________________
[ આત્મતત્ત્વવિચાર ખીજાનું થયું, તે આપણું પણ થવાનું. તે પછી ધમને ઘડપણુ પર મુલતવી રાખવાને અશે? કાળની નાખતના ડકા અહર્નિશ ગડગડતા હોય છે, છતાં મનુષ્યા તેને સાંભળતા નથી, એ કેટલું આશ્ચય તથા ખેદજનક છે ? શાસ્ત્રકાર ભગવતા કહે છે કે
૪૮
=
जदेह सिंहो य मिगं गिहाय, मच्चू नरं नेइ हु अंतकाले ।
न तस्स भाया व पिया व माया, कालम्मि तरस सहरा भवन्ति ॥
જેમ કાઈ સિંહ મૃગનાં-હરણનાં ટોળામાં પેસીને તેમાંનાં એકાદ હરણને લઈને ચાલતા થાય છે; તેમ અંતકાળે મૃત્યુ પણ કુટુંબીજનેામાં કૂદી પડીને તેમાંના એકાદ જણને પકડીને ચાલતું થાય છે. ત્યારે તેની પત્ની, પિતા કે માતા કોઈ તેને સહાયભૂત થતા નથી. ’
જે અનેક પ્રકારની વાસનાઓથી ઘેરાઈ ને મરણુ પામે છે, તેની ગતિ શી રીતે સુધરે? એ માટે તે પ્રાર ભથી ધર્માંની દોસ્તી કરવી જોઈએ અને આત્માને શુભ લેફ્સાવાળા બનાવવા જોઈ એ
આજે યુવાનાની સ્થિતિ કફ઼ાડી છે. એક માજી ધર્માંના જોઈ એ તેવા સુન્દર સંસ્કાર નથી અને ખીજી બાજુ ભૌતિકવાદનું ભારે આકર્ષણ છે. તેથી માટા ભાગે તેએ ભૌતિકવાદ તરફ ઘસડાઈ જાય છે. ત્યાં એમને મળે છે શું ? સુંદર દેહ સુંદર વસ્ત્ર, સુદર આભૂષણ, સુંદર રહેઠાણુ, બાગબગીચા,
ધમતું આરાધન ]
૧૮૯
ગાનતાન એ બધું થાયા દિવસ સારુ લાગે છે, પછી તે આનદ આપી શકતા નથી. ભૌતિકવાદની ભારે ખરાબી એ છે કે તે ચિત્તને જરાય શાંતિ આપી શકતા નથી કે જેની દરેક મનુષ્યને ખાસ જરૂર છે. તેથી યુવાનાએ ીજી આળપપાળ છેડીને ધમ'ની દોસ્તી ધર્મનું આરાધન કરવું જોઈ એ. કહ્યું છે કે
व्याकुलेनापि मनसा, धर्मः कार्यो निरन्तरम् । मेढीबद्धोपं हि भ्राम्यन्, घासप्रासं करोति गौः ॥
મન અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી વ્યાકુલ હોય તેા પણ ધર્મ નિર'તર કરતા રહેવા, કારણ કે ઘાંચીની ઘાણીએ માંધેલા બળદ પણ હરતા ફરતા રહે છે, તે ઘાસચારા ચરતા રહે છે.
જે ઘડપણમાં ગાવિતગુણ ગાશું” એમ કહે છે તે ઘડપણમાં ગાવિંદના શુક્ષુ કેટલા ગાઈ શકે છે ? એ વખતે ઇન્દ્રિયેા શિથિલ થઈ ગઈ હોય છે, શરીરનુ જોર ઘટી ગયું હોય છે, દાંતા પડી ગયા હોય છે, કાને એથ્રુ સંભળાય છે, આંખે આછું દેખાય છે, માથે પળિયાં આવ્યા હોય છે; કેડના ડાંડિયા વાંકા વળી ગયા હોય છે, ચામડી પર કરચલીએ પડી ગઈ હોય છે અને લાકડીના ટેકા વિના ચાલી શકાતું નથી. વળી એ વખતે ખાધેલું જોઈએ તેવુ હજમ થતું નથી, કા વગેરેનો ઉપદ્રવ વધારે હોય છે અને ખીજા પણ રાગેટ લાગુ પડે છે. ઉપરાંત અનેક પ્રકારની ચિંતાઓ હોય છે. આ સ્થિતિમાં ધર્મનુ મારાધન કેવુ થાય ? આરીકામ અને
મા. ૨-૧૯