________________
પર
[ આત્મતત્ત્વવિચાર ભારે ગુના કર્યાં છે, પણ રાણીની છેડતી કરી નથી. એ બાબતમાં તેણે એક મહાપુરુષ જેવા વર્તાવ કર્યો છે અને તે મેં નજરે જોયા છે, તેથી હું તેને આજથી મારા સામત બનાવું છું ’
વંકચૂલ આ શબ્દો સાંભળતાં જ આભા બની ગયો. * જ્યાં મૃત્યુ માથે તેાળાઈ રહ્યું હતું, ત્યાં સામંતપદની નવાજેશ થઈ! આ બધા ચમત્કાર તેણે નિયમપાલનના માન્યો અને તેથી હવે પછી નિયમપાલનમાં વધારે દઢ બન્યા.
ધીમે ધીમે વ ́કચૂલ રાજાને માનીતે થયો અને રાજાના ચારે હાથ તેના પર રહેવા લાગ્યા. એમ કરતાં એક દિવસ વ'કચૂલ બિમાર પડ્યો અને તેની બિમારી વધતી ચાલી. ઘણા ઘણા ઉપાયો કરવા છતાં તે મટી નહિ, આખરે રાજાએ ઢંઢેરો પીટાન્યા કે જે કાઈ વૈદ્ય કે મંત્રવાદી વકફૂલની બિમારી મટાડશે, તેને હું ભારે ઇનામ આપીશ.’ એ વખતે વૃદ્ધ વૈધે આગળ આવી, વકફૂલની તબિયત તપાસીને જણાવ્યું કે જો આને કાગડાનું માંસ ખવડાવવામાં આવે તે એ સારા થઇ જશે. ’
વંકચૂલે કહ્યું : ‘ જીવ કાલે જતા હાય તેા ભલે આજે જાય, પણ મારાથી કાગડાનું માંસ ખાઇ શકાશે નહિ ?
રાજાએ તેના નિયમની આવી દઢતા જોઇ ઘણી પ્રશંસા કરી અને તેને શાંતિ પમાડવા માટે જિનદાસ નામના એક શ્રાવકને તેની સારવારમાં શકયો, જિનદાસે વચૂલને કહ્યું :
હું ભાઈ! આ જીવ એકલેા આવ્યેા છે અને એકલા જવાના છે. સગાંસ’બધી, મિત્રા, દોસ્તારા, માલમિલકત
ધર્મના પ્રકારો ]
એ બધી માહની જાળ છે, માટે એમાં જીવ રાખીશ નહિ. સાચુ શરણ પંચપરમેષ્ઠિનું છે. તેને ભાવથી નમસ્કાર કરતાં જીવની સદ્ગતિ થાય છે, માટે હું તને પંચપરમેષ્ઠિના નમસ્કાર સંભળાવું તે શાંતિથી સાંભળ, ’ પછી જિનદાસ પાંચપરમેષ્ઠિનું એક અક પદ ખેલતે ગયો અને વંકચૂલ નમસ્કાર કરતા ગયો. એ રીતે આખરસમયે નમસ્કાર પામતાં તે મૃત્યુ બાદ આરમા દેવલાકમાં ઉત્પન્ન થયો. લીધેલા નિયમાનું દૃઢતાથી પાલન કરતાં કેટલા લાભ થાય છે, એ જુએ.
કહેવાની મતલબ એ છે કે ધમ પમાડવા નિમિત્ત મહાપુરુષા જે કંઈ નિયમા આપે છે, ક્રિયાએ મતાવે છે કે અનુષ્ઠાના ફરમાવે છે, તે બધા જ ધર્માંના પ્રકારો છે, એટલે તેની સંખ્યાનું માપ કાઢવું મુશ્કેલ છે. પરંતુ આ અધા પ્રકારામાં મુખ્ય લક્ષ આત્માનું ભલું કરવા તરફ રાખવું જોઈ એ.
જે આત્માને ઊંચા લાવે, તેના ઉદ્દાર કરે, એ ય.
વિશેષ અવસરે કહેવાશે.