________________
૧૪
[ આત્મતત્ત્વવિચાર
લને સાંભળવા લાખા લેાકેા આતુર રહેતા, આજે એમાંનું કાંઈ નથી. આ બધી કર્મના ઉદયની અસર છે.
એક જ માતાનાં ઉદરે જન્મેલા ભાઈ એ મિલકત માટે લડે છે, ઝઘડે છે, ક્રોધાંધ બનીને કોર્ટ ચડે છે અને એક બીજા પર ટાંચ લાવે છે કે હુમલા કરે છે. આને તમે શું કહેશે। ? નિયમિત ધંધા કરનાર સટ્ટાના પાટિયે જાય છે, ત્યાં પાયમાલ થાય છે અને આખરૂ બચાવવા ઝેર પીએ ! એમાં અશુભ કર્મીના ઉદય સિવાય બીજું કારણ નથી.
શાસ્ત્રમાં મૃગાપુત્રની હકીકત આવે છે. તે રાજરાણીની કુક્ષિએ જન્મ્યા હતા, પણ નહિ હાથ, નહિ પગ. માંખનાં ઠેકાણે માત્ર કાણાં અને કાનનાં ઠેકાણે માત્ર ચિહ્નો. તે ન હાલી શકે, ન ચાલી શકે. ન કઈ વસ્તુને જોઈ શકે. માટીના મેાટા પીડા હાય તેવું શરીર ! આવાને ખવડાવાય પણ શી રીતે ? પરંતુ એની માતા દયાળુ હતી. તે રાજ એવા પ્રકારના પ્રવાહી ખારાક તૈયાર કરતી કે તે પીડ પર રેડી શકાતા. પરંતુ એ ખારાક એવી રીતે રેડવા છતાં તે અંદર જઈ પરૂ અને રસીરૂપે બહાર આવતા. મૃગાપુત્ર શરીરદ્વારા એ પરૂ અને રસીને ચૂસી લેતા !
તેનાં શરીરમાંથી એવી દુર્ગંધ છૂટે કે નાકે કપડુ' દીધા વિના તેની નજીક જવાય નહિ. આંખે જોચા હાય તા સ્રીતરી ચડે અને ભારે બેચેની થાય. એની વાત સાંભળતાં પણ સમ્યગ્દષ્ટિ આત્મા કપી ઉઠે ! આ હતુ. પાપકર્મના ઉદયનું પરિણામ !
કર્મના ઉદ્ય
૧૫
પૂર્વ ભવમ તે અક્ષાદિ રાઠોડ નામના રાજા હતા, ત્યારે મદાંધ અનીને તીવ્ર પાપા કરેલાં, અનેક પ્રકારે હિંસા કરેલી, લાકાને ખાટી રીતે દંડેલા, કરવેરા વધારેલા અને અનાચાર સેવેલા. વળી દેવ-ગુરુની નિંદા કરેલી અને તેને પ્રત્યેનીક અનેલા. પિરણામે મરીને નરકમાં ગયેલા અને ત્યાં અનેક પ્રકારનાં ભયંકર દુઃખા ભાગવેલાં. ત્યાંથી નીકળીને તે મનુષ્ય ભવમાં આબ્યા, રાજરાણીની કુક્ષિએ જન્મ્યા, પશુ શરી
રની આવી દશા !
સનાતન નિયમ
જે શરીરાદ્વિ માટે હિંસાદિ પાપકર્મો કરવામાં આવે છે, તે શરીરાગ્નિ અહીં જ રહે છે અને પાપકર્મો જીવની સાથે જાય છે. તે ખીજા ભવમાં, ત્રીજા ભવમાં કે ગમે તે સવમાં ઉદ્દયમાં આવ્યા વિના રહેતા નથી. આ જગતમાં આપણે એવુ જોઈએ છીએ કે પાપ કરનારા સુખી હોય અને પુણ્ય-ધર્મ કરનારા દુઃખી હેાય. આ પરથી કેટલાક એવું તારણ કાઢે છે કે પુણ્ય-પાપના વિવેક કરવા નકામા છે. પરં'તુ મહાનુભાવેા ! એ તારણ સાચુ' નથી. જેએ આજે સુખ ભાગવે છે, તે ગત જન્મામાં બાંધેલાં કા ઉદય છે. જેમ ગત જન્મમાં બાંધેલાં શુભ કર્મના ઉદયે આજે તે સુખ ભાગવે છે, તેમ આ જન્મમાં બાંધેલાં અશુભ કમના ઉદયે તેઓ દુઃખ ભાગવવાના અને જેએ ગત જન્મમાં બાંધેલા અશુભ કર્મના ઉદયે આજે દુઃખ ભાગવે છે, તેઓ આ જન્મમાં બાંધેલા શુભ કર્મના ઉદયે સુખ ભાગવવાના.