________________
[ આત્મતત્ત્વવિચાર ઇનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, તેમાં જ્ઞાનાચાર કાલ, વિનય, બહુમાન આદિ આઠ પ્રકારના છે; દનાચાર નિઃશક્તિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સ વગેરે આઠ પ્રકારના છે; ચારિત્રાચાર પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી આઠ પ્રકારના છે. તપાચાર બાહ્ય અને અભ્યંતર તપના ભેદથી એ પ્રકારના છે; અને તે દરેકના છ-છ ભેદ ગણતાં કુલ ખાર પ્રકારના થાય છે. તથા વીર્યાચાર મન, વચન અને કાયાનાં મળથી ત્રણ પ્રકારને છે. ધના છ પ્રકાર
પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠું મન એ છના વિજય કરવા એ છ પ્રકારના ધર્મ છે. જે પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠાં મનના વિજય કરે છે, તેને અધ્યાત્મને પૂરા પ્રસાદ પ્રાપ્ત થાય છે અને દુર્ગાંતિના ભય બિલકુલ રહેતા નથી. તે અંગે જૈન શાસ્ત્રોમાં એક સુંદર પ્રસંગ નોંધાયેલા છે.
શ્રમ કેશિકુમાર ભગવાન પાર્શ્વનાથની પરપરામાં ઉતરી આવ્યા હતા અને શ્રી ગૌતમ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય હતા. એક વખત આ અને મહાત્માઓને મેળાપ થયા. ત્યારે શ્રમણ કેશિકુમારે પૂછ્યું કે હે ગૌતમ ! તમે હજારા વરીઆની વચ્ચે વસી રહ્યા છે અને તે વૈરીએ તમારી સામે આક્રમણ કરી રહ્યા છે, તેને તમે કેવી રીતે જિતે છે ? શ્રી ગૌતમસ્વામીએ કહ્યું: હું મહાત્મન્ ! એકને જિતવાથી પાંચને જિતાય છે, પાંચને જિતવાથી દેશને
ધર્મના પ્રકારો ]
૩૪૧
જિતાય છે અને દેશને જિતવાથી સર્વને જિતાય છે. આ રીતે હું સ શત્રુને જિતુ છું.'
પૂછાયેલે પ્રશ્ન માર્મિક હતા, એટલે ઉત્તર પણ માર્મિક જ અપાયા હતા. આ વસ્તુને વિશેષ સ્પષ્ટ કરવા માટે શ્રમજી કેશિકુમારે પૂછ્યું: ‘ હૈ ગૌતમ ! તમે શત્રુ કોને ગણા છે ?”
ઉત્તરમાં શ્રી ગૌત્તમસ્વામીએ કહ્યું: હું મુનિવર ! ન જિતાયેલા આત્મા (ન જિતાયેલું ભાવમન) એ એક શત્રુ છે. ન જિતાયેલા કષાયા અને ઇન્દ્રિયા એ બીજા શત્રુએ છે, તેને જિતીને હું યથાન્યાય એટલે જિનેશ્વરાએ ખતાવેલા માર્ગ પ્રમાણે વિચરુ' છું’×
કહેવાનો ભાવાર્થ એ હતા કે એક મનને જિતવાથી ચાર કષાયાને જિતી શકાય છે, એટલે કુલ પાંચ શત્રુઓને જિતી શકાય છે અને એ પાંચને જિત્યા કે પાંચ ઇન્દ્રિયા પર પૂરો કાબૂ આવી જાય છે. આ રીતે કુલ દશ શત્રુઓ જિતાયા કે બાકીના બધા શત્રુઓને જિતી શકાય છે.
આ વખતે શ્રમણ કેશિકુમારે એક બીજો પણ મામિક પ્રશ્ન રજૂ કર્યો: ‘હું ગૌતમ ! આ મહા સાહસિક, ભય કર અને દુષ્ટ ઘોડા ખૂબ દોડી રહ્યો છે. તેના પર બેઠેલા તમે ઉન્માર્ગે કેમ જતા નથી ? ”
શ્રી ગૌતમે કહ્યું: હું મહામુનિ ! તે વેગભર દોડી
x एगप्प्रे अजिए सत्तू, कसाया इन्दियाणि म ते जिणित्तु जहानार्थं, विहराभि अहं मुणी ! ॥
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર.