________________
૨૦૮
[ આત્મતત્ત્વવિચાર ઈમારત ચણવા માંડે તે એ નહિ જ ટકવાની. પરંતુ જિનવચનમાં અનુરતતા-શ્રદ્ધા પ્રકટે શી રીતે? એ વિચારવાનું છે. કેટલાક આત્માઓમાં એ નૈસર્ગિક પ્રકટે છે, પણ તેમની સંખ્યા ઘણી થેડી, બાકીનાઓને તે એ અધિગમથી એટલે ગુરુના સમાગમ-૬ પદેશથી જ પ્રાપ્ત થાય છે. તમે ગુરુમુખેથી ધાર્મિક વ્યાખ્યાનો સાંભળે, એટલે શ્રી જિનેશ્વર ભગવંતનાં વચનોમાં અનુરક્તતા-શ્રદ્ધા ઉત્પન્ન થતી જાય અને તે વજલેપ જેવી દૃઢ બને. પછી કઈ ગમે તેવા સવાલ પૂછે, પણ તમારું મન ચલવિચલ થાય નહિ.
કેટલાક માણસે દેવ-ગુરુની ભકિત કરનારને પૂછે છે કે “ધર્મ એટલે શું?' જો એ માણસ બરાબર જવાબ ન આપી શકે તે તેને દબાવવા કહે છે કે “લો, તમે તે ધર્મ એટલે શું? એ જાણતા નથી અને ધર્મક્રિયા કરે છે, એટલે તમારી ક્રિયા સમજ વગરની ક્રિયા છે. આ સમજ વગરની ક્રિયાનો અર્થ ? ” આ સાંભળીને ઢીલેપિચે માણસ મુંઝવણમાં પડી જાય છે અને જે સ્વ૫ ધર્મક્રિયા કરતા હોય તે પણ છેડી દે છે, પરંતુ તમે ગુરુનો સમાગમ કર્યો હોય, વ્યાખ્યાનવાણી સારી રીતે સાંભળી હોય, તે એને સામેથી પૂછી શકો કે “સમજીને ધર્મક્રિયા કરવી એટલે શું? શબ્દનો અર્થ જાણ્ય, એટલે સમજીને -ક્રિયા કરી ગણાય? પ્રતિક્રમણુસૂત્રના અર્થ જાણીને ક્રિયા કરીએ તે એ સમજપૂર્વકની ક્રિયા ગણાય કે કેમ ? ' અહીંપ્રશ્ન પૂછનાર પિતે ઢીલે પડવાનો, કારણ કે એ પૂરણુજ્ઞાનીકેવળજ્ઞાની નથી. એની સમજ પણ અધૂરી જ છે. એ પિતે
ધર્મનું આરાધન ]. પણ જે થોડું ઘણું સમજ્યો, તે પરથી જ ક્રિયા કરતાં હોય છે. " જે તમે ધાર્મિક વાતાવરણમાં રહે, ધાર્મિક પુસ્તકનું વાંચન કરતા રહો અને સદ્દગુરુનાં પડખાં સેવતા રહો તે જરૂર સમજી શકે કે “ધર્મ આત્માના કલ્યાણ માટે છે. કર્મને તેડવા માટે છે, તે મુકિત અપાવનાર છે. અને આ સમજ એ સાચી સમજ છે, તેથી આટલું સમજીને ધર્મક્રિયા કરે છે એ સમજપૂર્વકની ધર્મક્રિયા કહેવાય.
જેને ધમ પર શ્રદ્ધા નથી, જેઓ ભૌતિકવાદથી રંગાચેલાં છે અને લગભગ નાસ્તિકની કટિમાં છે, તે ધાર્મિક ક્રિયાઓને ઉતારી પાડવા માટે તરેહ-તરેહની કુયુકિતઓ લડાવે છે અને વાત એવી સફાઈથી મૂકે છે કે ભલભલા માણસો પણ વિચારમાં પડી જાય. પરંતુ તમારે એવાઓની વાત સાંભળવી નહિ, કદાચ સાંભળી હોય તો એ પર વિચાર કરે નહિ, અને કદાચ વિચાર કર્યો હોય, તો તેના પર કોઈપણ જાતનો ઇતબાર રાખવો નહિ. * શાસ્ત્રકારોએ શ્રાદ્ધનાં ચાર અંગો બતાવ્યાં છે, તેમાં ત્યાપનદર્શની અને કુદષ્ટિના ત્યાગ પર ખાસ ભાર મૂકેલો છે. જેમ કે
परमत्थसंथवो खलु, सुमुणियपरमत्थजइजणसेवा । वावन्नकुदिठ्ठीण य, वज्जणमिह चउहसद्दहणं ॥ પરમાર્થ સંસ્તવ, પરમાર્થને જાણનાર મુનિઓની