________________
૩૩.
[ આત્મતત્ત્વવિચા
વચન વડે અહિત કરવું નહિ, વચનથી દુઃખ ઉપજાવવું નહિ. અને કાયાદંડથી વિરમવુ એટલે કોઈને કાયાની પ્રવૃત્તિથી આઘાત પહોંચાડવા નહિ, પરિતાપ ઉપજાવવા નહિ, કોઈની હિંસા કરવી નહિ. ×
સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની આરાધના એમ પણ ધર્મના ત્રણ પ્રકારો છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થાધિગમસૂત્રના પ્રારંભમાં આ ત્રણ વસ્તુને જ મેાક્ષમાગ કહેલા છે. જેમ કે ‘ સભ્યોન-જ્ઞાન-ચારિત્રાળિ મોક્ષમાર્ગ |’
ધર્મના ચાર પ્રકર
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના એ ધર્માંના ચાર પ્રકાર છે. તે અંગે શાસ્ત્રોમાં કહ્યું છે કે
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा | एयमग्गमणुपत्ता, जीवा गच्छन्ति सोग्गई || ‘જ્ઞાન. દર્શીન, ચારિત્ર, અને તપ, આ માને પ્રાપ્ત થયેલા જીવે સદ્ગતિમાં જાય છે. ' અહી ક્રુતિમાં જતાં રોકનાર અને સતિમાં લઈ જનાર તે ધર્મ, એ લક્ષણ અરામર લાગુ પડે છે. નવપદજીનાં છઠ્ઠા, સાતમા, આઠમા તથા નવમા પદે ધના આ ચાર પ્રકાશને લેવામાં આવ્યા છે. દાન, શીલ, તપ અને ભાવ એ પણ ધર્મના ચાર પ્રકાર છે. તે અંગે શાસ્ત્રોમાં કહ્યું છે કે
× જરથ્રુસ્ર ધર્માંમાં પણ મનની પવિત્રતા, વચનની પવિત્રતા અને કાયાની પવિત્રતાને ધમ માનવામાં આવ્યા છે.
અમના પ્રકાર ]
૩૩૯
दानशीलतपोभावभेदैर्धर्मश्चतुर्विध: । भवाब्धियानपात्राभः, प्रोकोऽर्हद्भिः कृपापरै: ।
‘ પરમ કૃપાળુ અહદેવાએ સંસારસાગરને તરવામાં વહાણ જેવા ધમ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારના કહેલા છે.
વળી એમ પણ કહ્યું છે કે
दानं च शीलं च तपश्च भावो, धर्मचतुर्धा जिनवान्धवेन ।
निरूपितो यो जगतां हिताय, स मानसे में रमतामजत्रम् ॥
• પરમ કારુણિક એવા જિનેશ્વર દેવાએ -ના હિતને માટે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મ કહેલા છે, તે મારાં મનમાં નિરંતર રમે, ’
દાન કાને કહેવાય ? તેના કેટલા પ્રકાર છે? તે દેવાની સાચી રીત શી છે? શીલની ઓળખાણ શી ? તેના ભેદો-પ્રભેદો કેટલા ? તપનું સ્વરૂપ શું ? તપની તાકાત કેટલી ? ભાવ ાને કહેવાય ? તેની શ્રેષ્ઠતા શા માટે ? વગેરે આખતા ખરાખર સમવા ચેાગ્ય છે, પણ તે અવસરે કહેવાશે.
ધમના પાંચ પ્રકાર
અપેક્ષાવિશેષથી આચારને ધમ કહેવામાં આવે છે. તે આચાર પાંચ પ્રકારના છે, તેથી ધર્મને પણ પાંચ પ્રકારને માનવામાં આવ્યેા છે. તે આ પ્રમાણે : જ્ઞાનાચાર,