SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨, [ આત્મતત્ત્વવિચાર બેટી પડી. ડોશીએ ભીખારીને કહ્યું: “તારા જેવા અહી જે ચાલ્યા આવે છે. કેટલાકને દેવું અને તું સમય કસમય કંઈ જેતે જ નથી. કથા ચાલી રહી છે, ત્યાં આવી પહોંચે, માટે જલ્દી અહીથી દર થા. ' આ રીતે લગભગ એક પહોર વીતી ગયો, પણ પંડિતજી “મન્ન લવાજાથી આગળ વધી શક્યા નહિ. બીજા દિવસે તેમણે એ ઘરમાં કથા કરવાનું માંડી વાળ્યું. - જેમણે આખી જીંદગી ઘરબારને-વ્યવહારને જ કે વળગાડ્યાં હોય, તેમની સ્થિતિ પ્રાયઃ આવી હોય છે. પાકા ઘડે કાંઠા ચડતા નથી,” એમ જે કહેવાય છે, તે ખેટું નથી. જેમને નાનપણથી ધર્મને કંઈ પણ રંગ લાગ્યું હોય તે આગળ જતાં વૃદ્ધિ પામે, પણ જેમણે ધર્મ તરફ કોઈ દિવસ દૃષ્ટિ જ ન કરી હોય તે ઘરડે ઘડપણ શું કરે? વળી ધર્મનું આસંધન કરવામાં કંઈક જોમ અને જુસે પણ જોઈએ, તેને આ અવસ્થામાં પ્રાયઃ અભાવ હોય છે, તેથી ધર્મારાધન જોઈએ તેવું થઈ શકતું નથી. આ પરથી બેધ એ લેવાને કે જ્યારે ઇન્દ્રિયે બરાબર કામ આપતી હોય અને શરીરની અવસ્થા સારી હોય, ત્યારે ધર્મનું આરાધન કરવાનું ચૂકવું નહિ. ધર્મારાધન માટે ચાર અગ્ય પુરુ ધર્મ પણ કોની સાથે દસ્તી કરવી તે જુએ છે. તે ચાર પ્રકારના મનુષ્ય સાથે દસ્તી બાંધતા નથી. એક તો જે દુષ્ટ એટલે દયારહિત હોય, બીજે મૂઢ એટલે સારાસારને વિવેક કરી શકતું ન હોય, ત્રીજે કદાગ્રહી એટલે ધર્મનું આરાધન ] પિતાની વાત ખોટી હોય છતાં છેડતા ન હોય અને ચે પક્ષપાતી એટલે અન્યાયથી વર્તનારે હોય. આ વસ્તુ દષ્ટાંતથી વધારે સ્પષ્ટ થશે. દુષ્ટતા ઉપર લુબ્ધનું દષ્ટાંત નરપતિ નામને એક રાજા હતા. તેને ઘણા સેવક હતા, તેમાં લુબ્ધક નામને સેવક ઘણે જ દુષ્ટ હતે. તેનાથી કંઈનું સારું જોઈ શકાતું નહિ. જો તેને એમ ખબર પડે કે અમુક માણસ ખૂબ કમાય છે અથવા તેણે ઘણે પૈસો ખર્ચીને સુંદર મકાન–મહેલ બનાવ્યા છે, તે તે કઈ પણ ઉપાયે તેને ગુનામાં લાવી તેને ભારે દંડ કરાવતે અને ત્યારે જ તેનાં ઈર્ષ્યાથી સળગી રહેલાં હૃદયમાં કંઈક શાંતિ થતી. સગાંવહાલાં તથા મિત્રએ લુબ્ધકને આ ટેવ સુધારવાની શિખામણ આપી અને કેટલાક સાધુસંત પાસે ઉપદેશ અપા, પણ તેણે પિતાની એ ટેવ છોડી નહિ. દુષ્ટ માણસો પિતાની ટેવ એ રીતે ચેડા જ છોડે છે? ' લુબ્ધક જીભને મીઠે હતું, એટલે તેને દરજજો ધીમે ધીમે વધતો ગયે અને એક દિવસ એવો આવ્યો કે આખા રાજ્યમાં તેનું ચલણ થઈ ગયું; આથી તેની મહેરબાની મેળવવા માટે કે તેની કરડી નજરમાંથી બચી જવા માટે શ્રીમંત, આબરૂદારો અને ગરજૂઓ તેને સલામ ભરવા લાગ્યા અને ભેટગાદના રૂપમાં લાંચ-રૂશ્ર્વત પણ આપવા લાગ્યા. લુબ્ધક ધમને જાણ ન હતું, સદાચાર કે સન્ની
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy