SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ [ આત્મતત્ત્વવિચાર સેવા, વ્યાપન્નદશની અને કુદૃષ્ટિનો ત્યાગ, એ ચાર શ્રદ્ધાનાં અંગેા છે. ' પરમા સ’સ્તવ એટલે તત્ત્વની વિચારણા. પરમાને જાણનાર મુનિઓની સેવા એટલે ગીતાની સેવા. વ્યાપન્ન દની એટલે જેનું દર્શન-સમ્યક્ત્વ વ્યાપન્ન થયું છે, નષ્ટ થયુ છે. તાત્પર્ય કે એક વાર જેને જીવ, અજીવ વગેરે તત્ત્વા અને તેની સૂક્ષ્મ વિચારણાઓ પર શ્રદ્ધા હતી, પણ પછીથી દાગ્રહ, મિથ્યાગ્રહ કે મિથ્યાત્વનો ઉદય થતાં તેવી શ્રદ્ધા ચાલી ગઈ, તે વ્યાપન્નદની. તેમનો સંગ ભયંકર પિરણામને લાવનારા હાવાથી ત્યાજ્ય મનાયેા છે. અન્યત્ર પણ કહેવાયું છે કે— कुसंगतेः कुबुद्धिः स्यात्, कुबुद्धेः कुप्रवर्तनम् । कुप्रवृत्तेर्भवेज्जन्तु-र्भाजनं दुःखसंततेः ॥ ' · કુસંગતિથી કુમુદ્ધિ થાય છે, કુમુદ્ધિથી કુપ્રવર્તન થાય છે અને કુપ્રવતનથી પ્રાણી દુઃખપર પરાનું ભાજન બને છે.? કુદૃષ્ટિ એટલે મિથ્યાષ્ટિ. સમ્યકત્વનું રક્ષણ કરવા માટે, સમ્યકત્વને નિમળ બનાવવા માટે તેના સડસઠ બેલા ખરાબર સમજી લેવા જેવા છે, તેનો વિચાર અમે હવે પછીથી એક સ્વતંત્ર વ્યાખ્યાનમાં કરીશું. ‘જિણુવયણે અણુરત્તા’ આ ગાથાની ચાર વસ્તુએમાંની બીજી વસ્તુ તે જિનવચનમાં કહેવાયેલી ધર્માંકરણીનું હૃદયના ઉલ્લાસપૂર્વક અનુષ્ઠાન છે. જિનવચનને સત્ય માનીએ, તેમાં ન આરાધન ] 30 કહેલી ક્રિયાઓને સારી કહીએ, પણ તેનું અનુષ્ઠાન ન કરીએ તેા કમ ના નાશ કેવી રીતે થાય ? એક માણસ એમ જાણે કે અમુક દવાથી મારા રાગ મટશે, પણ તે દવા મેળવે નહિ કે મેળવીને તેનો ઉપયાગ કરે નહિ તેા તેનો રાગ શી રીતે સટે? એટલે શ્રદ્ધા અને સમજ સાથે ક્રિયાઓનું અનુષ્ઠાન પણુ જરૂરી છે. કેટલાક કહે છે કે એકલા જ્ઞાનથી મુક્તિ મળે અને કેટલાક કહે છે કે એકલી ક્રિયાથી મુકિત મળે, પણ આ અને એકાન્તવાદ છે. એકાન્તવાદ એટલે મિથ્યાત્વ. અનેકાન્તવાદ તા એમ કહે છે કે જ્ઞાન અને ક્રિયા ઉભયથી મુક્તિ મળે, એકલું જ્ઞાન કે એકલી ક્રિયા મુકિતમાં લઈ જવા માટે સમર્થ નથી. તે અંગે જૈન મહિષઓએ અધપ'ગુન્યાય કહ્યો છે, તે ખરાખર લક્ષમાં લેવા જેવા છે. અધપગુન્યાય એક નગરમાં દાહ લાગ્યા અને બધા નગરજનો નગર ખાલી કરી ગયા, પણ તે વખતે એક આંધળા (અધ) અને એક પાંગળા (પશુ) એમ બે જણ એક શેરીમાં રહી ગયા. આંધળે! વિચાર કરે છે કે અરેરે! મને આંખે દેખાતું નથી, તે। આ નગરની બહાર શી રીતે નીકળું ? પાંગળે વિચાર કરે છે કે ‘ આ તા ભારે થઈ ! મારા પગે બિલકુલ ચાલી શકાતું નથી, તે આ નગરની ખહાર શી રીતે નીકળ્યું ?” સાગ તે કૂદકે અને ભૂસકે આગળ વધતી હતી અને પ્રતિમણે પેલા અનેની નજીક આવતી હતી, પણ તેમને
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy