________________
T
. ૧૩
[ આત્મતત્વવિચાર કારણે છે અને તે પ્રથમને કર્મબંધ પૂર્વે બાંધેલાં કર્મના ઉદયને કારણે છે. આ રીતે આગળ સમજી લેવું. - કઈ પણ કર્મ વ્યક્તિગત સાદિ–સાંત છે,* પણ પરં. પરાએ અનાદિનું છે. જેમ બાળકની વ્યક્તિગત આદિ છે, પણ બાળકને બાપ, તેને બાપ અને તેનો બાપ વગેરેની પરંપરા જતાં બાપપણું અને તેની અપેક્ષાએ પુત્રપણું -અનાદિનું છે, તેમ કર્મની પરંપરા પણ અનાદિની છે.
અનાદિની પરંપરા અટકી પણ શકે છે, જે એ પેઢીની પરંપરામાં છેલ્લી વ્યક્તિને પુત્ર ન થાય, અથવા તે બ્રહમચર્ય પાળે અને લગ્ન ન કરે તે. એવી રીતે આત્મા મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમ કુળ અને સદ્ગુરુને સંસર્ગ પામી, પરમાત્માને ઉપદેશ સાંભળી, એવું જીવન જીવે કે ‘પાપ ઓછું બંધાય અને જૂનાં પાપ વધારે ખપે. તીજોરીમાં લાખ રૂપિયા પડ્યા હોય, તેમાં હજાર રૂપિયા મૂકવામાં આવે અને પાંચ હજાર કાઢવામાં આવે તે થોડા દિવસમાં જ એનું તળિયું દેખાય કે નહિ?
આ આત્મા પરમાત્માનાં ઉપદેશને શ્રવણ કરી જીવનમાં ઉતારે અને શુદ્ધ સ્વરૂપવાળા સાધ્યની સાધના-આરાધના કરે તે ઉત્તરોત્તર ગુણમાં વિકાસ પામી છેવટે -પાંચ હસ્વ અ–ઈ–ઉ––લ નાં ઉચ્ચારણ જેટલા કાળમાં શશીકરણે ગનિરોધ કરીને, અનંત કર્મની વગણને જડમૂળથી નાશ કરીને, તે કર્મોથી ચાલતી જન્મ-મરણની પેઢીને અંત લાવી શકે.
* જે આદિ-અંતથી સહિત હોય તે સાદિ-શાંત.
કર્મને ઉદય ]
ઉદયકાળની અસર જેમ દારૂ વગેરે પીધા પછી તેને નશે અમુક સમય બાદ ચડે ત્યારે માનવીનાં સાનભાનને ભૂલાવી દે છે, તેમ કર્મનાં પુદ્ગલેને હલ્લે પણું આત્માને ઉદયકાળે તેવી અસર કરે છે. એ વખતે સારી અને નરસી બંને પ્રકારની ફેરફારી થઈ જાય છે અને ભીખારી લાખોનો માલીક બની જાય છે. જે અશુભ કેમને ઉદય હોય તે વેપારમાં સરખાઈ આવતી નથી. તેને બંધ કરે ત્યાં મેટી મંદી આવે છે અને મંદીમાં દાખલ થાય ત્યાં જ બજાર ચડવા લાગે છે.. શાણુ શાણુ માણસો સલાહ આપે તે પણ એ ગળે ઉતરતી નથી. જે કંઈ કરવામાં આવે તે ઊંધું પડે છે. રાતે સૂતા હોય છે ખુશમિજાજમાં, પણ ઉઠતાંની સાથે કંઈ નવું જ સાંભળે છે. એ સાંભળીને તેઓ રડવા લાગે છે અને “હાય ! પાયમાલ થઈ ગયા!” “અરે ! સત્યાનાશ વળી ગયું !” વગેરે ઉદ્ગારો કાઢે છે, પરંતુ એ ઉદયમાં આવેલાં કર્મોની જોરદાર અસર છે.
' શું રુષ્ટ થયેલું દૈવ-ભાગ્ય આવીને કઈને તમાચો મારે છે ખરું? ના, એ તમાચો મારતું નથી, પણ એવી દુર્બદ્ધિ આપે છે કે જેનાથી મનુષ્ય ભીખારીની જેમ ભટકત થઈ જાય છે. મુંજ જેવા રાજાને ભીખારીની જેમ ચણિયું લઈ ભીખ માગવી પડી, સન કુમાર જેવા ચક્રવતને સેંકડો રેગે વેઠવા પડયા, વર્તમાનકાળે હિટલરની હિાક જબરી પડી, પણ આખરે કેવી દશા ? એક વાર ચર્ચિત