________________
[ આત્મતત્ત્વવિચાર આવી રહી છે? વળી તેનો દેખાવ જ કહી આપે છે કે તે એક ઘણું સુંદર શાક છે.” પછી તેણે ભેજન કરવા માંડ્યું. તેમાં સુરંગીએ બનાવેલી વસ્તુઓ છેડી ખાધી અને કુરંગીનું બનાવેલું શાક વધારે ખાધું. એ શાક ખાતાં ખાતાં તેણે અનેક વાર તેના સ્વાદનાં વખાણ કર્યા.
આ દૃષ્ટાંત પરથી સમજી શકાશે કે જેનું મન પક્ષપાતથી ઘેરાઈ ગયું હોય છે, તે સત્ય વસ્તુ સમજી શકતા નથી અને તેથી તેઓ ધર્મને પામી શક્તા નથી.
વિશેષ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ઓગણચાલીસમું
ધર્મના પ્રકારો મહાનુભાવો !
ધમને વિષય ચાલી રહ્યો છે અને તેની વિચારણામાં આપણે ઠીક ઠીક આગળ વધ્યાં છીએ. પ્રથમ ધર્મની આવશ્યકતા વિચારી, પછી ધર્મની શક્તિનો પરિચય મેળવ્યું, પછી ધર્મની વ્યાખ્યા પણ જાણી અને તેનાં લક્ષણથી વાકેફ થયા. છેલ્લે ધર્મનું આરાધન કયારે કરવું અને કેમ કરવું? તેનો સ્પષ્ટ ખ્યાલ મેળવ્યા, પરંતુ આટલેથી વાત પૂરી થતી નથી. હજી આપણે અર્ધો પંથ કાપે છે અને અર્ધો પથ બાકી છે. તેમાં પણ ઘણું અગત્યના મુદ્દા ચર્ચવાના છે.
તમે આત્માનાં વ્યાખ્યાન પૂરાં સાંભળ્યાં, કર્મનાં વ્યાખ્યાનો પણ પૂરાં સાંભળ્યાં, તો ધર્મનાં વ્યાખ્યાનો પણ પૂરાં સાંભળી લેજો. કેટલાક કહે છે કે “હાયા એટલું પુણ્ય. કદાચ છેલ્લા બે-ચાર વ્યાખ્યાને ન સાંભળ્યા તે શું થઈ ગયું ?” પણ અરધું સાંભળવું અને અરધું ન સાંભળવું તે ઉચિત નથી. ખાસ કરીને છેલ્લાં વ્યાખ્યાને તે સાંભળવા જ જોઈએ, કારણ કે વિષયનો સાર તેમાં હોય છે.
તમે વલેણું (દધિમંથન) શરૂ કરે અને અર્થે મૂકી છે, તે તેમાંથી માખણ નીકળે ખરું? અથવા મુંબઈથી અમદાવાદ જવાનું હોય અને વચ્ચે સુરત, ભરૂચ કે વડેદરા