નશેખરસૂરિ મહારાજે શ્રાવકપ્રતિકમણુસૂત્ર ઉપરની અર્થદીપિકા , ટીકામાં આ પ્રમાણે આપે છે : “વારિ-શોવરાતિ-ધુળે पांशयति वा गुण्डयति वा जीववस्त्रमिति पापम् । -
પુણ્યનું શોષણ કરે અથવા જીવરૂપી વસ્ત્રને રજવાળું કરે, | મલિન કરે તે પાપ.”