SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ [ આમતત્ત્વવિચાર સમજી શકતા નથી. એ વખતે તમારે લગભગ બધે સમય ખેલ-કૂદ કરવામાં જ પૂરો થઈ જાય છે. પૂર્વ ભવના સંસ્કારી કઈ કઈ આત્માને આ વખતે ધર્મ કરવાનો વિચાર આવે છે, તે માતાપિતા કહે છે કે “હજી તારી ઉમર કઈ થઈ ગઈ? હાલ તે ખા, પી ને મજા કર. જ્યારે તે માટે થા, ત્યારે ધર્મ કરજે.” આ વખતે વિશેષ પુણ્યશાળી કઈ આત્માને દીક્ષા લેવાની ભાવના થાય તો તરત જ શેર ઉઠે છે કે “આઠ-નવ વર્ષના બાળકને તે દીક્ષા અપાય? જ્યારે તે ભણીગણીને અઢાર વર્ષની ઉમરને થાય અને ત્યારે દીક્ષા લેવાની તેની ભાવના હોય તે તેને દીક્ષા આપી શકાય.” : પ્રથમ વડોદરા રાજ્યની ધારાસભામાં બાલદીક્ષાને અટકાવનારું બીલ આવ્યું હતું અને તે અંગે વડોદરા સરકારે કાયદો કર્યો હતો, પણ વડોદરા રાજ્યનું વિલીનીકરણ થતાં એ કાયદાનું પણ વિલીનીકરણ થઈ ગયું. ત્યાર પછી અમદાવાદના એક એડવોકેટ શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ એ બીલ મુંબઈ રાજ્યની વિધાનપરિષદમાં રજૂ કર્યું હતું. એ વખતે તેની સામે વિરોધને કે પ્રચંડ વંટોળ ઊભે થયો હતો, તે તમે જાણે છે. એ બીલ લેકમત ઉપર ' ગયું હતું અને તેમાં તેની સામે બહુ મોટો વિરોધ નોંધા હતો. આખરે એ બીલ મુંબઈ સરકારની સલાહથી પડતું મૂકાયું હતું. ત્યાર પછી પંજાબના એક ધારાસભ્ય શ્રી દીવાનચંદ્ર શર્માએ લોકસભામાં એને દાખલ કર્યું હતું. ત્યાં એ બીલ વિષે સાધકબાધક ઘણી ચર્ચા થઈ હતી અને છેવટે ધર્મનું આરાધન ] છે એવું જાહેર થયું હતું કે બાલદીક્ષોને રોકવા માટે કેઈ. - કાયદે કરવાની હાલ આવશ્યકતા નથી અને બીલ રદ થયું હતું. ( શાસ્ત્રમાં આઠ વર્ષથી નીચેની ઉમરવાળાને દીક્ષા - આપવાની મનાઈ ફરમાવી છે, કારણ કે તેનાથી દીક્ષાનું. યથાર્થ પાલન થઈ શકે નહિ, પણ આઠ વર્ષની ઉમરને - બાળક દીક્ષાને માટે યોગ્ય જણાય તો તેને દીક્ષા આપવાની | મનાઈ નથી. જિનશાસનમાં આ રીતે અનેક દીક્ષાઓ થયેલી દે છે. શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જિનચંદ્રસૂરિ (ખરતર ગ૭), શ્રી દેવસૂરિ, શ્રી મહેન્દ્રસિંહસૂરિ (અંચલ ગચ્છ), શ્રી સેમ- પ્રભસૂરિ, શ્રી જિનચંદ્રસૂરિ (ખ૦), શ્રી જિનકુશલસૂરિ (ખ), શ્રી સિંહતિલકસૂરિ, શ્રી જ્ઞાનસાગરસૂરિ, શ્રી કુલમંડનસૂરિ, શ્રી કીર્તિસૂરિ, શ્રી હીરવિજયસૂરિ, શ્રી જ્ઞાનવિમલસૂરિ.. શ્રી વિજયરત્નસૂરિ, વગેરે બાલદીક્ષિતે જ હતા. તેમણે બાલ્યાવસ્થામાં ધર્મનું સુંદર આરાધન કરીને પોતાને સંસાર - અલ્પ બનાવેલ છે. - વૈદિક ધર્મમાં પણ છવ, પ્રહૂલાદ, શંકરાચાર્ય, નામદેવવગેરેએ બાલ્યાવસ્થામાં વૈરાગ્ય પામી ઈશ્વરભક્તિ કર્યાના દાખલાઓ મેજૂદ છે.' ' બાળકને જો નાનપણથી જ ધર્મના સંસ્કાર આપવામાં આવે તો તેઓ વ્રત–નિયમ–તપ ઘણી સારી રીતે કરી શકે છે. સંસ્કારી કુટુંબમાં બાળક છ-સાત વર્ષની ઉમરે ચેવિહાંરે કરે છે, માતા-પિતા સાથે સામાયિક કરવા બેસી જાય.
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy