________________
૩રર
[ આત્મતત્ત્વવિચારી આ દિવસેને જતાં શી વાર? ચાર મહિના તે જેત. જેતામાં પૂરા થવા આવ્યા અને સુભટને સદેશે આથી ગયો કે “હું ચાર દિવસમાં ઘરે આવું છું. ? આથી ચંગાએ રહીસહી સારી સારી વસ્તુઓને કુરંગી પાસેથી છીનવી લીધી અને તેને ખૂબ કફોડી હાલતમાં મૂકી દીધી. કુરંગીએ વ્યભિચાર કરીને શું સાર કાઢ્યો ? એક તો શિયળ ગયું, બીજુ પતિને વિશ્વાસઘાત કર્યો અને ત્રીજું ઘરની ઘરવખરી પણ ગુમાવી. વ્યભિચાર ભયંકર દેષ છે અને તેનું સેવન કરનારને તે અવશ્ય નરકમાં લઈ જાય છે. આ
સુભટ તદ્દન નજીક આવે, ત્યારે બીજો સંદેશે આવ્યો કે “કાલે બાર વાગતાં ઘરે આવું છું, માટે રાઈ પાણી કરી રાખજે.” આ સંદેશો મળતાં જ કુરંગી વિચારમાં પડી : “હવે શું કરવું? સારી રસોઈ કરીને ખવડાવું, એવું તે ઘરમાં કઈ રહ્યું નથી.” છેવટે અક્કલ લડાવીને તે સુરંગીનાં ઘરે ગઈ. કેઈ દિવસ નહિ ને આજે એકાએક કુરંગીને ઘરે આવેલી જોઈને સુરંગી વિચારમાં પડી ગઈ : આ શા માટે આવી હશે ?’ એવામાં કુરંગીએ કહ્યું: બહેન.! એક વધામણી લાવી છું.'
સુરંગીએ કહ્યું: “બહેન! શું વધામણી લાવી છે?
કુરંગીએ કહ્યું “ આપણા સ્વામીનાથ બાર મહિને કાલે બપોરે ઘરે આવે છે.' '
સુરંગીએ કહ્યું: “બહેન!'-તારાં મઢામાં સાકર, પણ
મનું આસધન- ] હું તેમનું સ્વાગત શી રીતે કરી શકીશ? એ તો મારી સાથે બોલતા નથી !'
કુરંગીએ કહ્યું : “તેની ફીકર કરશે નહિ. એ તો સમજાવીને તમારે ત્યાં જ ભોજન કરાવીશ. માટે કાલે ભજન કરી રાખજો.”
સુરંગીને આનંદ થયો. તેણે બીજા દિવસે સવારમાં વહેલા ઉઠીને નાહીધોઈને ભાતભાતનાં ભોજન તૈયાર કર્યા. પછી તે પતિના આગમનની રાહ જોવા લાગી.
બીજા દિવસે બપોરે બાર વાગતાં સુભટ આવ્યા, પણ તે વખતે પિતાનાં ઘરનાં બારણાં બંધ દીઠાં. પોતે સંદેશો મોકલ્યો હતો, તેથી એમ માનતે હતે કે હું ઘરે જઈશ ત્યારે કુરંગી મારું ભાવભીનું સ્વાગત કરવા દરવાજામાં જ ઊભી હશે, પણ આ તે જુદું જ દૃશ્ય જોયું. તેણે મોટેથી કહ્યું: “હે પ્રિયે! હું બહારથી આવી ગયો છું. બારણાં ઉઘાડ.' પણ અંદરથી કંઈ જવાબ આવ્યો નહિં. આથી સુભટે અનેક પ્રકારનાં મધુર વચને કહ્યાં, ત્યારે કુરંગીએ બારણું ઉઘાડ્યાં અને તેમાં ચડાવી એક બાજુએ બેઠી. સુભટને લાગ્યું કે ગમે તે કારણે કુરંગીને આજે માઠું લાગ્યું છે, નહિ તો આમ હાય નહિ. આથી તેણે કુરગીને મનાવવા કહ્યું કે “હે પ્રિયે! મારે એ અપરાધ છે કે. તું મને સનેહપૂર્વક બોલાવતી નથી ! તું ઊભી થા અને
ઝટ મારું ભાણું પીરસ.” . એ વખતે કરગીએ છાજુક કરીને કહ્યું કે “તમારા