________________
[ આત્મતત્ત્વવિચાર
યજ્ઞઇત્તા ગમે તેમ પણ નવયૌવના હતી, તેથી તેનું મન ભૂતમતિથી તૃપ્ત થતું ન હતું, એટલે તેની નજર દેવદત્ત પર પડી અને તે એની સાથેના પરિચય વધારવા લાગી. એવામાં ભૂતમતિને મથુરાનગરીમાં થનાર એક મેટા યજ્ઞમાં જવાનું આમંત્રણ આવ્યું. આ યજ્ઞમાં ભાગ લેવાથી એ પૈસાની પ્રાપ્તિ થાય તેમ હતી અને પ્રતિષ્ઠા વધવા સ‘ભવ હતા, એટલે તેણે એના સ્વીકાર કર્યાં.
૨૯૮
મથુરા જતી વખતે ભૂતમતિએ યજ્ઞદત્તાને કહ્યું કે તને છેાડીને જતાં મારે। જીવ ચાલતા નથી, પણ શું કરું? પાસેના પૈસા ખૂટી ગયા છે, એટલે મારે જવું જ પડશે. મને ત્યાં ચાર મહિના થશે, એટલે તું સભાળીને રહેજે.’ એ સાંભળીને યજ્ઞદત્તા આંખમાંથી આંસુ પાડતાં ખેલી કે ‘મારાથી તે તમારે એક પણ દિવસને વિયેાગ સહન થઇ શકશે નહિ. માટે હાલ મથુરા જવાનું મુલતવી
રાખા.
ભૂતમતિએ કહ્યું કે ‘મારી હાલત પણ તારા જેવી જ છે, પણ તુ રાજી થઈને રજા આપ કે જેથી બધું કામ પૂરું કરીને હું જલ્દી પાછે આવી શકું.'
યજ્ઞદત્તાએ રાજી થઈ ને રજા આપી, એટલે ભૂતમતિએ દેવદત્તને ઘરની સારસંભાળ રાખવાની ભલામણ કરી અને મથુરાના રસ્તા પકડ્યો.
યજ્ઞદત્તા એકલી પડી, એટલે તેણે દેવદત્તને કહ્યું કે ‘હવે તું મારી સાથે નિઃશક થઈને ભાંગ ભાગવ, કારણુ
ધર્મનું આરાધન ]
૯૯
કે યુવાનીનું ફળ ભાગવિલાસ છે, ' દેવદત્તે પ્રથમ તે તેને ઇનકાર કર્યાં, પણ આખરે તે એની માગણીને વશ થયા અને પછી તે એ પણ પાપકમાં રીઢા બની ગયા. એમ-કરતાં ચાર માસ પૂરા થવા આવ્યા, એટલે દેવદત્તે કહ્યું કે * હવે તારા સ્વામી આવી પહેાંચશે અને મને જરૂર કાઢી મૂકશે. ’
યજ્ઞદત્તાએ કહ્યું : ‘તું એ વાતની ફીકર કરીશ નહિ. હું એવેા પ્રપ’ચકરીશ કે જેથી આપણે અને કાયમને માટે સાથે રહી શકીશું. ’
પછી એક રાત્રિએ યજ્ઞદત્તા સમશાનમાં ગઈ અને એક મડદું સ્ત્રીનું તથા એક મડદુ પુરુષનું લઈ આવી, તેને અનુક્રમે ઘરમાંના ઢોલિયા પર તથા બહારના ઓટલા પર ગાવ્યાં. ત્યારબાદ ઘરમાંથી જે કઈ લેવા જેવું હતું, તે લઈ લીધું અને ઘરને આગ લગાવી ત્યાંથી ચલતી પકડી.
આગ જોતજોતામાં વધી ગઈ અને ત્યાં માણસે ભેગા થઈ ગયા. એ આગ બીજા ઘરને ભરખી ન જાય તે માટે તેઓ એને ઓલવવાની કાશીશ કરવા લાગ્યા. કેટલીક વારે એ આગ કાબૂમાં આવી, ત્યારે લાકએ ઢાલિયા પર સ્ત્રીનું અને એટલા પર મનુષ્યનું એમ તદ્દન બળી ગયેલાં એ મડદાં જોયાં. આથી યજ્ઞદત્તા અને દેવદત્ત આ આગમાં અળી ગયા છે, એમ માન્યુ અને તે માટે હાહાકાર કરવા લાગ્યા. કોઈ કે આ સમાચાર ખેપિયા મારફત ભૂતમતિને
પહેોંચાડ્યા.