________________
[ આત્મતત્ત્વવિચા (૨) કાઈ પર શસ્ત્રના પ્રહાર કરવા હોય તો સાત ડગલા પાછા હઠવુ. (૩) રાજાની રાણી સાથે સંગ કરવેશ નહિં અને (૪) કાગડાનું માંસ ખાવું નહિ. ’
તમને એમ લાગશે કે આચાર્ય આપી આપીને આવા નિયમે શું આપ્યા ? આમાં તે શુ' કરવાનું હતું? વંકચૂલને પેાતાને પણ એમ જ લાગ્યું કે ‘આ નિયમે ઘણા સરલ છે. અને તેને પાળવામાં ખાસ તકલીફ પડે એવુ કઇ જ નથી.' તેણે એ નિયમેાના સ્વીકાર કર્યાં અને આચાય પેાતાના રસ્તે ચાલ્યા ગયા.
હવે આ વિચિત્ર લાગતા નિયમે પણ કેવી કસેાટી કરે છે અને તેનું શું પરિણામ આવે છે, તે જુએ. એક વખત વંકચૂલ ઘણા ચારા સાથે કાંઈ ગામ પર ધાડ પાડવા ગયો. ત્યાંથી પાછા ફરતાં અટવીમાં ભૂલા પડ્યો અને તે તથા તેના બધા સાથીએ ભૂખથી વ્યાકુળ થવા લાગ્યા. તે વખતે ખારાકની શેાધમાં નીકળેલા તેના સાથીઓએ એક વૃક્ષ પર સુંદર ફળા જોયાં, એટલે લાવીને વંકચૂલ આગળ હાજર કર્યા. વ'કચૂલે પૂછ્યું: આનું નામ શું ? ' સાથીએએ કહ્યું : ‘ એની ખબર નથી.' વ'કચૂલે કહ્યું : આ ફળ મારાથી ખવાશે નહિ, કારણ કે મારે અજાણ્યાં ફળ ન ખાવાનો નિયમ છે.' પરંતુ તેના બધા સાથીઓએ એ ફળ ખાધાં અને ઘેાડી વારમાં જ તેઓ મૃત્યુ પામ્યા, કારણ કે એ તો કપાક વૃક્ષનાં ફળેા હતાં. આ જોઈ વકફૂલને વિચાર આવ્યો ‘ અહે। ! એક નાનકડા નિયમ મારા જીવ બચાવ્યો! માટે આચાયે આપેલા નિયમમાં બહુ
ધર્મના પ્રકારો ]
૩૪૯
સારા છે અને મારે તેનું ખરાખર પાલન કરવુ. ' પછી તે કોઈ પણ રીતે અટવીમાંથી બહાર નીકળી ગયો અને પેાતાનાં સ્થાને પહેાંચ્યો.
હવે એક વખત તે બહારગામ ગયા હતો, ત્યારે કેટલાક નાટકયા (ભવાઈયાં) તેની પલ્લીમાં આવ્યા. તેમણે ખેલ કરતાં પહેલાં ત્યાંના રાજાને-પલ્લીપતિને આમંત્રણ આવુ. જોઇએ, એટલે તેએ વંકચૂલને ખેલાવવા તેનાં મકાનમાં આવ્યા. આ વખતે વાંકચૂલની અહેને જોયુ કે આ નાટિયા તો આપણા શત્રુરાજાના ગામમાંથી આવેલા છે. તે વ'કચૂલની ગેરહાજરી જાણી જશે અને તેની ખબર પેાતાના રાજાને આપી દેશે, તો તે એકાએક ચડાઈ કરીને આ પલ્લીને નાશ કરી નાખશે. તેથી નાકિયાઓને વંકચૂલની ગેરહાજરીની ખખર પડવા ન દેવી. તેણે કહ્યું: ‘તમે ખેલ શરૂ કરા. વકફૂલ હમણાં બહાર આવે છે.’
પછી તેણે ખરાખર વંકચૂલના જેવા જ પોશાક પહેર્યાં અને તે વંકચૂલની પત્ની સાથે બહાર આવીને બેઠી. નાટક મેડી રાત સુધી ચાલ્યું. પછી તે નાકિયાઓને યથેષ્ઠ દાન આપીને ઘરમાં આવી અને પેલા પેશાક કાઢ્યા વિના જ પોતાની ભાભીની સાથે સૂઈ રહી.
ભવિતવ્યતાના યોગે વ'કચૂલ તે જ રાત્રે પાછા ફર્યાં અને લગભગ પરોઢિયાની વેળાએ પેાતાનાં ઘરમાં આવ્યો. ત્યાં પોતાની પત્ની સાથે એક પુરુષને સૂતેલે જોઇ તે એકદમ ગુસ્સામાં આવી ગયા અને તેના ઘાત કરવા માટે તૈયાર થઇ ગયા. તેણે પોતાની તરવાર મ્યાનમાંથી બહાર કાઢી, ત્યાં