________________
૩ર૯
" - ૩૨૮૯ :રી નં., ના 1 [ આત્મતત્ત્વવિચાર
ઉતરી પડો તે ચાલે ખરૂ?—નીતિવિશારદેએ “બારધયારતલામનં-શરૂ કર્યું તેના છેડે જવું ” એ નીતિને ઉત્તમ કહી છે અને બધા પુરુષો તેનું અનુસરણ કરે છે, તો તમે પણ તેનું અનુસરણ કેમ ન કરે? "
અનેક જાતના ધમે ' આ જગતમાં અનેક જાતના ધર્મો પ્રવર્તે છે. તેમાં કેટલાક અતિ પ્રાચીન છે, કેટલાક પ્રાચીન છે, કેટલાક પચીસથી પંદર વર્ષ પહેલાં સ્થપાયેલા છે, તે કેટલાક પાંચસોથી સો વર્ષ પહેલાં સ્થપાયેલા છે. દાખલા તરીકે જૈન ધર્મ અતિ પ્રાચીન છે, વૈદિક ધર્મ પ્રાચીન છે, બૌદ્ધ, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ પચીસથી પંદર વર્ષની અંદર સ્થપાયેલા છે અને શીખ, આર્યસમાજ, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ વગેરે પાંચસોથી સો વર્ષની અંદર સ્થપાયેલા છે.
' ' ધર્મની શ્રેષ્ઠતા
“જે ખૂબ જૂનું તે સેનું’ એ ન્યાયને લાગુ કરીએ તે જૈન ધર્મ સર્વ શ્રેષ્ઠ કરે, કારણ કે તે સહુથી વધારે પ્રાચીન છે. કેટલાક એમ સમજે છે કે શ્રી મહાવીર પ્રભુથી જૈન ધર્મ ચાલ્યું, પણ એ વાત બરાબર નથી. એ તેં
વીશમા તીર્થંકર હતા. તેમની પહેલા બીજા તેવીશ તીર્થકરે થઈ ગયેલા છે. કેટલાક એમ સમજે છે કે શ્રી શીખવદેવથી જૈન ધર્મની શરૂઆત થઈ, પરંતુ એ વાત પણ બરાબર
'નથી. આ અવસર્પિણી કાળની અપેક્ષાએ આપણે શ્રી રીખ" " વદેવ ભગવાનને જૈન ધર્મની શરૂઆત કરનારા અર્થાત્
ધર્મના પ્રકારે ] યુગાદિદેવ કહી શકીએ, પણ સમગ્ર કાલચક્રની અપેક્ષાએ તે આ લેકમાં એવી કેટલીયે અવસર્પિણીઓ-ઉત્સર્પિણીઓ વ્યતીત થઈ ગઈ. એ દરેક અવસર્પિણી–ઉત્સર્પિણી કાલમાં તીર્થકરે થયેલા છે અને તેમણે જૈન ધર્મનું પ્રવર્તન કરેલું છે, એટલે જૈન ધર્મ અનાદિ છે. . કેટલાક કહે છે કે “એક વસ્તુ ઘણી જૂની, માટે સારી; એમ માનવું યોગ્ય નથી.” પણ એક વસ્તુ ઘણી જૂની કેમ થઈ? એ પણ વિચારવું જોઈએ. એક પેઢી બસે વર્ષથી કામ કરી રહી હોય તો એની આંટ બજારમાં ઘણી હોય છે અને લોકે તેની સાથે છૂટથી લેવડદેવડનો વ્યવહાર કરી શકે છે. નવી પેઢી સાથે એવો વ્યવહાર થઈ શકતો નથી. જો કે જૈન ધર્મ તે ગુણની કસોટીમાં પણ મોખરે આવે તેમ છે, પણ આ તે દલીલ પૂરતો વિચાર થયો.
કેટલાક કહે છે કે પ્રાચીનતાને લક્ષમાં લે છે, તેમ સંખ્યાને પણ લક્ષમાં લે અને જેની સંખ્યા સહુથી વધારે હોય તેને શ્રેષ્ઠ માને. એ ધર્મ શ્રેષ્ઠ ન હોય તે તેના સાથી વધારે અનુયાયીઓ કેમ થાય ? પરંતુ અમે પૂર્વ વ્યાખ્યાનમાં જણાવ્યું છે, તેમ સંખ્યા પરથી શ્રેષ્ઠતાનું માપ કાઢવું એ રીત ખેતી છે, ખતરનાક છે. અનુયાયીઓની સંખ્યા ઉપરથી ધર્મની શ્રેષ્ઠતા ગણાતી હોય તે ધર્મને નંબરે લાગશે, કારણ કે ધર્મો ઘણું છે અને તેને માનનારની સંખ્યાઓ જુદી જુદી છે. જે દુકાન પર ગ્રાહક વધારે આવે તે દુકાન ન્યાયથી જ ચાલે છે, એમ કહી શકાય નહિ. કારણ કેંકાની દુકાન હિાય, અથવા પ્રચાર વધારે હોય, અથવા છૂટછાટ વધારે