________________
- * ૨૮૩
૨૮૨
. [ આત્મતત્વવિચાર અત્યાર સુધીમાં અનેક વાર સાંભળી અને કંઈક ઢીલા પણ પડ્યા. તમારા દિલને એમ થયું કે આવી બળવાન સત્તા આગળ આપણે કેણુ માત્ર? એટલે તેને સલામ ભરીને ચાલવું; તેને સામને કરે નહિ; એટલે તમે સુસ્ત બેઠા છે. પરંતુ આજે એ વસ્તુ સાંભળી લે કે કર્મ સત્તા કરતાં ધર્મસત્તા વધારે બળવાન છે. જરાસંધ બળવાન ખરો, પણ શ્રીકૃષ્ણ જેટલે નહિ. જે એ શ્રીકૃષ્ણ જેટલે બળવાન હોત તે એમના હાથે માર્યો કેમ જાત? રાવણની એક મહા બળવાન રાજા તરીકે જ ખ્યાતિ હતી, પણ જ્યારે રામરાવણનું યુદ્ધ થયું અને લક્ષ્મણના હાથે રાવણ માર્યો ગયે, -- યારે ખબર પડી કે એના કરતાં વધારે બળવાન આ ભારતવર્ષમાં પડયા હતા. - ધર્મસત્તા વધારે બળવાન છે, એમ જાણ્યા પછી તેને સલામ ભરશે ને? ઉગતા સૂરજને પૂજે, આથમતા સૂરજને ન પૂજ, એ તમારે સિદ્ધાંત છે, તેથી જ આ પ્રશ્ન છે. એક વાર તમે રાજાઓને ઝુકીને સલામ ભરતા, આજે સામા મળે તે મસ્તક પણ નમાવતા નથી, કારણ કે તે સત્તા પર નથી. આજે કોઈ મીનીસ્ટર આવવાને હોય તે મટી ધામધૂમ કરે છે, તેનું માન-સન્માન કરે છે અને તેની સાથે ઓળખાણ વધે તેવા પ્રયત્ન કરે છે, કારણ કે તે સત્તા પર છે. પરંતુ કાલે એ મીનીસ્ટર ખુરશી, ખાલી કરીને નીચે ઉતરે, ત્યારે તેનાં આગમન નિમિત્તે ધામધૂમ કરવાના ખરાં? ' 'જે કર્મનું ચાલે તે એ એક પણ આત્માને પિતાની
ધર્મનું આરાધન ]. પકડમાંથી છૂટે થવા ન દે, પણ ધર્મની સત્તા આગળ તે ' લાચાર છે. ધર્મ સત્તા કર્મસત્તાને તેડે છે અને તેના તાબામાં રહેલા આત્માને સંપૂર્ણ આઝાદી-પૂરી સ્વતંત્રતા બક્ષે છે. આ મહાનુભાવો! તમે કમની દોસ્તી ઘણે વખત કરી, પણ તેમાંથી કંઈ સારું પરિણામ આવ્યું નહિ. હવે ધર્મની દોસ્તી કરીને જુઓ કે તેનું પરિણામ કેવું સુંદર આવે છે?
ધર્મની દસ્તી કરવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય, સમ્યકત્વની દૃઢતા થાય અને વિરતિના પરિણામ જાગે. તેથી. સંયમ અને તપની આરાધના સુલભ બને. સંયમની આરાધનાથી કર્મનાં આગમન સામે ચાકીપહેરે લાગી જાય. તે. આત્મામાં દાખલ થઈ શકે નહિ અને તપની આરાધનાથી જે કર્મો આત્મામાં ભરાઈ પેઠા છે, તેમને નાસવાને-ભાગવાને–તૂટવાને–ખરવાને પ્રસંગ આવે. બધાં કર્મો ખરી ગયા કે તમારે આત્મા પરમાત્મપદને પામે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, ક્ષાયક સમ્યકત્વ તથા અનંત વીર્ય પ્રકટ થાય. પરંતુ તમે ધર્મની દસ્તી કરે છે જ્યાં ?
કઈ શ્રીમંત કે મોટા અધિકારીની દોસ્તી કરવી હોય. તે તમે એમને અનેક વાર મળે છે, વાતચીત કરે છે, સાથે બેસીને ચા-પાણી પીએ છે, સાથે રહેવાને પ્રસંગ ઊભો કરે છે અને એ રીતે સહવાસ વધારે છે; પણ ધર્મની દસ્તી કરવા માટે આવો કઈ પ્રયાસ કરતા નથી.
તમે બાળક હો છો, ત્યારે તમારી વિચારશક્તિ. વિશેષ ખીલેલી હોતી નથી, એટલે તમારું કર્તવ્ય શું? એ