________________
૩૧૧
[ આત્મતત્ત્વવિચા અહાર નીકળવાનો ઉપાય સૂઝતા ન હતા. એવામાં પાંગ ળાને એક વિચાર આવ્યા અને તેણે કહ્યું: અરે ભાઈ સુરદાસ ! તું શરીરે ખડતલ છે અને તારા ખભા પર બેસાડી મને ઉચકી શકે એમ છે. જો તું મને તારા ખભા પર એસાડી દે તે હું ઉપર બેઠા બેઠા માર્ગ ચીંધું અને તું એ માગ પકડીને ચાલ તે આપણે બંને નગરમાંથી સહીસલામત બહાર નીકળી જઈએ. હવે તે આગ મહુ નજીક આવી પહાંચી છે અને આપણે આવું કંઈ નહિ કરીએ, તે એ આપણુ અંનેને ભરખી જશે.
આંધળાએ એ વાત કબૂલ રાખી અને તેણે પશુને પેાતાના ખભા પર બેસાડી દીધા. પશુએ રસ્તા બતાવ્યા, તે પ્રમાણે ચાલતાં એ અંને જણુ સહીસલામત નગરની અહાર નીકળી ગયા.
અહીં અધ તે જ્ઞાનરહિત સમજવા અને પશુ તે ક્રિયારહિત સમજવા. એકલેા અધ કે એકલેા પશુ નગરની અહાર નીકળી શકે નહિ, તેમ એકલુ જ્ઞાન કે એકલી ક્રિયા મનુષ્યને તારી શકે નહિ. જ્યારે એ બંનેનો મેળ થાય ત્યારે જ સંસારરૂપી પ્રજવવિલત નગરમાંથી મહાર નીકળી શકાય. પાંચ પ્રકારનાં અનુષ્ઠાને
ક્રિયાનું અનુષ્ઠાન બધા મનુષ્યેા એક જ ભાવથી કરતા નથી, જૂદા જૂદા ભાવથી કરે છે, તેથી શાસ્ત્રકારોએ તેની કક્ષા સમજવા માટે તેના પાંચ પ્રકારે બતાવ્યા છે. તેમાં પહેલ વિષાનુષ્ઠાન છે, ખીજી ગરાનુષ્ઠાન છે, ત્રીજું અનનુષ્ઠાન
ધર્મનું આરાધન ]
૧૩
છે, ચેાથું તàત્વનુષ્ઠાન છે . અને પાંચમું અમૃતાનુષ્ઠાન છે.
જે અનુષ્ઠાન વિષતુલ્ય છે, તે વિષાષ્ઠાન. અહીં પ્રશ્ન થશે કે ‘અનુષ્ઠાન વિષતુલ્ય કેમ હોય ?' તેનો ઉત્તર એ છે કે જે દૃષ્ટિ વિકૃત થાય, તે અનુપમ ફળ દેનારું અનુજ્ઞાન પણ વિષતુલ્ય બની જાય છે. જે અનુષ્ઠાન લબ્ધિ, કીર્તિ, સાંસારિક ભાગ વગેરે મેળવવાની ઇચ્છાથી કરવામાં આવે તેને વિષાનુષ્ઠાન સમજવાનું છે. વિષનો આપણે ત્યાગ કરીએ છીએ, તેમ આ અનુષ્ઠાનનો ત્યાગ કરવાનો છે.
જે અનુષ્ઠાન ગરતુલ્ય છે તે ગરાનુષ્ઠાન. આ લેાકના ભાગા વિષે નિઃસ્પૃહતા, પણ પરલેાકમાં દિવ્ય ભાગા ભાગવવાની અભિલાષાપૂર્ણાંક જે અનુષ્ઠાન કરવામાં આવે તેને ગરાનુષ્ઠાન સમજવું. વિષાનુષ્ઠાન કરતાં આ કંઈક સારું, પણ એની કક્ષા તેા હેયની જ ગણાય. આ લાકના ભાગની ઇચ્છા છેડી અને પરલેાકના ભાગની ઇચ્છા રાખી, એ સરવાળે તે સરખુ જ ગણાય. મૂળ વાત એ છે કે આ લોકના કે પરલેાકના ભાગાની ઇચ્છાથી ધાર્મિક અનુષ્ઠાન કરવું ચાગ્ય નથી.
જે અનુષ્ઠાન અન્ એટલે ન કરવા ખરાખર છે, તે અનનુષ્ઠાન, અનુષ્ઠાન શા માટે કરવામાં આવે છે? તેના સ્પષ્ટ ખ્યાલ વિના અનુષ્ઠાન કરવામાં આવે તેને અનનુષ્ઠાન સમજવાનુ છે. આ અનુષ્ઠાન ધર્મના વિષયમાં મુગ્ધબુદ્ધિ વાળા જીવાને અમુક રીતે ઉપકારક નીવડે છે, તેથી તેને કથ'ચિત્ ઉપાદેય માનવામાં આવ્યુ છે.
જે અનુષ્ઠાન તદ્ હેતુવાળું હેાય તે તક્ + હેતુ +