________________
૩૫૧
“મના પ્રકાર 1
૩૫૦
[ આત્મતત્વવિચાર ', 'નિયમ યાદ આવ્યો કે કઈ પર શસ્ત્ર પ્રહાર કરવો હોય
તો સાત ડગલા પાછા હઠવું. એ નિયમનું પાલન કરવા તે એક, બે, ત્રણ એમ પગલાં ગણુતે પાછા હઠ્યો. એ રીતે જ્યાં તેણે સાતમું પગલું ભર્યું, ત્યાં તરવાર ભીંત સાથે અથડાઈ અને તેને અવાજ થતાં તેની બહેન જાગી ગઈ અને “ખમ્મા મારા વીરને!” એમ કહેતી બાજુએ ઊભી રહી. પછી તેની પત્ની પણ જાગી ગઈ. વંકચૂલને આ બધું શું છે? તેની ખબર પડી નહિ. પણ બહેને બનેલી બધી હકીક્ત કહી સંભળાવી, એટલે તેનાં મનનું સમાધાન થયું - અને બીજે નિયમ પણ ઘણે લાભકારક નીવડયો એ વિચારે
અતિ આનંદ થયે. જે તેને આ નિયમ ન હોત તે પિતાની બહેન અને પિતાની પત્નીનાં ખૂન પોતાના હાથે જ -થાત, એ નિશ્ચિત હતું.
હવે એક વાર વંકચૂલ ચેરી કરવા નિમિત્તે ગુપ્ત રીતે -રાજમહેલમાં દાખલ થયે. તે વખતે ઘણી સાવચેતી રાખવા -છતાં તેને હાથ રાણીને અડી ગયો અને તે જાગી ગઈ. - આજે કઈ કારણવશાત્ રાજા બાજુના ખંડમાં સૂઈ રહ્યો હતે, એટલે રાણી એકલી હતી. વળી દાસીઓ બાજુની પરસાળમાં સૂઈ રહેલી હતી. આમ એકાંત અને પ્રૌઢ પુરુષને યોગ જોતાં રાણીને તેની સાથે ભેગ ભોગવવાની ઈચ્છા થઈ. તેણે ધીમેથી કહ્યુંઃ “આ પુરુષ! તું અહીં શા માટે આવ્યો છે? જે તને ધનમાલની ઈચ્છા અહીં ખેંચી લાવી હોય તે ધનમાલ પુષ્કળ આપીશ, પણ તું મારી -સાથે ભેગ ભગવ.’
- વંકચૂલે કહ્યું: “હું નિયમથી બંધાયેલ છું', એટલે મારાથી એ બની શકશે નહિ.” , એક રાજરાણી, વળી ચૌવનમસ્ત અને વસ્ત્રાલંકારથી વિભૂષિત, તેમાં એકાંતને ચોગ અને સામેથી પાણીની ઇચ્છા. આ બધી વસ્તુઓ સામાન્ય મનુષ્યનું પતન કરવા માટે પૂરતી છે, પણ વંકચૂલ નિયમનું મહત્ત્વ સમજ્યો હતો અને તેને કદાપિ તેડવા નહિ, એવા નિર્ણય પર આવેલું હતું, એટલે તેણે એ માગણીને ઈનકાર કર્યો. નિયમ, માણસને ક્યાં-કેવી રીતે બચાવ કરે છે, એ જુએ ! - - પિતાની માગણીને ઈનકાર થયેલું જોઈ રાણીએ શોર મચાવ્યો અને ત્યાં જોતજોતામાં અનેક રાજસેવકે આવી પહોંચ્યા. તેમણે વંકચૂલને પકડો અને દેરડાથી બાંધી કેદમાં પૂરી દીધે. પછી સવાર થતાં રાજાની સમક્ષ રજૂ કર્યો. - કેટવાળે ફરિયાદ કરી કે “મહારાજ! આ દુષ્ટ રાજમહેલમાં પ્રવેશ કર્યો છે, તેમાં પણ એ અંતઃપુરમાં દાખલ થયો છે અને રાણીજીની છેડતી કરી છે, માટે તેને સખ્ત શિક્ષા થવાની જરૂર છે.' કેટવાળની બધી હકીકત લક્ષમાં લેતાં તો તેને પ્રાણદંડથી ઓછી શિક્ષા થાય જ નહિ, પરંતુ વંકચૂલ રાજમહેલમાં દાખલ થયો, ત્યારે રાજા જાગી ગયો હતો અને ભીંતનાં આંતરે રહીને શું બને છે, તે જોયા કરતું હતું. આ રીતે તેણે બનેલી બધી ઘટના નજરે નિહાળી હતી. - રાજાએ કહ્યું: “કેટવાલજી! આ શેરને બંધનમાંથી મુક્ત કરે. તેણે રાજમહેલ અને અંતઃપુરમાં પ્રવેશ કરવાને