________________
૨૯૦
' [ આત્મતત્વવિચારો ધન તો દૂર રહ્યું, પરંતુ ધર્મશ્રવણ પણ એકચિત્તે થતું નથી, ઘણાના હાલ તો ગમતી ડોશી જેવા થાય છે. -
ગમતી ડોશીનું દૃષ્ટાંત શ્રીપુર નામે નગર હતું. તેમાં વસુ નામે એક શેઠ રહેતું હતું. તેને ગમતી નામે સ્ત્રી હતી અને ધનપાલ નામે પુત્ર હતો. હવે આયુષ્યની દેરી તૂટતાં વસુ શેઠ મરણ પામ્યા અને ઘરને બધો ભાર ગોમતી ડોશી ઉપર આવ્યા. આ ડોશીની વાણી ઘણી કડવી, એટલે રોજ પુત્રવધૂ સાથે તકરાર થાય. આથી કંટાળીને એક વાર ધનપાલે કહ્યું કે માજી ! હવે તો તમારે ધર્મ કરવાના દિવસો છે, માટે બધી ફીકરચિંતા છોડીને ધર્મકથા સાંભળે. આવતી કાલથી આપણે ત્યાં એક બહુ સારા પંડિત કથા વાંચવા આવશે.' અને તેણે પંડિતને પ્રબંધ કર્યો.
બીજા દિવસે પંડિત મહાભારતની પિથી લઈને ગમતી ડોશીના ઘરે આવ્યા અને એક ઊંચા આસન પર વિરાજમાન થયા. ગોમતી ડોશી વગેરે તેમની સામે ગોઠવાઈ ગયાં. પછી પંડિતજીએ પોથી વાંચવાની શરૂઆત કરી: “મીમ સવાર-ભીષ્મ બોલ્યા. ” ત્યાં કથા સાંભળવા બેઠેલી ગોમતી " ડોશીનું ધ્યાન ખડકીમાં ઊભેલા કૂતરા સામું ગયું અને તે ઊભા થઈ ગયા. પછી હાથમાં લાકડી લઈને હડહડ કરતાં તેની પાસે ગયા અને તેને લાકડીથી ફટકાર્યો. પછી લાકડી ઠેકાણે મૂકી કથા સાંભળવા બેઠા. ' • પંડિતજીએ ફરી શરૂઆત કરી: “સીન કવાર” ત્યાં
ધર્મનું આરાધન ]
I ૨૯૧ મુ ડોશીની નજર રડા પર પડી. ત્યાં એક બિલાડી ચૂપકીથી | દુધની તપેલી તરફ જઈ રહી હતી. આ જોતાં જ ડેશી
બેઠી થઈ ગઈ અને “આ રાંડ તે બધું દૂધ પી જશે, કઈ બરાબર ધ્યાન રાખતું નથી, વગેરે શબ્દો બોલવા લાગ્યા. પછી બિલાડીને દૂર કરી, વસ્તુવાનું ઢાંકી-ટુબી પાછા આવ્યા અને પિતાનાં આસને ગોઠવાઈ ગયા.
ડોશી છેડી વાર આસને સ્થિર બેસે તે પંડિતજી કે કથા આગળ ચલાવે, પણ ડોશીનું ચિત્ત ઘરમાં ચારે બાજુ
ભમતું એટલે તે સ્થિર બેસે નહિ. ત્રીજી વાર પંડિતજીએ શરૂ કર્યું : “મીલમ ૩યારા’–ત્યાં ડોશીનું ધ્યાન પાસે રહેલી ગમાણુ તરફ ગયું. ત્યાં વાછરડે ખીલેથી છૂટી ગયો હતો. તે કદાચ ઉપર ચડી ન આવે, તેથી ડોશી ઉઠ્યા અને તેને ખીલે બાંધી આવ્યા. પછી પાછા કથા સાંભળવા બેઠા. - પંડિતજીને આ ઘણું વિચિત્ર લાગતું હતું, પણ યજમાનને શું કહે ? “મીદ સવાર ” ત્યાં વળી ડોશી બેઠા થયા અને હાથમાં લાકડી લઈને છાપરા ઉપર બેઠેલા કાગડાને ઉડાડવા લાગ્યા. “આ મારો રોયે કા–કા કરીને કથા સાંભળવા દેતો નથી.”
કાગડાને ઉડાડી તે પિતાનાં સ્થાને આવ્યાં અને પંડિતજી સામે મીટ માંડી. પંડિતજી સમજ્યા કે હવે કથા બરાબર ચાલશે. એટલે તે ઉત્સાહના આવેશમાં આવીને બેલ્યા :
ઉવાજા” એ જ વખતે ડોશી બારણુમાં ઊભેલા એક ભીખારીને જોઈ સળવળ્યા અને પંડિતજીની ધારણા