________________
૨૯૪
[ આત્મતત્ત્વવિચાર તિને માનતા ન હતા અને પરભવના કોઈ પણ પ્રકારનેા ડર ધરાવતા ન હતા, એટલે તેણે આ રીતે આવી રહેલાં દ્રવ્યના સ્વીકાર કર્યાં અને માલેતુજાર બની ગયા.
હવે લુબ્ધકનાં ગામની નજીક તુંગભદ્ર નામના એક કણુખી રહેતા હતા. તે પૈસેટકે સુખી હતા, ન્યાતજાતમાં સારી આખરૂ ધરાવતા હતા અને એકંદર જોરાવર ગણાતા હતા. તે ઘણું દાન-પુણ્ય કરતા, સાધુસતાને જમાડતા અને કોઈ પણ ગરીબ, નિરાધાર કે અપંગ આવ્યું તેા તેને યશ્રેષ્ટ દાન આપીને સંતુષ્ટ કરતા. તેની આ ઉદારતા તથા સેવા– પરાયણ વૃત્તિને લીધે તે ભગતનાં નામથી ઓળખાતા. બધા લાકે તેનું બહુ સન્માન કરતા.
આ જોઈ લુબ્ધકનું ઇર્ષ્યાળુ હૃદય મળવા લાગ્યું. તે વિચાર કરે છે: ‘ આ બળદનાં પૂછડાં આંબળના પટેલ તે પાંચ ભગત-ભિખારીને રોટલાના ટુકડા ફેંકીને મેટા ધર્માત્મા થઈ પડ્યો અને મને તે કોઈ દિવસ સલામ ભરવા પણુ આવતા નથી, તેથી તેને જરૂર જોઈ લેવા.’
તુંગભદ્રે સલામ ભરવા આવતા ન હતા, એ એને મેટા ગુને! અને તે માટે એને ભારે દંડ દેવાની તૈયારી! અહે ! આ જગતમાં દુષ્ટ પુરુષાની દૃષ્ટતા કાં સુધી પહોંચે છે ? લુબ્ધકે તુંગભદ્રને ફસાવવા એક પે'તા રચ્યા, પણ તે નિષ્ફળ ગયા. તુંગભદ્ર તેમાં ફસાયા નહિ, એટલે લુબ્ધકે બીજો દાવ અજમાળ્યા, તે પણ ખાલી ગયા. ત્રીજી વાર પણ તેમ જ અન્યુ.
ધર્મનું આરાધન ]
૧૯૫
હવે તુંગભદ્રને તારાજ કરવા માટે તે નવા દાવ વિચારવા લાગ્યા, પણ પુણ્યશાળીને પાયમાલ કરવાનું કામ સહેલું નથી. વધારે સ્પષ્ટ કહીએ તે ઘણું અઘરૂ છે, લગભગ અશકચ છે. ગમે તેવાં કુટિલ કારસ્થાના ગાઠવવામાં આવે તે પણ એ પ્રાયઃ નિષ્ફળ જાય છે.
તે તુંગભદ્રનુ કંઇ પણ અનિષ્ટ કરે તે પહેલાં બિમાર પડયા અને બિમારી સ્ક્રિનપ્રતિક્રિન વધતી ચાલી. પાસે ધન ઘણું હતું, તેથી કુશળ વૈદ્યકીમાને ખેલાવ્યા અને તેમને સારામાં સારા ઉપાય અજમાવવા કહ્યું, પણ તૂટી એની ખૂટી નથી. તેને પેાતાનો મરણુસમય નજીક દેખાયેા. આ વખતે તેને ખૂબ અકળામણુ થવા લાગી. જેણે જીવનમાં ધનું સારી રીતે આરાધન કર્યું હોય છે, તેને આ વખતે શાંતિ હાય છે, કાઇ પણ પ્રકારનો ગભરાટ હાતા નથી, પણ લુબ્ધકે તે ધમની સામે જોયું પણ ન હતું, તેથી તેની સ્થિતિ આ પ્રકારની થઈ પડી હતી.
લુબ્ધકને ખૂબ અકળાતા જોઈને પુત્રાએ કહ્યું : ‘ પિતાજી! આપ આટલા બધા કેમ અકળાઓ છે ? જે આપની કોઈ ઇચ્છા અધૂરી રહી હોય તે અમને જણાવે. અમે તે પૂરી કરીશું. આપ કહે તે ગાયાને શણગારીને તેનું દાન કરીએ, બ્રાહ્મણાને શય્યા આપીએ અથવા આપને રૂપિયાથી તાળીને તેને પુણ્યનાં કામમાં વાપરી નાખીએ, જેથી આપની સદ્ગતિ થાય અને આપનો આત્મા શાંતિ પામે’
લુબ્ધકે કહ્યું : ‘મારે એવાં દાન-પુણ્યની જરૂર નથી.