________________
૩૨૪
[ આત્મતત્ત્વવિચાર
જેવા ઢાંગી માણસ આ દુનિયામાં ખીજા કાણુ હશે ? પાતે સુરગીને ત્યાં કહેવડાવે છે, કે કાલે તમારે ત્યાં ભોજન કરવા આવીશ અને મને કહે છે કે ભાણું પીરસ !’ એવામાં સુરગીએ મેાકલેલા સેાનપાલ ત્યાં આવી પહેાંચ્યા અને સુભટને વિનયથી પ્રણામ કરીને કહેવા લાગ્યા કે ' પિતાજી! ભાજન તૈયાર છે, માટે જમવા પધારો. ’
આ બધી શી ગરબડ છે ? એની સુભટને ખબર પડી નિહ. તે કુર’ગીના માં સામું જોઇ રહ્યો, ત્યારે કુર’ગીએ તિરસ્કાર કરતાં કહ્યું કે ‘ હવે વધારે ઢાંગ કરવા રહેવા દો. તમે તમારી માનીતી સુર‘ગીને ત્યાં જાઓ. તે તમને મનગમતાં ભાજન કરાવશે. ’
કુર’ગીનાં આવાં કઠોર વચનેાથી કંટાળીને સુભટ આખરે સુર’ગીને ત્યાં ગયા. સુર’ગી તેનુ સ્વાગત કરવાને ખડા પગે ઊભી હતી. તેણે પતિનું ઉમળકાભેર સ્વાગત કર્યું, તેને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને પછી પાટલા પર જમવા મેસાડયો. ત્યાં થાળમાં અનેક જાતની વાનીઓ પીરસી, પણ સુભટે જમવા માટે હાથ લાંમા કર્યો નહિ.
સુર’ગીએ પૂછ્યું' : ‘હે સ્વામી! તમે ભેજન કેમ કરતા નથી? શું આમાં કૈાઇ વસ્તુની ખામી રહી ગઈ છે ? ” સુભટે કહ્યું : ‘હા. આમાં એક વસ્તુની ખામી છે. જે કુર’ગીએ મનાવેલું શાક આમાં ઉમેરાય તો બધુ` ભેાજન અમૃત જેવું મીઠું લાગે. ’
સુરગીએ કહ્યું : ‘પરંતુ આમાંનું કાઇ પણ શાક
ધર્મનું આરાધન ]
૩રપ
ચાખ્યા વિના તમને શી ખબર પડી કે એ કુરગીના હાથે અનાવેલા જેવું સ્વાદિષ્ટ નથી ? ’
સુભટે કહ્યું: એ તે એની સેાડમ જ કહી આપે. એમાં ચાખવાની શી જરૂર છે??
સુર’ગી સમજી ગઈ કે પતિની બુદ્ધિનો કખો પક્ષપાતે લીધેા છે, એટલે ગમે તેવી દલીલા કરીશ, તે પણ તે સમજશે નહિ. એટલે તે ઉઠીને ઊભી થઈ અને વાડકા લઈને કુરંગીને ત્યાં ગઈ. તેણે કુરગીને કહ્યું કે મહેન1 સ્વામીનું મન તારામાં વસ્યું છે, એટલે મારાં કરેલાં પકવાન્ન કે શાક ભાવતાં નથી. તારા હાથે કરેલું થેાડું શાક આપ તા એ ઉલટથી ભાજન કરે. ’
કુર`ગીએ જોયું કે આટઆટલા તિરસ્કાર કરવા છતાં તેનું મન મારા પર ચાટયું છે, એટલે તે મને અંતરથી ચાહે છે. આમ છતાં તેની વિશેષ પરીક્ષા કરવી જોઈએ. તેણે સુરગીને કહ્યું: ‘અહેન ! ઘેાડી વાર તમે પરસાળમાં એસેા, હું ગરમાગરમ શાક તૈયાર કરી આપું છું.” સુરગી પરસાળમાં બેઠી, એટલે કુરંગી મકાનના પાછલા ભાગમાં ગઇ અને ત્યાં પાડીનું તાજું છાણ પડયું હતુ, તે લઈ આવી. તેમાં આટા, લૂણ, મરી વગેરે નાખીને તેને હિંગ વડે વઘાયું. પછી તેને લીંબુના પટ દઇને ગરમાગરમ શાકના વાડકા ભરી આપ્યા.
સુર’ગીએ એ શાક સુભટ આગળ ધર્યું. એટલે તે ખાલી ઉડચેા : ‘ જોઈ આ શાકની સોડમ ! તેમાંથી કેવી સુંદર વાસ