________________
૮૭.
૨૮૬
[ આત્મતત્વવિચાર, છે, નિયમિત દેવદર્શન કરવા જાય છે અને પર્વ દિવસમાં ઉપવાસ પણ કરે છે. નાની ઉમરનાં બાળકોએ અઠ્ઠાઈ જેવી . તપશ્ચર્યા કર્યાના દાખલાઓ આજે પણ મોજૂદ છે. આ પરથી “બાળક ધર્મમાં શું સમજે?' એમ કહેનારાઓ કેટલા ખોટા છે, તે જાણી શકશે. - જેમણે પિતાનાં જીવનમાં ધર્મની દસ્તી કરી નથી, ઈન્દ્રિયના એકે વિષયને જિ નથી અને સંયમ તથા તપ પ્રત્યે અનુરાગ પ્રગટ કર્યો નથી, તેઓ જ આજે એમ કહેવા બહાર પડ્યા છે કે “બાળક ધર્મમાં શું સમજે? બાળકથી ધર્મ થઈ શકે નહિ.” પરંતુ આ વિધાન ત મચ્છીમાર એમ કહે કે આ જગતમાં જીવદયા પાળવાનું શકય જ. નથી, અથવા કોઈ વ્યભિચારી પુરુષ એમ કહે છે કે આ દુનિયામાં બ્રહ્મચર્ય પાળવાનું શક્ય નથી, એના જેવું છે. સુજ્ઞ માણસે આવા ધર્મહીન વચને બોલનારાઓ પર કે પણ જાતને ઈતબાર શી રીતે રાખી શકે?
જે ધર્મને તમે કલ્યાણકારી મિત્ર માનતા છે, તે તમારા બાળકને નાનપણથી જ એની દસ્તી કરાવે, એને પરિચય કરાવે અને યથાશક્તિ આરાધન કરાવે. ધર્મપ્રિય , ધર્મ સંસ્કારી કુટુંબમાં જન્મેલું બાળક જે ધર્મ ન પાળે, તે એ ભર્યા સરોવરમાં તરસ્યું રહ્યું ગણાય. એનાં જીવનની સાર્થકતા શી?
મહાનુભાવો! કાળ કયારે આવશે અને કેમ આવશે તે આપણે જાણતા નથી. આ સોગમાં ધર્મ કરવાનું મોટી
ધર્મનું આરાધન ] ઉમર પર મુલતવી રાખવામાં આવે, તેને ડહાપણું ભરેલું શી રીતે કહી શકાય?
તમને બાળક પર ખરેખરું મમત્વ હોય તે માત્ર એને નવડાવી-ધોવડાવીને, ખવડાવી–પીવડાવીને કે સારાં સારાં કપડાં-ઘરેણાં પહેરાવીને જ રાજી ન થાઓ. એને છેડે થેડો ધર્મ કરતાં પણ શીખ, જેથી એનું ભાવી સુધરે અને તમારે ત્યાં જન્મ લીધે સાર્થક થાય.
તમે યુવાન હો છે, ત્યારે મોટા ભાગે વિષયમાં આસક્ત બને છે અને તેનાં મુખ્ય સાધનરૂપ દ્રવ્યની પ્રાપ્તિમાં મશગુલ રહે છે. એ વખતે તમને બૈરાં, છોકરાં તથા વ્યવહારની વાત આડે ધર્મ સાથે દસ્તી કરવાની ફુરસદ હેતી નથી. ત્યારે તમે એમ વિચાર કરે છે કે “હાલ તે મોજશોખ કરી લેવા દે, જ્યારે ઘરડા થઈશું ત્યારે ધર્મ કરીશું. એ વખતે બીજું શું કામ હોય છે? ' પરંતુ તમે ઘરડા થશો જ એમ જાણે છે ખરા? તમારાં સગાં, સંબંધી, નેહી, મિત્ર, ઓળખીતા વગેરેની યાદી તપાસો કે એમાં કેટલા યુવાન વયે ઉડી ગયા? અરે ! મીંઢળબંધા પણ ફાટી પડે છે, ત્યાં બીજાની શી વાત કરવી? રાત્રે સાજાસારા સૂતા હોય છે અને સવારે પથારીમાં મડદું નજરે પડે છે. શું થયું? તે કહે કે હાર્ટ ફેઈલ. ત્યારે મજશેખના બધા અરમાન અધૂરા રહી જાય છે અને પાસે પુણ્યનું ભાતું કંઈ પણ કરી હોતું નથી. એ વખતે એ આત્માની દશા કેવી થતી હશે? -
બીજાની હાલત આવી થાય છે અને આપણી હાલત આવી નહિ થાય, એમ માનવાને કોઈ કારણ નથી. જે