________________
*
ઉત્ત
[આત્મતત્ત્વવિચારે સારાનું ફળ સારું અને ખરાબનું ફળ ખરાબ એ નિયમ સનાતન છે. તેમાં કેઈ કાળે કંઈ ફેરફાર થતો નથી.
- પ્રબળ પુર્યોદય પર શેઠની વાત
જો જોરદાર શુભ કર્મને ઉદય હોય તે કેઈની તાકાત નથી કે માણસને હરકત કરી શકે. એક શેઠ હતો. તેને પિતાનું ભવિષ્ય જાણવાનું મન થયું. એ જોશી પાસે ગયો. જેશીએ કુંડળી જોઈને કહ્યું: “શેઠજી! તમારા ગ્રહો, ઘણુ સારા છે, અવળા નાખો તે પણ સવળા પડે તેમ છે.” ગ્રહો કંઈ કરતા નથી, પણ સૂચક છે. કરનાર છે. પૂર્વનાં કર્મો છે. | શેઠ સમજી ગયો કે મારા ભાગ્યને ઉદય છે, એટલે પરીક્ષા કરવા રાજાની સભામાં ગયે. વધારેમાં વધારે જોખમપીડા વહોરી લેવાનું સ્થાન તે રાજકચેરી જ ને! એ રાજસભામાં પહોંચે અને રાજા કે જે સિંહાસન પર બેઠે હતે, તેની નજીક જઈ તેને એક થપ્પડ લગાવી અને તેને મુગુટ પાડી નાખ્યો. બોલે, તમને તમારાં ભાગ્ય પર આવો ભરોસે છે અને જે હોય તે ધર્મનાં કાર્યોમાં કૃપણ બને ખરા? સુપાત્રમાં સેને બદલે હજાર કેમ ન ખ? જેવા, ખર્ચે તેવા તીજોરીમાં આવવાના છે, પણ વિશ્વાસ કયાં છે?
- પિલા શેઠે રાજાને થપ્પડ મારી અને મુગટ પાડી નાખે, એટલે સિપાઈઓ દેડી આવ્યા અને તેમણે મ્યાનમાંથી તરવાર કાઢી, પરંતુ એ તરવાર શેઠની ગરદન પર પડે તે પહેલાં પુણ્યનાં જેરે બધે મામલે પલટાઈ ગ. થપ્પડથી નીચે પડેલા મુગટ પર રાજાની દૃષ્ટિ પડી,
કર્મા ઉદય] તે તેમાં એક નાનું પણ ભયંકર ઝેરી નાગ જેવામાં આવ્યું. રાજાને થયું: “અહો ! આ ઉપકારી ન આવ્યો હતો તે શું થાત?” રાજાએ સિપાઈઓને આગળ વધતાં રેકી દીધા અને મંત્રીઓને હુકમ કર્યો કે આ શેઠને ઈનામમાં પાંચ ગામ આપે.”
પુણય પર ભરોસે હોય તો આવો લાભ થાય. પ્રશ્ન-ભાગ્ય વધે કે પુરુષાર્થ
ઉત્તર–ભાગ્યને ઘડનાર પુરુષાર્થ છે. દુન્યવી પદાર્થ આદિમાં બાંધેલ કર્મનાં ફળ ભોગવવામાં ભાગ્યની પ્રાધાન્યત, પણ કર્મને તોડવામાં, પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવામાં પુરુષાર્થનું પ્રાધાન્ય છે. ધર્મપ્રવૃત્તિમાં પુરુષાર્થને છોડે. નહિ. દરેક વિચાર કે પ્રવૃત્તિમાં જોવાનું માત્ર એટલું કે તે તીર્થંકર ભગવંતે કહ્યા મુજબ છે કે નહિ?
પેલે શેઠ ભાગ્યની પરીક્ષા કરવા ગયા હતા. તેના અવળા પ્રયત્નનું પરિણામ સવળું આવ્યું. તે તમે સવળેસારો પ્રયત્ન ભાગ્યના ભરોસે કેમ ન કરે? આ કર્મની સત્તા તે ફળદ્વારા પ્રત્યક્ષ છે. કેઈએને પ્રારબ્ધ કહે, કઈ સંસ્કાર કહે, કેઈ અદષ્ટ કહે. ''
થોડા વખત પછી પેલે શેઠ પાછે જેશી પાસે ગયે અને તેને પૂછવા લાગ્યો કે “જોશી મહારાજ ! હવે મારા ગ્રહો કેવા છે? ” જેશી મહારાજે કુંડળી મૂકીને કહ્યું કે * તમારા ગ્રહ બળવાન છે. તમને કઈ રીતે હરકત આવશે નહિ.' • આ. ૨-૨