SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉoo [ આત્મતત્વવિચાર - ભૂતમતિ તે આ સમાચાર સાંભળીને અવાક્ જ બની ગયે. તે બનતી ત્વરાએ કંડાપુર આવ્યો અને જોયું તે - સર્વસ્વ નાશ પામ્યું હતું. આ દશ્ય જોતાં જ તેને મૂછ - આવી ગઈ. પછી જ્યારે મૂચ્છ વળી ત્યારે યજ્ઞદત્તા માટે કરુણ વિલાપ કરવા લાગે અને દેવદત્ત માટે પણ ખૂબ - લાગણી ભરેલા શબ્દો બોલવા લાગે. * આ વખતે યજ્ઞદત્તા અને દેવદત્તના આડા સંબંધની ગંધ પામી ચૂકેલા એક બ્રાહ્મણ નેહીએ કહ્યું કે- પંડિત -પુરુષ ગઈ વસ્તુનો શોક કરતા નથી. વળી સ્ત્રીઓ ઘણા “ભાગે કપટકિયાવાળી હોય છે, માટે તેના પર આટલો -બધે મેહ રાખવે ઉચિત નથી.’ I શબ્દ તદ્દન સાચા હતા. પણ જેનું મન મેહથી મૂઢ બની ગયેલું છે, તેનાં ગળે એ કેમ ઉતરે? ઉલટે ભૂતમતિ એ બ્રાહ્મણ સ્નેહીને કહેવા લાગ્યું કે “મારા જેવા સમર્થ - પંડિતને શિખામણ દેનારો તું કોણ? યજ્ઞદત્તા કેવી હતી -અને કેવી ન હતી, તે તું શું જાણે? એનું રૂપ કે એના ગુણ મારી સ્મૃતિમાંથી જરા પણ અળગા થઈ શકતા નથી. એ યજ્ઞદત્તા ! હું તને ફરીને જ્યારે ભાળીશ? અરે દેવદત્ત! તું પણ ચાલ્યો ગયો ? ” પેલા બ્રાહ્મણનેહીએ કહ્યું: “ અતિ મેહથી પંડિતેની બુદ્ધિ પણ કુંઠિત થઈ જાય છે, નહિ તો હિતનાં વચને કેમ ન ગમે? એ સ્ત્રી ગમે તેવી હતી, પણ હવે તમે એને દેખવાના નથી, માટે એના પરનો મોહ ઉતારે અને પરમાત્માનું ભજન કરે, જેથી પાછળની જીદગી બગડે નહિ.” ધર્મનું આરાધન ]. ૩૦૧ બધા હિતરવીઓ દિલાસો દઈને જુદા પડ્યા. પછી ભૂતમતિએ બે મોટાં તુંબડાં મેળવ્યાં અને તેમાં માની લીધેલી યજ્ઞદત્તાનાં તથા માની લીધેલા દેવદત્તનાં હાડકાં નાંખ્યાં. પછી તે ગંગામાં પધરાવવા માટે એક વહેલી સવારે કે કંકાપુરથી નીકળી ગયો. '' હવે ગાનુગ કે બને છે, તે જુઓ. યજ્ઞદત્તા. છે અને દેવદત્ત જે ગામમાં રહેતાં હતાં, તે જ ગામ રસ્તામાં આવ્યું અને તેમાં પ્રવેશ કરતાં એ બે જણ જ સામાં મળ્યાં.. તેઓ વિમાસણમાં પડી ગયાં કે હવે શું કરવું? ભૂતમતિએ. { આપણને નજરોનજર જોયાં છે, એટલે આપણને છોડશે નહિ. એમ વિચારી બંને જણ પંડિતનાં ચરણમાં પડ્યાં અને કહેવા લાગ્યા કે “પંડિતરાજ ! અમારો ગુનો માફ કરે. અમે બહુ મોટી ભૂલ કરી, પણ હવે અમને ભારે પસ્તાવો થાય છે. અમે તમારી પાસે આવવાનો વિચાર કરતા હતા, એવામાં જ આપે મળી ગયા. * * ભૂતમતિએ કહ્યું : “અરે તમે કોણ છે ? અને કોની. --સાથે વાત કરે છે ? ” દેવદત્તે કહ્યું: “આપે અમને ઓળખ્યા નહિ. આ તમારી પ્રિયતમાં યજ્ઞદત્તા છે અને હું તમારે માનીતો દેવદત્ત છું. અમે કઠાપુરના વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપનાર પંડિતરાજ ભૂતમતિ સાથે વાત કરી રહ્યા છીએ. પરંતુ ભૂતમતિની બુદ્ધિમાં આ ઉતર્યું નહિ. તે કહેવા . લાગે કે “અરે દુષ્ટો ! તમે આ શું બોલી રહ્યા છો ? તમે
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy