________________
૩૦૬
-
૩૦છે.
-
[. આત્મતત્વવિચાર રહેવામાં, સૂઈ રહેવામાં, ભેગવિલાસમાં, ગપાટાસપાટામાં; નિંદાકુથલીમાં, રમતગમતમાં, નાટક-સિનેમામાં, રગડા ઝઘડામાં અને માંદગીમાં જે સમય ગાળે, તે બધે ઊધાર બાજુમાં સમજવો. અને સાધુસંતના સમાગમમાં, ધર્મો
પદેશ સાંભળવામાં, સ્વાધ્યાય કરવામાં, પ્રભુભક્તિ કરવામાં, " પરોપકાર કરવામાં તથા ધર્મધ્યાનનું આરાધન કરવામાં જે
સમય ગાળે તે જમા બાજુમાં સમજવો. આંકડા બરાબર માંડજે, એટલે સાચી સ્થિતિ સમજાઈ જશે.
- જે વેપારીની મૂડી ઘટતી જાય છે અને દેવું વધતું જાય છે, તે આખરે દેવાળિયે ઠરે છે અને તેની આબરૂનું લીલામ થાય છે, એ તમને વેપારીઓને કહેવાનું ન હોય. જો તમારે કારભાર દેવાળિયે હોય તો સ્થિતિ અત્યારથી જ સંભાળી લેજે.
શાસ્ત્રકાર ભગવંત તે સ્પષ્ટ કહે છે કેसामाइय-पोसह-संठिअस्स जीवस्स जाइ जो कालो । सो सफलो बोधव्यो, सेसो संसारफरहेॐ ॥
સામાયિક અને પિષધમાં રહેલા જીવનો જે કાલ જાય છે, તે સફળ સમજ અને બાકીનો સંસારફલનો હેતુ જાણ, અર્થાત્ સંસાર વધારનારે સમજો.”
અહીં સામાયિક અને પિષધની સાથે ઉપલક્ષણથી પ્રભુપૂજાદિ બધી ધાર્મિક ક્રિયાઓ સમજવાની છે. આ ધાર્મિક ક્રિયાઓ કરવામાં જે સમય જાય તે કર્મને ઘટાડનાર-કર્મને તેડનારો હોવાથી સફલ ગણાય છે અને બાકીનો
ધમનું આરાધન ] સમય જે વ્યવહારનાં કાર્યોમાં જાય તે કમને લાવનાર કમને બાંધનાર હોવાથી વિફલ ગણાય છે,* સંસાર વધારનાર ગણાય છે. - અમે આ વ્યાખ્યાનમાળાના પ્રારંભમાં જ વિજય અUત્તા આદિ શબ્દથી શરૂ થતી ગાથાના અર્થમાં કહ્યું હતું કે “જે આત્માઓ જિનવચનમાં અનુરક્ત છે-શ્રદ્ધાવાન છે, જિનવચનમાં પ્રરૂપાયેલાં–કહેવાયેલાં અનુષ્ઠાને હૃદયના ઉલ્લાસ પૂર્વક કરે છે, જે મલરહિત તથા સંકલેશ રહિત પરિણામવાળા છે, તે પરિમિતિ સંસારી બને છે.” આ સંસાર ઘટાડનારી ચાર વસ્તુઓ
હવે આ અર્થનું હાર્દ તમને સમજાયું હશે. સંસાર ઘટાડવા માટે, અલ્પસંસારી થવા માટે ચાર વસ્તુની જરૂર છે. પ્રથમ તો જિનવચનમાં અનુરક્તતા-શ્રદ્ધા. “જે જિનેશ્વર ભગવંતે કહ્યું તે સત્ય છે. તેને અનુસરવામાં જે મારું શ્રેય છે, મારું કલ્યાણ છે, મારા આત્માનો ઉદ્ધાર છે.” આવી દૃઢ માન્યતા પ્રકટ્યા વિના તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાનું શક્ય શી રીતે બને? અમે પૂર્વ વ્યાખ્યાનમાં તમને સ્પષ્ટ જણાવ્યું હતું કે દાન, શીલ, તપ, પૂજા, તીર્થયાત્રા, દયા, વ્રતપાલને વગેરે સમ્યક્ત્વપૂર્વક હોય તો જ સફળ થાય છે. મજબૂત પાયો નાંખ્યા વિના કોઈ 1 *ભ્ય-વોલg-fઅસર, જીવરલ' ના નો શાસ્ત્રોમાં
' હો સપાટો , શેલો પુળ જાળ વિજ ત્તિ - - આ પા પણ મળે છે. '