________________
૧૪
[ આત્મતત્વવિચાર અનુષ્ઠાન = તદ્ધત્વનુષ્ઠાન. ત૬ હેતુ એટલે તે હેતુ, મોક્ષનો હેતુ, તાત્પર્ય કે જે અનુષ્ઠાન મેક્ષ, પરમપદ કે નિર્વાણ મેળવવાના હેતુથી શુભ ભાવપૂર્વક કરવામાં આવે તેને તદ્વેત્વનુષ્ઠાન સમજવાનું છે. આ અનુષ્ઠાનની ઉપાદેયતા પણ છે.
જે અનુષ્ઠાન અમૃત તુલ્ય હોય, તે અમૃતાનુષ્ઠાન. અહીં એક છેડે વિષ છે, એટલે બીજા છેડે અમૃતને મૂકવામાં આવ્યું છે. વિષ જેટલું ખરાબ છે, તેટલું અમૃત સારું છે. જે અનુષ્ઠાન શુદ્ધ શ્રદ્ધાપૂર્વક, પરમ સંવેગથી ભાવિત થયેલાં મન વડે, કેવલ નિર્જરા માટે કરવામાં આવે તેને અમૃતાનુષ્ઠાન સમજવાનું છે. આ અનુષ્ઠાન બધામાં શ્રેષ્ઠ હોવાથી વિશેષ પ્રકારે કરવા યોગ્ય છે.
અનુષ્ઠાનના આ પ્રકારો પરથી એ સ્પષ્ટ થાય છે કે કિયા ભલે એક જ પ્રકારની હોય, પણ તેમાં હેતુ અનુસાર ઉત્તમપણું, મધ્યપણું અને કનિષ્ઠપણું દાખલ થાય છે. તેથી ક્રિયાનો હેતુ ઊંચે હોવો જોઈએ. જે ક્રિયા ઊંચા હેતુથી એટલે મોક્ષપ્રાપ્તિ માટે-કમનો નાશ કરવા માટે કરવામાં આવે તે ઊંચી અને જે ક્રિયા નીચા હેતુથી એટલે સાંસારિક સુખભેગની ઈચ્છાથી કરવામાં આવે તે નીચી. - બે માણસ એક સરખે આહાર કરે છે, તેમાં એક માત્ર દેહને ટકાવવા પૂરતો કરે છે અને તે દ્વારા બની શકે તેટલું ધર્મારાધન કરી લેવા ઈચ્છે છે અને બીજે દેહને પુષ્ટ કરવા માટે કરે છે અને તે દ્વારા વિવિધ ભાગો ભોગવવાની ઈચ્છા રાખે છે, તે પ્રથમતી ક્રિયા પ્રશસ્ત ગણાશે અને
હતનું આરાધન ];
૩૧૫ બીજાની ક્રિયા અપ્રશસ્ત ગણાશે. માટે ક્રિયા કરતી વખતે હિતુ હમેશાં ઊંચે રાખે. | ગાથાની ચાર વસ્તુઓમાંની ત્રીજી વસ્તુ મલરહિતપણું છે. આપણે શ્રી જિનવચનમાં અનુરક્ત થઈએ, તેમાં કહેલી ક્રિયાઓ કરીએ, પણ અંતરનો મેલ હકે નહિ તે પવિત્રતા કે પૂર્ણતા શી રીતે પ્રાપ્ત થાય? મિથ્યાત્વ વગેરે દેશે અંતરનો મેલ ગણાય છે. કામ, ક્રોધ, લોભ, માન, મત્સર અને હર્ષ એ છ ને પણ આપણે અંતરનો મેલ કહી શકીએ. છે કેઈ અંતરને મલિન કરે, તે બધાને અંતરનો મેલ સમજ. તપ, જપ અને ધ્યાન અંતરનો મેલ ટાળવાની ખાસ ક્રિયાઓ છે. આ ગાથાની ચાર વસ્તુઓમાંની એથી વસ્તુ તે સંકલેશI રહિતપણું છે. રાગદ્વેષના પરિણામને સંકલેશ કહેવામાં આવે.
છે. એ સકલેશ દૂર થાય, એટલે સમભાવ આવે અને આત્મા પિતાનાં મૂળ સ્વભાવનું દર્શન કરી શકે. આવાઓનો સંસારઅતિ અતિ અલ્પ બની જાય એમાં આશ્ચર્ય શું?
મહાનુભાવો! શ્રદ્ધા, ક્રિયાતત્પરતા, આંતરિક શુદ્ધિ અને સમતા એ ચાર વસ્તુઓ દ્વારા આત્મા અલ્પ સંસારી બને છે અને એ ચારે વસ્તુ ધર્મનાં આરાધનથી જ પ્રાપ્ત થાય છે.
ગત વ્યાખ્યાનમાં અમે જણાવ્યું કે ધર્મ ચાર પ્રકારના પુરુષ સાથે દસ્તી કરતો નથીઃ દુષ્ટ, મૂઢ, કદાગ્રહી અને પક્ષપાતી. તેમાંથી બેનાં દૃષ્ટાંત કહ્યાં અને એનાં દૃષ્ટાંત બાકી છે, તે આજે સંભળાવીશું.